મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટની કેન્દ્ર, CM અને Dy.CMને નોટીસ, આવતીકાલે ફરી થશે સુનાવણી

મહારાષ્ટ્રમાં દેવેંન્દ્ર ફડણવીસ સરકાર વિરૂદ્ધ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે કેંદ્વ, મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમને નોટીસ જાહેર કરી દીધી. હવે આ મામલે સોમવારે સવારે 10:30 વાગે સુનાવણી થશે. કોર્ટે આજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના વકીલો દ્વારા જે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગને નકારી કાઢી.

મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટની કેન્દ્ર, CM અને Dy.CMને નોટીસ, આવતીકાલે ફરી થશે સુનાવણી

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં દેવેંન્દ્ર ફડણવીસ સરકાર વિરૂદ્ધ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર, મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમને નોટીસ જાહેર કરી દીધી. હવે આ મામલે સોમવારે સવારે 10:30 વાગે સુનાવણી થશે. કોર્ટે આજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના વકીલો દ્વારા જે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગને નકારી કાઢી. કોર્ટે કહ્યું કે સોમવારે આ મામેલ ગર્વનર (કેન્દ્ર) સીએમ અને ડેપ્યુટી સીએમ રાજ્યપાલને સોંપવામાં આવેલા દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યા.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની કોર્ટમાં સુનાવણી માટે અરજીકર્તા એનસીપી દ્વારા અભિષેક મનુ સિંઘવી અને શિવસેના દ્વારા કપિલ સિબ્બલ કોર્ટમાં રજૂ થયા છે. તો બીજી તરફ કેંદ્વ સરકાર તરફથી એડિ. સોલિસીટર જનરલ તુષાર મહેતા રજૂ થયા. તો બીજી તરફ ભાજપના ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી કોર્ટમાં રજૂ થયા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણ અને રણદીપ સુરજેવાલ હાજર રહ્યા. 

કોર્ટમાં શુ-શું થયું
સુપ્રીમ કોર્ટ સોમવારે સવારે 10:30 વાગે સોલિસીટર જનરલને દેવેંદ્વ ફડણવીસ દ્વારા રાજ્યપાલ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ કોર્ટમાં પ્રસ્તુત કરવા માટે કહ્યું. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આવતીકાલે સુનાવણી થશે. કોર્ટે બધી પાર્ટીઓને નોટીસ જાહેર કરી છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને કેંદ્વને લેટર રજૂ કરવા માટે કહ્યું. મુકુલ રોહતગીએ કહ્યું વિધાનસભા કોર્ટને સન્માન આપે અને કોર્ટને પણ સદન સન્માન આપવું જોઇએ. જસ્ટિસ રમનાએ કહ્યું કે 'મિસ્ટર રોહતગી સુપ્રીમ કોર્ટ પહેલાં જ આ મુદ્દાને સેટલ કરી ચૂકી છે, રાજ્યપાલ કોઇને પણ મુખ્યમંત્રી પદના શપથ અપાવી શકે છે. 

ભાજપના ધારસભ્યો અને કેટલાક અપક્ષોના વકીલ મુકુલ રોહતગી, પ્રશ્ન એ છે કે શું સુપ્રીમ કોર્ટ રાજ્યપાલને તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહી શકાય છે. રોહતગી તેના પર દલીલ આપી રહ્યા છે. પરંતુ તે પહેલાં કોર્ટે ઘણા અવસરો પર આમ કરી ચૂક્યા છે. સિંઘવીએ કહ્યું કે અજીત પવાર દ્વારા હસ્તાક્ષરિત કોઇપણ પત્ર અમાન્ય અને ભ્રામક છે. એસઆર બોમ્બે કેસનો હવાલો આપતાં સિંઘવીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટ સૌથી સારો નિર્ણય છે. સિંઘવીએ કર્ણાટકના કેસનો હવાલો આપ્ય કે ફ્લોર ટેસ્ટ સારી રીત છે. ઝારખંડ કર્ણાટક અને ગોવાનું ઉદાહરણ આપ્તાં સિંઘવીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઇએ. 

સિંઘવીએ કહ્યું કે 1998માં યુપીના કેસમાં 2018માં કર્ણાટક કેસનું ઉદાહરણ આપી રહ્યા છે જેમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો. સિંઘવીએ એ પણ કહ્યું કે 1998માં યુપીના કેસમાં 2018માં કર્ણાટક કેસનું ઉદાહરણ આપી રહ્યા છે જેમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો. 

શિવસેના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે અમે લોકો આજે જ બહુમત સાબિત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું પરંતુ મુદ્દો એ છે કે બહુમત તેમને સાબિત કરવો જોઇએ. ભાજપના ધારસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ અરજીનો વિરોધ કરતાં કહ્યું કે કોઇ રાજકીય પાર્ટી 32 હેઠળ પીટીશન કેવી રીતે દાખલ કરી શકે છે. કપિલ સિબ્બલે કહ્યું કે આજે જ બહુમત પરીક્ષણની અનુમતિ આપવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news