સલામ છે ભારતીય નારીને...શહીદની પત્ની જોબ છોડી ભારતીય સેનામાં લેફ્ટેનન્ટ તરીકે જોડાશે
મુંબઈના શહીદ મેજર પ્રસાદ મહાદિકના પત્નીએ પોતાના પતિને શ્રદ્ધાંજલિ આપવા માટે એવું કરી બતાવ્યું કે આજે બધા તેમના જુસ્સાને સલામ કરી રહ્યાં છે. અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા મેજર પ્રસાદ મહાદિકના પત્ની ગૌરી મહાદિક હવે સેનામાં જોડાવવા જઈ રહ્યાં છે. ગૌરી લેફ્ટેનન્ટ તરીકે ભારતીય સેનામાં જોડાશે.
Trending Photos
નવી દિલ્હી:દેશ માટે પોતાના જીવ કુરબાન કરનારા જવાનોના પરિવારોનું દુખ આપણે ફક્ત મહેસૂસ કરી શકીએ છીએ. તેઓ કઈ રીતે પોતાના પુત્ર, પતિ કે ભાઈઓની કુરબાની બાદ પોતાના પરિવારોની જવાબદારી સંભાળે છે તે સરળ કાર્ય નથી. ખાસ કરીને પત્નીઓ માટે કે જે પતિ શહીદ થતા પોતે દુ:ખી હોવા છતાં પરિવારને સંભાળે છે અને જવાબદારીઓ ઉઠાવે છે. આવી જ એક બહાદુર વીરાંગનાની મિસાલ છે ગૌરી પ્રસાદ મહાદિક. મુંબઈના શહીદ મેજર પ્રસાદ મહાદિકના પત્નીએ પોતાના પતિને શ્રદ્ધાંજલિ આપવા માટે એવું કરી બતાવ્યું કે આજે બધા તેમના જુસ્સાને સલામ કરી રહ્યાં છે. અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા મેજર પ્રસાદ મહાદિકના પત્ની ગૌરી મહાદિક હવે સેનામાં જોડાવવા જઈ રહ્યાં છે. ગૌરી લેફ્ટેનન્ટ તરીકે ભારતીય સેનામાં જોડાશે.
ગોરીના પતિ પ્રસાદ અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં લાગેલા ઈન્ડો ચાઈના શેલ્ટરમાં આગ લાગવાના કારણે માર્યા ગયા હતાં. મેજર પ્રસાદ બિહાર રેજિમેન્ટની 7મી બટાલિયનમાં તહેનાત થયેલા ઉત્તમ અધિકારીઓમાંથી એક હતાં. વિરારમાં રહેતી ગૌરીને જ્યારે પતિના મોતના સમાચાર મળ્યાં તો તેણે હાર ન માની અને આર્મીમાં જોડાવવાનું નક્કી કર્યું. વ્યવસાયથી તે વકીલ હતા પરંતુ પતિના મોત બાદ જોબ છોડી અને આર્મ્ડ ફોર્સ જોઈન્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી. તેમણે બીજા પ્રયત્નમાં વિધવા કેટેગરીમાંથી Services Selection Board (SSB)ની પરિક્ષા પાસ કરી. 16 ઉમેદવારોને પછાડીને તેમણે પરિક્ષામાં ટોપ કર્યું.
#WATCH: Late Army Major Prasad Mahadik's wife Gauri Mahadik, who will join Indian Army next year, says, "he always wanted me to be happy & smiling. I decided I'll join the forces, I'll wear his uniform, his stars on our uniform. Our uniform because it will be his and my uniform". pic.twitter.com/vrCGdn5ZfA
— ANI (@ANI) February 24, 2019
ગૌરી પ્રસાદ મહાદિક એપ્રિલથી ભારતી સેના (ચેન્નાઈ)માં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી સાથે જોડાશે. આ દરમિયાન તેમની 49 અઠવાડિયાની ટ્રેનિંગ શરૂ થશે. ત્યારબાદ ગૌરીને સેનામાં લેફ્ટેનન્ટ તરીકે સામેલ કરવામાં આવશે. જોબ છોડીને ભારતીય સેનામાં જોડાવવાના નિર્ણય પર ગૌરીએ કહ્યું કે તે પતિના મોત બાદ રડીને બેસી રહેવા નહતા માંગતા પરંતુ સેનામાં જોડાઈને પતિને પ્રાઉડ મહેસૂસ કરાવવા માંગતા હતાં. તેમણે પતિના મોતના 10 દિવસ બાદ જ સેનામાં જોડાવવાનો નિર્ણય લઈ લીધો હતો
ગૌરીએ કહ્યું કે તેઓ હંમેશા મને ખુશ અને હસતી જોવા માંગતા હતાં. મેં નિર્ણય લીધો કે હું ફોર્સ જોઈન કરી, હું તેમનો યુનિફોર્મ, તેમના સ્ટાર્સ પહેરીશ, હવે તે તેમનો કે મારો નહીં પરંતુ અમારો યુનિફોર્મ હશે. અત્રે જણાવવાનું કે ગૌરી પ્રસાદ મહાદિકે 2015માં મેજર પ્રસાદ મહાદિક સાથે લગ્ન કર્યા હતાં. તેઓ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારમાં પતિના પરિવાર સાથે રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે