અંબાલાલની સૌથી ઘાતક આગાહી; આખું અઠવાડિયું મેઘો કરશે તહસનહસ! આ જિલ્લાઓને અપાયું એલર્ટ

Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આવી છે. તેમણે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી પડશે. તો 2થી 5 જુલાઈએ મધ્ય અને દક્ષિણમાં અને 5થી 12 જુલાઈએ અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સિસ્ટમ સક્રિય થશે. ઉપરાંત લો પ્રેશર પણ છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર છે. ઓરિસામાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

1/9
image

અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે જ વાતાવરણમાં ગઈકાલના વરસાદને કારણે ઠંડક પ્રસરી છે. આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

2/9
image

ગુજરાતમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો આજે નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 

ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ

3/9
image

આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા છે.

4/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. 

5/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં પુર આવી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે. જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુર આવી શકે છે.

6/9
image

અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. 

7/9
image

આગાહીકાર અંબાલાલ પટેલના મતે 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. વર્ષોથી આ એક નિશાની રહી છેકે, આવી પરિસ્થિતિ સર્જાય ત્યાર બાદ વરસાદી માહોલ જામે છે. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા.

8/9
image

17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં આ વખતે 45 થી 55 કિલો મીટરની રફતારથી પવન ફૂંકાવવાની શક્યતા છે. આ રીતે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી મોટા જોખમના સંકેત પણ આપી રહી છે.

9/9
image

હાલમાં ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેને કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે. આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.