Manipur Attack: મણિપુર ઉગ્રવાદી હુમલામાં CO સહિત 5 જવાન શહીદ, પરિવારના બે સભ્યોના મોત, રાજનાથ સિંહે કર્યુ ટ્વીટ
Manipur Terror Attack: આ ઘટના મ્યાનમારની સરહદ પર આવેલા ચુરાચાંદપુર જિલ્લામાં થઈ છે. અત્યાર સુધી કોઈ ઉગ્રવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ Manipur Terror Attack: મણિપુરમાં શનિવારે ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલામાં આસામ રાઇફલ્સની એક બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર (CO) સહિત પાંચ જવાનો શહીદ થયા છે. આ હુમલામાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠીના પત્ની અને પુત્રનું પણ મોત થયું છે. રક્ષા મંત્રા રાજનાથ સિંહે દુખ વ્યક્ત કરતા હુમલાની નિંદા કરી છે.
રાજનાથ સિંહે ટ્વીટ કર્યુ, 'મણિપુરના ચુરાચાંદપુરમાં આસામ રાઇફલ્સના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલો ખુદ દર્દનાક અને નિંદનીય છે. દેશના સીઓ 46 એઆર સહિત પાંચ બહાદુર જવાનો અને પરિવારના બે સભ્યોને ગુમાવી દીધા છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. જલદી દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.'
The cowardly attack on an Assam Rifles convoy in Churachandpur, Manipur is extremely painful & condemnable. The nation has lost 5 brave soldiers including CO 46 AR and two family members.
My condolences to the bereaved families. The perpetrators will be brought to justice soon.
— Rajnath Singh (@rajnathsingh) November 13, 2021
કોઈએ લીધી નથી હુમલાની જવાબદારી
આ ઘટના મ્યાનમાર સરહદ પર આવેલા ચુરાચાંદપુર જિલ્લામાં થઈ છે. હજુ સુધી કોઈ ઉગ્રવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. કથિત રીતે ઉગ્રવાદીઓએ સુરક્ષાકર્મીઓને લઈને જઈ રહેલા એક કાફલા પર હુમલો કર્યો હતો. સેનાના સૂત્રો અનુસાર કાફલામાં ત્વરિત પ્રતિક્રિયા દળની સાથે અધિકારીના પરિવારના સભ્યો પણ હતા.
મુખ્યમંત્રી એન બીરેન સિંહે ટ્વીટ કર્યુ, '46 એઆરના કાફલા પર આજે થયેલા કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરુ છું, જેમાં સીઓ અને તેમના પરિવાર સહિત કેટલાક જવાનોના મોત થયા છે. રાજ્ય દળ અને અર્ધસૈનિક ઉગ્રવાદીઓને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અપરાધિઓને સજા આપવામાં આવશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે