બંગાળમાં ભાજપ માટે મોટો ઝટકો? ઘટી જશે સાંસદો કે શું....ટીએમસીએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદો ટીએમસીના સંપર્કમાં છે અને લોકસભામાં જલદી ભાજપની તાકાત ઘટી જશે.
Trending Photos
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદો ટીએમસીના સંપર્કમાં છે અને લોકસભામાં જલદી ભાજપની તાકાત ઘટી જશે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 240 બેઠકો પર જીત મળી છે. જ્યારે હાલ ટીડીપી, જેડીયુ, જેવા અનેક પક્ષો સાથે મળીને કેન્દ્રમાં ગઠબંધન સરકાર ચાલી રહી છે. આવામાં જો તેમના ત્રણ સાંસદો પક્ષપલટો કરે તો મુશ્કેલીઓ થઈ શકે છે. સાકેત ગોખલેના નિવેદન પર બંગાળ ભાજપે પણ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આવા દાવા પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે પાર્ટીની પ્રદેશ શાખા એકજૂથ છે.
લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે બંગાળની 42માંથી 29 બેઠકો જીતી છે. જ્યારે ભાજપની સીટો ગત વખત કરતા ઘટીને 12 થઈ ગઈ. ગઈ ચૂંટણીમાં ભાજપને 18 બેઠકો મળી હતી. ટીએમસીના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ એક્સ પર કહ્યું કે હાલ લોકસભામાં ભાજપની સંખ્યા 240 અને ઈન્ડિયા ગઠબંધનની સંખ્યા 237 છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના ત્રણ સાંસદ અમારા સંપર્કમાં છે અને જલદી એક સુખદ આશ્ચર્ય જોવા મળશે. ત્યારબાદ ભાજપની સંખ્યા ઘટીને 237 થઈ જશે જ્યારે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોની સંખ્યા વધીને 240 થઈ જશે.
Typo. It’ll soon be:
BJP: 237
INDIA: 240
Fun 😀
— Saket Gokhale MP (@SaketGokhale) June 11, 2024
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીનું ગઠબંધન ટકાઉ નથી. તે વધુ દિવસ ચાલશે નહીં. હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ 240 સીટ પર જીત મેળવવાની સાથે બહુમતના આંકડાથી ચૂકી ગઈ, પરંતુ એનડીએએ 293 સીટ સાથે બહુમતનો આંકડો પાર કર્યો. કોંગ્રેસે 99 બેઠક પર જીત મેળવી જ્યારે ઈન્ડિયા ગઠબંધને 234 સીટ મેળવી. ચૂંટણી બાદ બે વિજેતા અપક્ષ ઉમેદવારોએ પણ કોંગ્રેસને સમર્થન આપવાનું વચન આપ્યું. જેનાથી વિપક્ષી ગઠબંધનની સંખ્યા વધીને 236 થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે