મહારાષ્ટ્ર ચૂંટણી: EXCLUSIVE! આગામી 'CM' શિવસેનાનો? દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર  ફડણવીસ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ શિવસેનાનું ગઠબંધન છે. જેમાં  ભાજપ 150 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ZEE NEWSના એડિટર સુધીર ચૌધરી સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની એક્સક્લુઝિવ વાતચીત. ફડણવીસે મહારાષ્ટ્ર ચૂંટણીના અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. ઈન્ટરવ્યુંના કેટલાક અંશ અહીં રજુ કર્યા છે. આખા ઈન્ટરવ્યું માટે ખાસ જુઓ વીડિયો. 
મહારાષ્ટ્ર ચૂંટણી: EXCLUSIVE! આગામી 'CM' શિવસેનાનો? દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર  ફડણવીસ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ શિવસેનાનું ગઠબંધન છે. જેમાં  ભાજપ 150 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ZEE NEWSના એડિટર સુધીર ચૌધરી સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની એક્સક્લુઝિવ વાતચીત. ફડણવીસે મહારાષ્ટ્ર ચૂંટણીના અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. ઈન્ટરવ્યુંના કેટલાક અંશ અહીં રજુ કર્યા છે. આખા ઈન્ટરવ્યું માટે ખાસ જુઓ વીડિયો. 

સવાલ. ગત વખતે ચૂંટણી પહેલા તમારો એક ઈન્ટરવ્યું મે કર્યો હતો. તે સમયે મેં તમને પૂછ્યું હતું કે શું અમે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યાં છીએ? ત્યારે તો એ નક્કી નહતું કે તમે જ મુખ્યમંત્રી બનશો કે નહીં પરંતુ આ વખતે હું શરૂઆત અહીંથી કરું છું. શું આ વખતે પણ અમે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી સાથે વાત કરીએ છીએ?
જવાબ: શું તમારા મનમાં કોઈ શક છે? પીએમ મોદી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજીએ બિલકુલ જાહેરાત કરી દીધી છે અને ભાજપ-શિવસેનાનું જે ગઠબંધન છે તે એક અપ્રત્યાશિત જીત મહારાષ્ટ્રમાં મેળવવા જઈ રહ્યું છે. તેમાં મહારાષ્ટ્રમાં તો કોઈને કોઈ શંકા નથી. મને લાગે છે કે તમને પણ ન હોવી જોઈએ. 

સવાલ: આગામી સવાલ મારો તમને એ છે કે અનેક લોકો કહી  રહ્યાં છે કે કેન્દ્રમાં મોદીજીએ અને અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને જે બાકી કામ કર્યાં તે ઓલરેડી તમારા માટે ગ્રાઉન્ડ વર્ક કરી દીધુ કે આ વખતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર વધુ અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ભાર ઓછો મૂકાઈને ચૂંટણી લડાઈ રહી છે. એટલે કે તમારા માટે તેમણે જમીન પહેલેથી જ તૈયાર કરી દીધી છે. તમને લાગે છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર આ વખતે તમને બહુ મદદ મળવાની છે. મોદીજીની જે છબી છે તેનાથી તમારું 70-80 ટકા કામ તો આમ જ થઈ ગયું. 
જવાબ: જી બિલકુલ, એક વાત તો સ્પષ્ટ છે કે અમારા નેતા મોદીજીની જે છબી છે તે છબીનો ફાયદો મહારાષ્ટ્રમાં અમને 2014માં મળ્યો અને હવે 2019માં પણ મળશે. એ વાત પણ સાચી છે કે 370નો ઐતિહાસિક નિર્ણય જે મોદીજીએ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજીએ કે જેઓ દેશના ગૃહ મંત્રી પણ છે તેમણે લીધો છે. હું એવું માનું છું કે તેનાથી દેશના અને મહારાષ્ટ્રના લોકોમાં એક એવી ભાવના પેદા થઈ કે કોઈ જો આ દેશને આગળ લઈ જઈ શકે તો આ જ લોકો લઈ જઈ શકે છે. તેનો ફાયદો જરૂર થશે પરંતુ ભારતની ચૂંટણીમાં જો તમે અમારું ભાષણ સાંભળશો તો 30 મિનિટમાંથી 26 મિનિટ અમે વિકાસ પર બોલીએ છીએ. શું કર્યું છે, તેના પર વાત કરીએ છીએ. 4 મિનિટ જરૂર અમે 370 પર બોલીએ છીએ અને કેમ ન બોલીએ. દેશમાં આટલો મહત્વનો નિર્ણય લેવાયો. દેશમાં રાષ્ટ્રવાદની ભાવના આ રીતે જ તૈયાર થઈ છે. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ 370 હટાવવાનો વિરોધ કર્યો. 

આખો ઈન્ટરવ્યું જોવા માટે જુઓ VIDEO

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓએ રાજ્યસભામાં તેનો વિરોધ કર્યો, લોકસભામાં તેના નેતાઓ ગાયબ રહ્યાં. તેમણે 370 હટાવવા માટે મતદાન કર્યું નહીં. તેમનો ચહેરો જનતા સામે અમે ઉજાગર કેમ ન કરીએ? જ્યારે આખા ભારતની જનતા ઈચ્છતી હતી કે 370 હટે. જો આ લોકો દેશની ભાવના વિરુદ્ધ કામ કરશે તો તેમના ચહેરા પરનો નકાબ ઉતારવો એ અમારું કર્તવ્ય છે. આથી અમે ભાષણમાં 4 મિનિટ 370ની વાતો કરીએ છીએ અને અમારા નેતા જે પ્રકારે કામ કરે છે તે પણ લોકોને જણાવે છે. 

સવાલ: શું તમે જાણો છો કો મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ વખતે લગભગ એક કરોડ 20 લાખ યુવા મતદારો હશે. તમે યુવા નેતા તરીકે ઓળખાવો છો કારણ કે તમને હજુ ફક્ત 49 વર્ષ થયા છે. પરંતુ એક વધુ યુવા નેતા કે જે 29 વર્ષના છે તે પણ આ વખતે મેદાનમાં છે. તેનું નામ આદિત્ય ઠાકરે છે અને તેઓ પણ કહી રહ્યા છે કે આ વખતે શિવસેનાને પહેલા કરતા વધુ બેઠકો મળશે અને શિવસેનાના નેતા તો એટલે સુધી કહે છે કે આગામી મુખ્યમંત્રી શિવસેનાનો હશે. તમારી તેના પર શું ટિપ્પણી છે?
જવાબ: પહેલી વાત તો એ છે કે આદિત્ય ઠાકરેજીએ જે નિર્ણય લીધો છે તેનું હું સ્વાગત કરું છું. આદિત્ય ચૂંટણી લડી રહ્યાં છે તે સારી વાત છે. ઠાકરે પરિવારે આ અગાઉ નિર્ણય લીધો હતો કે તેઓ પડદા પાછળ રહીને રાજકારણ કરશે, તે પણ તેમનો નિર્ણય છે. હવે આ એક નવી પેઢી છે અને નવી પેઢી ચૂંટણીમાં ઝંપ લાવવા માંગે છે. તેનું સ્વાગત થવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આદિત્ય ઠાકરેજીએ સતત મહારાષ્ટ્રભ્રમણ કર્યું છે, આદિત્યે મહારાષ્ટ્રના પ્રશ્નો સમજ્યા છે. મહારાષ્ટ્રના પ્રશ્નો ઉપર તેમણે પોતાનો મત પણ વ્યક્ત કર્યો છે. એક પ્રકારે તેમને પાર્ટી સંભાળવા માટે જે ચીજોની આવશ્યક્તા છે તે બધી ચીજો કરી રહ્યાં છે અને તે બદલ હું તેમનું સ્વાગત કરું છું. 

જ્યાં સુધી મુખ્યમંત્રી બનવાનો સવાલ છે તો મેં તો તમને પહેલા જ સવાલના જવાબમાં કહી દીધુ કે કોઈના મનમાં કોઈ શંકા નથી કે કોણ મુખ્યમંત્રી બનશે. આદિત્ય સ્વયં નથી બોલતા, ઉદ્ધવ પોતે નથી કહેતા. હવે દરેક પાર્ટીમાં કેટલાક લોકો એવા હોય છે જેમને એવું લાગે છે કે પોતના નેતાઓના વખાણ  કરી નાખે, પોતાના નેતાઓને મોટી મોટી પોઝીશન્સ પણ બતાવી દે, તો તેમનું પણ સીઆર ઠીક થઈ જશે. આવા લોકો બોલતા રહે છે, અમારા મનમાં કોઈ કન્ફ્યુઝન નથી. ભારતીય જનતા પાર્ટી શિવસેનાનું જે ગઠબંધન છે, અમે લોકોએ તમામ ચીજો પરસ્પર નક્કી કરી છે અને તે મુજબ અમે આગળ કામ કરવાના છીએ. 

સવાલ: શું તમને એવું લાગે છે કે તમે આ વખતે પણ શિવસેનાને જેટલી સીટો આપવી જોઈતી હતી તેના કરતા વધુ સીટો આપી દીધી. ગત વખતે તેમણે 63 બેઠકો જીતી હતી. સક્સેસ રેટ 22 ટકા હતો. આ વખતે તમે 124 બેઠકો આપી. 44 ટકા સીટો તમે તેમને આપી દીધી. તમે માનો છો એટલું જોર છે શિવસેનાનું. હાલ મતદારોમાં તેઓ આટલી બેઠકો સાથે ન્યાય કરી શકશે. 
જવાબ: જુઓ જ્યારે અમે ગઠબંધન કરીએ છીએ ત્યારે કેટલોક ફાયદો તેમનો હોય છે, કેટલોક અમારો ફાયદો હોય છે. કેટલુંક નુકસાન તેમનું તો કેટલુંક નુકસાન અમારું હોય છે. અલાયન્સમાં તો ફાયદો-નુકસાન કઈંક ને કઈંક પ્રમાણમાં થતું હોય છે. અલાયન્સને અમે ફાયદા કે ખોટ તરીકે જોતા નથી. દરેક પાર્ટીને લાગે છે કે બીજી પાર્ટીને વધુ જગ્યા મળી. તેમને લાગે છે કે અમને ક્યારે મળી, આ બધુ તો ચાલતું રહે છે. હવે અમારું ગઠબંધન પાક્કુ છે અને અમે લોકો આગળ વધી રહ્યાં છીએ. 

જુઓ LIVE TV

સવાલ: આગળ જતા તેમણે ઉપમુખ્યમંત્રી પદ માંગ્યું તો શું તમે તે માટે ઓપન છો?
જવાબ: હાં જરૂર! કેમ નહીં. જુઓ લોકસભા ચૂંટણી વખતે જે સમયે અમે બેઠા હતાં તે સમયે પણ અમે બેઠા હતાં અને કહ્યું હતું કે જો તમે ઉપમુખ્યમંત્રી બનવા માંગતા હોવ તો અમને કોઈ વાંધો નથી. 

સવાલ: તમે જે બે લોકો સાથે કામ કરી રહ્યાં છો હાલ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને માટે કહેવાય છે કે તેઓ બહુ જ ટફ ટાસ્ક માસ્ટર છે. આ બંને સાથે કામ કરવું કેટલું મુશ્કેલ છે?
જવાબ: બિલકુલ નહીં. તેમની સાથે કામ કરવામાં તમને ઘણું શીખવા મળે છે. પરંતુ વડાપ્રધાનજી જેટલા ઓર્ગેનાઈ્ઝ્ડ વ્યક્તિ મેં મારા જીવનમાં જોયા નથી. દરેક ચીજ તેઓ નક્કી રકે છે અને તેને અનુસરે છે. મેં તેમને ક્યારેય વિચલિત થતા જોયા નથી અને નાની નાની દરેક ચીજ પર તેમની નજર હોય છે. 

એ ખુબ અસાધારણ વાત છે અને આથી મને એવું લાગે છે કે અમારા જેવા લોકોને તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. અમારા જે અધ્યક્ષ છે અમિત શાહજી તેમની પાસેથી પણ નીડરતા શીખવા મળે છે. અમિત શાહ એક એવા વ્યક્તિ છે કે જે ગભરાતા નથી અને ડરતા નથી. પૂરી તાકાત સાથે મહેનત સાથે અને હિંમત સાથે તેઓ મેદાનમાં કૂદે છે અને જે પ્રકારનું પ્લાનિંગ અમિતભાઈનું હોય છે હું માનું છું કે અનેક મેનેજમેન્ટ ગુરુ તેમનાથી તે શીખી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news