મહાત્મા ગાંધીની હત્યા અને બાબરી મસ્જીદ વિધ્વંસ એક સમાન ઘટના: મણિશંકર ઐય્યર

કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે બાબરી મસ્જીદને તોડી પાડવામાં આવી ત્યારે સંવિધાનની હત્યા થઇ હતી

મહાત્મા ગાંધીની હત્યા અને બાબરી મસ્જીદ વિધ્વંસ એક સમાન ઘટના: મણિશંકર ઐય્યર

નવી દિલ્હી : અયોધ્યા મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને 10 જાન્યુઆરીએ તે મુદ્દે સુનવણી થશે પરંતુ આ મુદ્દે રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. આ કડીમાં દિલ્હીમાં એક શા બાબરી મસ્જિદ કે નામથી થયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનાને સંવિધાનની હત્યા ગણાવી હતી. 

જો કોંગ્રેસે ઇચ્છ્યું હોત તો બાબરી મસ્જીદ ન તુટી હોત.
મણિશંકર અય્યરે બાબરી મસ્જીદને તોડી પાડવાનાં મુદ્દે પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે, તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. જો તે ઇચ્છતી તો 6 ડિસેમ્બર 1992નાં રોજ બાબરી મસ્જીદ ન તુટી હોત. દિલ્હીમાં ગાલીબ ઇનસ્ટીટ્યુટમાં આ કાર્યક્રમનું આયોજન સોશિયલ ડેમોક્રેટ પાર્ટી ઓફ ઇન્ડિયા (SDP)એ કર્યું હતું. જેમાં અનેક પ્રખ્યાત શાયર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવ પણ હાજર રહ્યા હતા. 

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે એક પછી એક નિવેદન આપ્યા હતા. અય્યરે કહ્યું કે, જે દિવસે બાબરી મસ્જીદને શહીદ કરવામાં આવી, તે દિવસે ભારતનાં ઇમાનને પણ શહીદ કરી દેવામાં આવ્યું. અય્યર એટલે નહોતા અટક્યા પરંતુ તેમણે સવાલ કર્યો કે 1992માં જે શરમજનક ઘટના બની તેનાથી ખરાબ બીજુ શું હોઇ શકે છે. અય્યરે મહાત્મા ગાંધીની શહાદત અને બાબરી મસ્જીદને તોડી પાડવી બંન્ને ઘટનાઓને એક સમાન ગણાવી હતી. તેમણે કહ્યું કે શું મુસલમાન આ દેશમાં સુરક્ષીત રહી શકે છે ? 

રાજા દશરથનાં મહેલમાં 10 હજાર રૂમ હતા.
મણિશંકર અય્યરે કહ્યું કે, તમે મંદિર બનાવો અમે વિરુદ્ધ નથી, પરંતુ તમે તેવું કઇ રીતે કહી શકો કે મંદિર ત્યાં જ બનાવીશું. જ્યારે રાજા દશરથનાં મહેલમાં 10 હજાર રૂમ હતા, કોને ખબર રામજી કયા રૂમમાં પેદા થયા હતા. આ પ્રસંગે એસડીપીઆઇનાં નેશનલ કન્વીનર તસ્લીમ રહેમાનીએ પણ પોતાનાં ભાષણને વિવાદિત બનાવવામાં કોઇ કસર નહોતી છોડી. રહેમાનીએ કહ્યું કે, 1992માં મસ્જીદને શહીદ કરવામાં આવી, સૌએ એક થઇને કહ્યું કે, જુલમ થયો છે. 6 ડિસેમ્બર 1992 નાં રોજ અડધાથી વધારે દેશનાં મુસ્લિમોના ઘરે ચુલો નહોતો સળગ્યો. તેમણે સરકારો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તે મસ્જીદ કે તેને તુટતા આખા વિશ્વએ જોઇ છે. તેના ન્યાય વિશે કોઇ વાત નથી કરી રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news