કોંગ્રેસની પ્રવક્તાને દીકરી પર રેપ કરવાની ધમકી આપનારો પકડાયો અમદાવાદથી
કોંગ્રેસી નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને 2 જુલાઈના દિવસે સોશિયલ મીડિયા પર તેની દીકરી સાથે રેપ કરવાની ધમકી આપવામાં આવી હતી
Trending Photos
અમદાવાદ : કોંગ્રેસી નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને 2 જુલાઈના દિવસે સોશિયલ મીડિયા પર તેની દીકરી સાથે રેપ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં આખરે ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલે ગોરેગાંવ પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માગી હતી. આ મામલામાં ગૃહ મંત્રાલયે પણ રસ લીધો હતો અને ગૃહ મંત્રાલયના આદેશ પર મુંબઇ પોલીસએ કેસ દાખલ કરી લીધો હતો. ગિરીશના ટ્વિટર પાસેથી એ માણસની જાણકારી માગવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદથી ગોરેગાંવ પોલીસે આરોપી ગિરીશની ધરપકડ કરી લીધી હતી. એની પર પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Mumbai Police arrests a man from Ahmedabad, on charges of threatening Congress spokesperson Priyanka Chaturvedi via Twitter. (File pic) pic.twitter.com/ZpZN1b7oAs
— ANI (@ANI) July 5, 2018
પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે દિલ્હી અને મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો અને દોષિત સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી જેથી સમાજમાં એક દાખલો બેસી શકે. પ્રિયંકા ચતુર્વેદીએ દિલ્હી ગૃહ મંત્રાલય તેમજ ગૃહ મંત્રી રાજનાથ સિંહનો આભાર માનતું ટ્વીટ કર્યું હતું.
I would like to thank @MumbaiPolice , @DelhiPolice , especially @IPSMadhurVerma and @CPDelhi . Also my gratitude to @HMOIndia & @rajnathsingh ji for taking this up.
— Priyanka Chaturvedi (@priyankac19) July 5, 2018
અગાઉ 2 જુલાઈના દિવસે પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટર પર આ વાત શેયર કરી હતી. જેમાં એક ટ્રોલરે તેમની 10 વર્ષની દીકરી પર બળાત્કાર કરીને તેમની શાન ઠેકાણે લાવવાની ધમકી આપી હતી. પોલીસે યોગ્ય પગલાંની ખાતરી આપ્યા બાદ અમદાવાદથી ગિરીશની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે