PM Modiને મળવા જ્યાં રોકાઇ મમતા, તેની બાજુના બંગલામાં ભાજપ બનાવશે રણનીતિ

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી આજે (બુધવાર) દિલ્હીમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ 4:30 વાગ્યે તેમની મુલાકાત થશે. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જી જે ગૃહમાં રોકાયા હતા

PM Modiને મળવા જ્યાં રોકાઇ મમતા, તેની બાજુના બંગલામાં ભાજપ બનાવશે રણનીતિ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી આજે (બુધવાર) દિલ્હીમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ 4:30 વાગ્યે તેમની મુલાકાત થશે. આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જી જે ગૃહમાં રોકાયા હતા, તે બંગલો ભાજપના નેતા મુકુલ રોયની બરાબર બાજુમાં છે, જેઓ એક સમયે મમતાના નજીકના અથવા જમણો હાથ માનવામાં આવતા હતા. એવામાં ભલે પીએમ મોદી અને મમતાની મિટિંગ નક્કી હોય પરંતુ બંગાળમાં ભાજપે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની સામે રણનીતિ બનાવવા માટે આજે જ મુકુલ રોયના ઘર પર એક જરૂરી બેઠક બોલાવી છે.

આજે સવારે 10:30 વાગ્યે મુકુલ રોય, અર્જૂન સિંહ સહિત કેટલાક અન્ય સાંસદ દિલ્હી પહોંચવાના છે અને ત્યારબાદ મુકુલ રોયના ઘર પર મીટિંગ કરવાના છે. આ મીટિંગ તે સમયે થશે જ્યારે મમતા બેનરજી બાજુના બંગલામાં હાજર હશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news