Crime News: મહિલાનો આરોપ, મારા 'માસિક લોહી'ને સાસરીયાઓએ 50 હજારમાં વેચ્યું..વિગતો જાણીને હચમચી જશો

Maharashtra: મહારાષ્ટ્રના પુના શહેરના વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનમાં એક 27 વર્ષની મહિલાએ તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કોઈ દહેજ સંબંધિત કે પરેશાન કરનારી કે મારપીટ સંબંધિત નહતી. મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર અને અન્ય પિતરાઈ દિયર વિરુદ્ધ આરોપ છે કે તેમણે તેના માસિક લોહીને બજારમાં 50 હજાર રૂપિયામાં વેચ્યું છે. 

Crime News: મહિલાનો આરોપ, મારા 'માસિક લોહી'ને સાસરીયાઓએ 50 હજારમાં વેચ્યું..વિગતો જાણીને હચમચી જશો

પુના: મહારાષ્ટ્રના પુના શહેરના વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનમાં એક 27 વર્ષની મહિલાએ તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કોઈ દહેજ સંબંધિત કે પરેશાન કરનારી કે મારપીટ સંબંધિત નહતી. મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, દિયર અને અન્ય પિતરાઈ દિયર વિરુદ્ધ આરોપ છે કે તેમણે તેના માસિક લોહીને બજારમાં 50 હજાર રૂપિયામાં વેચ્યું છે. આ કામ જાદુટોણા માટે કરવામાં આવ્યું છે. 

મહિલાએ કર્યા હતા પ્રેમ લગ્ન
મહારાષ્ટ્રના પુના શહેરથી આ શરમજનક મામલો સામે આવ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે. આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર નરબલિ અને અન્ય અમાનવીય અઘોરી અને જાદુટોણા વિરુદ્ધ કાનૂન હેઠળ કેસ દાખલ કરાયો છે. પીડિતા બે વર્ષ પહેલા લવ મેરેજ કરીને તેમના ઘરની વહુ બની હતી ત્યારથી જ સાસરીવાળાના અઘોરી વિદ્યાના ચક્કરથી કંટાળેલી હતી. 

આ રીતે ભેગું કર્યું લોહી
લગ્ન બાદથી જ સાસરીવાળા અંધવિશ્વાસુ અને જાદુટોણાના કારણે પુત્રવધુને પરેશાન કરતા રહ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે માસિક વખતે વહુના હાથ પગ બાંધીને તેના માસિક લોહી રૂથી શોષી લઈને શીશીમાં ભરીને બજારમાં વેચવામાં આવ્યું. પીડિતાએ આ વાત પહેલા તેના માતા પિતાને કરી અને ત્યારબાદ તેમની સલાહ લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. 

મહિલા આયોગે કાર્યવાહીના આપ્યા આદેશ
આ મામલે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે આ ઘટનાને વિભત્સ અને વિકૃત માનસિકતાવાળું કૃત્ય  ગણાવ્યું અને જલદી તથા કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા. આ અગાઉ પણ જાદુટોણાના કેટલાક કેસ પુનામાં સામે આવી ચૂક્યા છે. પોલીસ અને મહિલા આયોગે સામાજિક સંગઠનોને પણ અપીલ કરી છે કે કાયદો તો પોતાનું કામ કરશે જ પરંતુ આવા કેસમાં તેઓ પણ પહેલ કરે અને આ અઘોરી પ્રથાઓ તથા અંધવિશ્વાસ વિરુદ્ધ સમાજને જાગૃત કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news