BJP માં ધરખમ ફેરફારની તૈયારી; સરકારનું પણ બદલાશે સ્વરૂપ, ગુજરાતના આ દિગ્ગજ નેતાનું વધી શકે છે કદ

Lok Sabha Election 2024: આ મહિનાના બીજા પખવાડિયાની શરૂઆતમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે. મહિનાના અંતમાં સંસદમાં બજેટ સત્ર શરૂ થશે. આગામી વર્ષે લોકસભા ચૂંટણીને જોતા આ વખતનું બજેટ ચૂંટણીની  દ્રષ્ટિએ ખુબ મહત્વનું રહેશે. તેમાં થનારી જાહેરાતો પર બધાની નજર રહેશે. આ બધા વચ્ચે સરકારને પણ નવું સ્વરૂપ અપાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

BJP માં ધરખમ ફેરફારની તૈયારી; સરકારનું પણ બદલાશે સ્વરૂપ, ગુજરાતના આ દિગ્ગજ નેતાનું વધી શકે છે કદ

Modi Government: લોકસભા ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવામાં લાગેલા ભાજપમાં આ મહિનાના અંતે અનેક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. પાર્ટીની 16-17 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ સંગઠનમાં ફેરફાર સાથે મંત્રી પરિષદમાં પણ ફેરફારની અટકળો છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં ફક્ત એકવાર જ વિસ્તરણ અને ફેરબદલ થયો છે. આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીને જોતા વધુ એક વિસ્તારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

આ મહિનાના બીજા પખવાડિયાની શરૂઆતમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે. મહિનાના અંતમાં સંસદમાં બજેટ સત્ર શરૂ થશે. આગામી વર્ષે લોકસભા ચૂંટણીને જોતા આ વખતનું બજેટ ચૂંટણીની  દ્રષ્ટિએ ખુબ મહત્વનું રહેશે. તેમાં થનારી જાહેરાતો પર બધાની નજર રહેશે. આ બધા વચ્ચે સરકારને પણ નવું સ્વરૂપ અપાય તેવી પૂરેપૂરી સંભાવના છે. સામાજિક અને રાજનીતિક સમીકરણોની સાથે વિભિન્ન રાજ્યો અને વર્ગોના પ્રતનિધિત્વને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી પોતાની સરકારમાં અનેક નવા ચહેરાને જગ્યા આપી શકે છે. કેટલાકને હટાવવામાં પણ આવી શકે છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ બજેટ સત્ર શરૂ થતા પહેલા આ અંગે વિચાર થઈ શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા અને દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં હારના મિક્સ પરિણામોને જોતા ફેરબદલની સંભાવના જતાવવામાં આવી રહી છે. આ સાથે જ કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢ જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં રાજનીતિક જરૂરિયાતો મુજબ પણ ફેરફાર થઈ શકે છે. 

ફેરબદલ હોવાની સ્થિતિમાં જેડીયુ અને શિવસેનાના કોટામાંથી મંત્રી રહી ચૂકેલા નેતાઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓને નવા સહયોગીઓથી ભરવામાં આવી શકે છે. તેમાં એકનાથ શિંદે નેતૃત્વવાળા શિવસેના જૂથને પ્રતિનિધિત્વ મળવાની શક્યતા છે. ચિરાગ પાસવાનની સાથે વધી રહેલી નીકટતા જોતા તેમના માટે પણ જગ્યા બની શકે છે. 

જુઓ લાઈવ ટીવી

ભાજપમાં આ રાજ્યોના નેતાઓની જવાબદારી બદલાવવાની શક્યતા
સૂત્રોના જણાવ્યાં મુજબ ભાવી રણનીતિ હેઠળ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા, ગુજરાતમાંથી વિજય રૂપાણી ઉપરાંત છત્તીસગઢથી રમણ સિંહ, રાજસ્થાનથી વસુંધરા રાજે અને મધ્ય પ્રદેશથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય રાજનીતિમાં આવી શકે છે. તેમાં યેદિયુરપ્પાને સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવેલા છે જ્યારે કેટલાક કેન્દ્રીય પદાધિકારી છે. આ ઉપરાંત કેટલાક નેતાઓને કેન્દ્રીય રાજકારણમાંથી રાજ્યોમાં મોકલવામાં આવી શકે છે. ઓડિશામાં ભાજપ સત્તા માટે પોતાના વિકલ્પને મજબૂત કરી રહ્યો છે. ત્યાં સ્થિતિ બનાવવા માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજસ્થાનમાં ગજેન્દ્ર સિંહ શેખાવત, મધ્ય પ્રદેશમાં નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહ્લાદ પટેલને મોકલવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news