Manipur-Goa Election Results LIVE: મણિપુર અને ગોવામાં પણ ભાજપ આગળ, કોંગ્રેસ બજારમાંથી બહાર
મણિપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું લાઈવ અપડેટ જાણવા માટે તમે ZEE24કલાક અને તેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલાં રહો. અહીં ચૂંટણીઓના પરિણામની સચોટ માહિતી સૌથી પહેલાં તમને જોવા મળશે.
Trending Photos
નવી દિલ્લીઃ યૂપી, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સહિત દેશમાં કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. જેમાં મણિપુરમાં ઉલટફેર થશે કે પછી કોંગ્રેસ પક્ષની વાપસી થશે કે ભાજપ સત્તા જાળવી રાખશે તે જોવાનું રસપ્રદ રહેશે. બીજી તરફ ગોવાની ગાદી કોણ સંભાળશે? કોંગ્રેસને ફરી લાગશે ઝટકો કે પછી ભાજપ ફરી લહેરાવશે ભગવો તે જોવું પણ રસપ્રદ બની રહેશે. આ તમામ બાબતો અંગે જીણામાં જીણી માહિતી જાણવા માટે તમે ZEE24કલાક અને તેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલાં રહો. અહીં ચૂંટણીઓના પરિણામની સચોટ માહિતી સૌથી પહેલાં તમને જોવા મળશે. સવારથી જે પ્રકારે મતગણતરી થઈ રહી છે અને જે ટ્રેન્ડ આવી રહ્યો છે તે મુજબ મણિપુર અને ગોવામાં પણ ફરી એકવાર ભાજપ સત્તામાં આવે તેવું જણાઈ રહ્યું છે. કારણકે, હાલ આ બન્ને રાજ્યોમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે.
28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને તેનો પ્રયાસ સત્તા પર પોતાની પકડ જાળવી રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ ફરીથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો 31 સીટોનો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. હવે ભાજપ સતત બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.
------------------------------------------------
મણિપુરનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો- 60
BJP 25
CONG 11
NPF 06
NPP 11
OTH 07
-----------------------------------------------
ગોવાનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો- 40
BJP 19
CONG 12
MGP 04
AAP 02
OTH 04
--------------------------------------
બીરેન સિંહ મણિપુરમાં બીજેપીના પહેલા સીએમ છે. મણિપુરમાં 5 વર્ષ પહેલા 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવીને એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 2017માં તેઓ હિંગાંગ વિધાનસભા સીટ જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી છે. મણિપુરની મુખ્ય બેઠકો અને ઉમેદવારોમાં હાલના સીએમ એન બિરેન સિંહની હિંગાંગ સીટ, કોંગ્રેસના ઓકરામ ઈબોબી સિંહની થોબલ સીટ, બીજેપીના થોંગમ બિસ્વજીત સિંહની થોંગજુ સીટ, બીજેપીના ઓકરામ હેનરીની વાંગખેઈ સીટ, કૉંગ્રેસની ગાઈખાંગમની નુંગબા સીટ, બીજેપી. K Konthoujam ગોવિંદદાસ સિંહની બિષ્ણુપુર બેઠક, કોંગ્રેસની ટી લોકેશ્વર સિંહની ખુન્દ્રકપમ બેઠક અને NPPની Y જયકુમાર સિંહની Uripok બેઠકનો સમાવેશ થાય છે.
ગોવા વિધાનસભામાં કુલ 40 બેઠકો માટે મેદાનમાં રહેલા 301 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે થશે. શરૂઆતી ટ્રેન્ડ મુજબ ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ગોવામાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ સરકાર ભાજપ દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી, જેમાં ભાજપે GFP અને MGP અને અપક્ષ ઉમેદવારોની મદદથી સત્તાનો દાવો કર્યો હતો. મનોહર પર્રિકર મુખ્યમંત્રી તરીકે ગોવાના રાજકારણમાં પાછા ફર્યા હતા. તેમના મૃત્યુ પછી, પ્રમોદ સાવંતે 19 માર્ચ 2019 ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે સમયે ગોવામાં 40 બેઠકોમાંથી કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 13 બેઠકો જીતી હતી. આમ છતાં ભાજપે સરકાર બનાવી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે