Manipur: દયા માટે કરગરી રહી હતી મહિલાઓ, હેવાનોએ નગ્ન કરીને જાહેરમાં પરેડ કરાવી, Video વાયરલ
Manipur Viral Video: મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો બુધવારે સામે આવ્યા બાદ રાજ્યના પહાડી વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ચાર મેના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય પક્ષના કેટલાક વ્યક્તિ એક સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવી રહ્યા છે.
Trending Photos
Manipur Viral Video: મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવવાનો વીડિયો બુધવારે સામે આવ્યા બાદ રાજ્યના પહાડી વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ચાર મેના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય પક્ષના કેટલાક વ્યક્તિ એક સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવી રહ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી.
ઈન્ડિજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના ગુરુવારના પ્રસ્તાવિત માર્ચના એક દિવસ પહેલા આ વીડિયો સામે આવ્યો. આઈટીએલએફના એક પ્રવક્તાના જણાવ્યાં મુજબ ધૃણિત ઘટના ચાર મેના રોજ કાંગપોકપી જિલ્લામાં ઘટી અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુરુષો અસહાય મહિલાઓની સાથે સતત છેડછાડ કરી રહ્યા છે અને તે મહિલાઓ રડી રહી છે અને તેમની પાસે કરગરી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રવક્તાએ ધૃણિત કૃત્યની ટીકા કરતા એક નિવેદનમાં માંગણી કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અપરાધને ગંભીરતાથી લે અને અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. કુકી જે આદિવાસીઓ ગુરુવારે ચુરચાંદપુરમાં પ્રસ્તાવિત વિરોધ માર્ચ દરમિયાન આ મુદ્દાને ઉઠાવવાની યોજના ઘડી રહ્યા છે.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગણીના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લામાં આદિવાસી એકજૂથતા માર્ચના આયોજન બાદ ઘર્ષણ શરૂ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના જીવ ગયા છે. અનેક લોકો ઘાયલ થયા છે.
મણિપુરની વસ્તીમાં મેઈતી સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે. આ સમુદાય મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. આદિવાસી નગા અને કુકી 40 ટકા છે. તેઓ મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે