મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ, સવારે પોઝિટિવ હોવાના હતા સમાચાર

એકબાજુ ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો છવાયા છે ત્યાં બીજી બાજુ સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ છે. 

મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ, સવારે પોઝિટિવ હોવાના હતા સમાચાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. એકબાજુ ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો છવાયા છે ત્યાં બીજી બાજુ સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ હતા. કોંગ્રેસના નેતા કમલનાથે આ જાણકારી મીડિયાને આપી હતી. તેમણે મીડિયા સાથે સંવાદ દરમિયાન કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ છે અને હાલ તેઓ હોમ આઈસોલેટ છે. જો ગણતરીના કલાકોમાં એવા સમાચાર આવ્યા કે તેમનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. 

No description available.

સીએમ ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સવારે એવા પણ સમાચાર આવ્યા હતા કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ છે.પણ ત્યારબાદ બપોરે એવા સમાચાર આવ્યા કે તેમનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. અત્રે જણાવવાનું કે આજે જે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેમાં તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી ભાગ લીધો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2022

રાજ્યપાલ પણ કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ કોરોના પોઝિટિવ થયા છે. તેઓને હાલ સારવાર અર્થે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

— ANI (@ANI) June 22, 2022

સંજય રાઉતે આપ્યા આ સંકેત
કેબિનેટ મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના બળવાખોર તેવરના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. આ બધા વચ્ચે એવી પણ અટકળો હતી કે વિધાનસભા ભંગ થઈ શકે છે. જે અંગે હવે શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને સંકેત પણ આપી દીધા છે. 

— Sanjay Raut (@rautsanjay61) June 22, 2022

સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે 'મહારાષ્ટ્રમાં હાલનો રાજકીય ઘટનાક્રમ વિધાનસભા ભંગ થવા તરફ જઈ રહ્યો છે.' વાત જાણે એમ છે કે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો દાવો છે કે તેમની સાથે 40 વિધાયકો છે. હજુ પણ કેટલાક વિધાયકો શિંદે તરફ ઝૂકી શકે છે. 

અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એકનાથ શિંદેને મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે અમારી સતત તેમની સાથે વાત થઈ રહી છે અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે અમારી પ્રતિષ્ઠા વધુ મહત્વની છે. વધુમાં વધુ અમારી સત્તા જશે પરંતુ પ્રતિષ્ઠા સૌથી ઉપર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news