હડતાળિયા ડોક્ટરોની જીદ સામે CM મમતા બેનરજીએ નમતું જોખવું પડ્યું, કેમેરા સામે થશે બેઠક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠકના જીવંત પ્રસારણ (લાઈવ કવરેજ) માટે મંજૂરી આપી દીધી.

હડતાળિયા ડોક્ટરોની જીદ સામે CM મમતા બેનરજીએ નમતું જોખવું પડ્યું, કેમેરા સામે થશે બેઠક

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠકના જીવંત પ્રસારણ (લાઈવ કવરેજ) માટે મંજૂરી આપી દીધી. અઠવાડિયાથી ચાલી રહેલા ગતિરોધના ઉકેલ માટેનો હવે રસ્તો સાફ થયો છે. અગાઉ રાજ્ય સરકારે બેઠકના જીવંત પ્રસારણની હડતાળી ડોક્ટરોની માગણી ઠુકરાવી દીધી હતી. આ બેઠક આજે થવાની હતી. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રી બેઠકના લાઈવ કવરેજ માટે સહમત થઈ ગયા છે. આ બેઠક હાવડામાં રાજ્ય સચિવાલય નજીક આવેલા એક સભાગારમાં થશે. 

સમગ્ર પશ્ચિમ બંગાળના જૂનિયર ડોક્ટરો સ્થાનિક એનઆરએસ મેડિકલ કોલેજ  અને હોસ્પિટલમાં કાર્યકત પોતાના બે સહકર્મીઓ પર થયેલા હુમલાના વિરોધમાં હડતાળ પર છે. આરોપ છે કે બંને જૂનિયર ડોક્ટરો પર એક દર્દીના પરિજને હુમલો કર્યો હતો. આ દર્દીનું ગત અઠવાડિયે મોત થયું હતું. 

જુઓ LIVE TV

આ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરોને વાતચીત માટે સોમવારે ઔપચારિક રીતે આમંત્ર્યા હતાં. ચિકિત્સા શિક્ષણ વિભાગના ડાઈરેક્ટર પ્રદીપ મિત્રાએ કહ્યું કે ના, મીડિયાને અંદર જવાની મંજૂરી નહીં મળે. તેમના પત્રમાં તેવો કોઈ ઉલ્લેખ નથી કરાયો.

પ્રદર્શનકારી ડોક્ટરોને આજે સવારે આમંત્રણ મોકલાયું હતું. જો કે ડોક્ટરોએ કહ્યું કે બેઠક અંગે તેમને કોઈ આમંત્રણ મળ્યું નથી. ડોક્ટરોના સંયુક્ત મોરચના પ્રવક્તાએ પત્રકારોને કહ્યું કે સચિવાલય પર દિવસમાં બેઠક અંગે અમને એવું કોઈ આમંત્રણ મળ્યું નથી. આ ભ્રમ પેદા કરવાની ચાલ છે અને અમે સ્પષ્ટ રીતે કહ્યું છે કે બેઠક મીડિયાની હાજરીમાં જ થશે. તેમણે કહ્યું કે સામાન્ય જનતાને પણ એ જાણવાનો હક છે કે બેઠકમાં શું ચર્ચા થઈ. કારણ કે તે જ સૌથી વધુ નુકસાન ઉઠાવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news