મેજરની પત્નીની હત્યા મુદ્દે મેજરની ધરપકડ, આખરી વખત મૃતકા સાથે દેખાયો હતો: સુત્ર
શનિવારે 30 વર્ષનાં શૈલજા દ્વિવેદીની કારની અંદર સર્જીકલ બ્લેડથી ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી
Trending Photos
નવી દિલ્હી : દિલ્હી છાવણી વિસ્તારમાં એક મેજરની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના આરોપી મેજર નિખિલ હાંડાને દિલ્હી પોલીસે રવિવારે ધરપકડ કરી લીધી હતી. મેજર નિખિલને મેરઠથી પકડવામાં આવ્યા. સુત્રોનું કહેવું છે કે આખરી વખત મેજર હાંડાને મેજર પત્ની શૈલજાની સાથે દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે 30 વર્ષની શૈલજા દ્વિવેદીની કારની અંદર સર્જિકલ બ્લેડથી ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી, ત્યાર બાદ લાશને ગાડીથી બહાર ફેંકીને તેને માર્ગ અકસ્માત દેખાડવા માટે તેની પર ગાડી પણ ચડાવી દીધી હતી. દિલ્હી પોલીસનું કહેવું હતું કે ટુંકમાં જ આ કેસનો ખુલાસો કરી દેશે.
શનિવારે કેંટ મેટ્રો સ્ટેશનથી આશરે 100 મીટર દુર બરાર સ્કાયરની પાસે પોલીસને એક મહિલાની લાશ મળી હતી. સ્થાનીક લોકોની માહિતી મળ્યા બાદ પહોંચેલી પોલીસને શરૂઆતી તપાસમાં લાગ્યું કે આ માર્ગ દુર્ઘટનાનો કિસ્સો છે. મહિલાની લાશ પર ગાડી ચડાઇ હતી અને ટાયર પર લાગેલ લોહીનાં નિશાન ઘટના સ્થળ પર જતા દેખાયા હતા, જો કે જ્યારે પોલીસે ધ્યાન દીધું તો જોયું કે મહિલાનાં ગળા પર કટનો નિશાન હતો. નિશાનને જોઇને અંદાજ લગાવવામાં આવી શકતો હતો કે ગળાને સર્જીકલ બ્લેડથી કાપવામાં આવ્યું હતું.
પોલીસ મહિલાની ઓળખ કરી શકી હોત, તેને પહેલા જ આર્મીના એક મેજર અમિત દ્વિવેદી નારાયણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતાની પત્ની ગુમ થવાની ફરિયાદ સાથે પોતાનાં એક સાથી મેજરનું નામ લીધું. પોલીસે જ્યારે લાશની તસ્વીર મેજરને દેખાડી તો તેને મહિલાની ઓળખ પોતાની પત્ની શૈલજા દ્વિવેદી તરીકે કરાવી હતી.
મેજર અમિતે પોલીસને જણાવ્યું કે, થોડા સમય પહેલા જ્યારે તેઓ નાગાલેન્ડના દીમાપુરમાં ફરજ પર હતા, તો શૈલજાની મિત્રતા ત્યાનાં એક અન્ય અધિકારી સાથે થઇ હતી. અમિતે આ હત્યા પાછળ તે જ અધિકારીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. પશ્ચિમી જિલ્લાનાં ડીસીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, મહિલાનાં પતિ સાથે વાત કર્યા બાદ પોલીસને ઘણા મહત્વનાં પુરાવા મળ્યા હતા. હત્યારો પરિવારનો ખુબ જ જાણકાર હતો. હત્યાનું કારણ પણ જાણી શકાયું નથી. ટુંકમાં જ આ મુદ્દે ખુલાસો કરી દેવામાં આવશે.
સવારે 10 વાગ્યે શૈલજા આર્મીની ગાડીથી દિલ્હી કૈંટના બેઝ હોસ્પિટલમાં ફિઝિયથેરાપી માટે ગયા હતા. હોસ્પિટલ ગયા બાદ શૈલજાએ આર્મીની ગાડીને પાછી મોકલી હતી, ત્યાર બાદ તેઓ કોઇની સાથે ગાડીમાં હોસ્પિટલથી નિકળી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે