5 વર્ષમાં રામ મંદિર નથી બનાવી શક્યાને વિદ્યાસાગરની મુર્તિ બનાવવાની વાતો કરે છે: મમતા બેનર્જી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાયમંડ હાર્બરમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે, તમારા ગુંડા નેતા અહીં આવ્યા અને કહ્યું કે બંગાળ કંગાળ છે, શું બંગાળી લોકો કંગાળ હોય છે ?
Trending Photos
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે ડાયમંડ હાર્બરમાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદી રામ મંદિર નથી બનાવી શક્યા અને તમે વિદ્યાસાગરની પ્રતિમા બનાવડાવવા માંગો છો. મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળની જનતા તમારી સામે ભીખ નથી માંગી રહી. તમારા ગુંડા નેતા અહીં આવ્યા અને કહ્યું કે, બંગાળ કંગાળ છે. મમતા બેનર્જીએ સવાલ કર્યો કે શું બંગાળી લોકો કંગાળ હોય છે ?
મમતાએ ગુરૂવારે મથુરાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પણ કોલકાતામાં અમિત શાહનાં રોડ શો દરમિયાન મહાન શિક્ષાવિદ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મુર્તિ તોડવા મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે, આ લોકો ક્યારેક બાબા સાહેબ આંબેડકરની મુર્તિ તોડે છે, ક્યારેક લેનીનની મુર્તિ તોડે છે. મુર્તિઓ તોડવી ભાજપની આદત છે. મંગળવારે બંગાળમાં અમિત શાહના નેતૃત્વમાં તેમણે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મુર્તિ તોડી દીધી. આપણે ભાજપની ગુંડાગર્દીનો જવાબ આપવો પડશે. કોઇ બંગાળી તેમને નહી છોડે.
કોઇ 8-10 સીટ, 20-22 અને કોઇ 35 સીટવાળા PMના સપના જોઇ રહ્યાં છે: PM મોદી
મમતા બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી યુપીની ચૂંટણી રેલીમાં બોલે છેકે અમે વિદ્યાસાગરજીની મુર્તિ બનાવડાવી દઇશું, અમે શું તમારી પાસે પૈસા માંગી રહ્યા છીએ. બંગાળ પાસે પૈસા છે વિદ્યાસાગરની મુર્તિ બનાવવા માટે. 200 વર્ષ જુની હેરિટેજ હતું અમારુ શું તમે પરત કરી શકશો ? જીવ લીધા પછી પરત કરી શકશો ? મારી પાસે તમામ ઘટનાની વીડિયો કોપી છે. હવે તમે આરોપ લગાવી રહ્યા છો કે તૃણમુલનાં લોકોએ બધુ કર્યું છે. આ એવા વડાપ્રધાન છે જે લાખો વખત ખોટુ બોલ્યા છે આવા વડાપ્રધાનને કાન પકડીને ઉઠક બેઠક કરાવવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે