મહારાષ્ટ્ર : સેનાના સૌથી મોટા હથિયાર ભંડારમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 11 ઘાયલ

સેનાના સૌથી મોટા ડેપોમાં થયેલા આ ધમાકામાં એક શખ્શની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ધમાકાને પગલે આ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. 

મહારાષ્ટ્ર : સેનાના સૌથી મોટા હથિયાર ભંડારમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 11 ઘાયલ

મુંબઇ : મહારાષ્ટ્રના વર્ધામાં પુલગાવ સ્થિત આર્મી ડેપોમાં મંગળવારે સવારે એકાએક ધમાકો થતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ધમાકામાં ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે અન્ય 11 ઘાયલ થયા છે. જ્યારે ઘાયલ એક શખ્સની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, જૂના વિસ્ફટકોના નિકાલ દરમિયાન આ ધમાકો થયો હતો. આ ધમાકાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. 

અહીં નોંધનિય છે કે, 2016માં પણ આર્મી ડેપોમાં એક ધમાકો થયો હતો. જેમાં 17 જવાનોના મોત થયા હતા. આ વખતે પુલગાંવના આ ડેપોમાં 2 અધિકારીઓ સહિત 15 જવાનોના મોત થયા હતા.

આ ઉપરાંત 19 લોકો આ ધમાકામાં ઘાયલ થયા હતા. આ દુર્ઘટના મોડી રાતે ગોળાબારૂદમાં આગ લાગતાં થયો હતો. જેને પગલે ભીષણ આગ લાગી હતી. આપને જણાવી દઇએ કે આ સૌથી મોટો સૈન્ય ભંડાર છે. અહીં સેનાના હથિયાર, બોમ્બ અને અન્ય વિસ્ફટકો રાખવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news