Maharashtra: સાંસદ નવનીત રાણાનો મોટો આરોપ, કહ્યું- CM ઉદ્ધવના ઈશારે મારા ઘરનો ઘેરાવ થયો

અપક્ષ ધારાસભ્ય રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રાણાની આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ હાલ સ્થિતિ વણસતી જોવા મળી રહી છે.

Maharashtra: સાંસદ નવનીત રાણાનો મોટો આરોપ, કહ્યું- CM ઉદ્ધવના ઈશારે મારા ઘરનો ઘેરાવ થયો

મુંબઈ: અપક્ષ ધારાસભ્ય રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રાણાની આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ હાલ સ્થિતિ વણસતી જોવા મળી રહી છે. નવનીત રાણાએ સવારે નવ વાગ્યાનો સમય આપ્યો હતો અને તે પહેલા જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘરની બહાર પહોંચી ગયા અને હંગામો મચાવવા લાગ્યા. આ બંનેને મુંબઈ પોલીસે કલમ 149 હેઠળ નોટિસ પાઠવી છે. આમ છતાં દંપત્તિ પાઠ કરવા પર મક્કમ છે. 

ઉદ્ધવ ઠાકરે પર આરોપ
નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સીએમએ બેઠક કરીને શિવસૈનિકોને મારા ઘરે મોકલ્યા. તેમણે કહ્યું કે આપણા મંત્રી બે-અઢી વર્ષથી કોઈ પણ જિલ્લાની મુલાકાતે ગયા નથી. રાજ્યમાં એટલી સમસ્યાઓ છે પરંતુ મુખ્યમંત્રી તેના પર ધ્યાન આપતા નથી. હું 100 ટકા માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરીશ. તેમણે એમ પણ કહ્યું કે અમારા હાથમાં કોઈ લાકડી ડંડા નથી. અમે તો બસ માતોશ્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગીએ છીએ. પરંતુ મુખ્યમંત્રીને તેનાથી પણ પરેશાની છે. મુખ્યમંત્રી બાળા સાહેબના વિચારો  ભૂલી ગયા છે.

અમને કોઈ રોકી શકશે નહીં- નવનીત રાણા
શિવસેનિકોના હંગામા બાદ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે, અમને કોઈ રોકી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે અમારા ઘરની બહાર શિવસૈનિકોએ બેરિકેડ તોડી નાખ્યા છે. આ બધા વચ્ચે નવનીત રાણાના પતિ રવિ રાણાએ કહ્યું કે તેમના ઘરમાં શિવસૈનિકો ઘૂસી રહ્યા છે. અમને માતોશ્રી જતા રોકવામાં આવી રહ્યા છે. પરંતુ અમને કોઈ રોકી શકશે નહીં. અમે માતોશ્રી બહાર જઈશું અને હનુમાન ચાલીસાના પાઠ કરીશું. 

નવનીત રાણાના ઘરની બહાર હંગામો
મુંબઈમાં ખાર વિસ્તારમાં આવેલા સાંસદ નવનીત રાણાના ઘર બહાર મોટી સંખ્યામાં શિવ સૈનિકો પહોંચી ગયા છે. પોલીસે શિવસૈનિકોને રોકવા માટે નવનીત રાણાના ઘરની બહાર  બેરિકેડિંગ કરી હતી પરંતુ 9 વાગતા જ શિવસૈનિકો પોલીસની બેરિકેડિંગ તોડીને ગેટ સુધી પહોંચી ગયા. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. શિવવસૈનિકો નવનીત રાણાને માતોશ્રી જતા રોકી રહ્યા છે. નવનીત રાણા અને તેમના પતિ શુક્રવારે મુંબઈ પહોંચ્યા હતા. 

નવનીત રાણાને આપશે 'મહાપ્રસાદ'
શિવસૈનિકોનું કહેવું છે કે તેઓ નવનીત રાણાના ઘરની બહારથી પાછા ફરશે નહીં. તેમનું કહેવું છે કે નવનીત રાણાના હનુમાન ચાલીસા પઢવાની રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ શિવસૈનિકો નવનીત રાણાને 'મહાપ્રસાદ' આપવાની પણ વાત કરી રહ્યા છે. 

— ANI (@ANI) April 23, 2022

માતોશ્રીની સામે હનુમાન ચાલીસા પઢવાની ખબરની સાથે જ ત્યાં મોટી સંખ્યામાં શિવસૈનિકો ઉપરાંત લોકો પણ પહોંચી ચૂક્યા છે. માતોશ્રીની સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. કોઈ પણ પ્રકારના ઘર્ષણને ખાળવા માટે માલાબરા હિલ્સમાં મુખ્યમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન વર્ષા બહાર પણ ભારે પોલીસફોર્સ તૈનાત છે. અત્રે જણાવવાનું કે શિવસેના નેતાઓએ દંપત્તિને હનુમાન ચાલીસાના જાપ કરવા માટે મુંબઈ આવવાનો પડકાર ફેંક્યો હતો. ચેતવણી આપી હતી કે તેમને શિવસૈનિકો દ્વારા જડબાતોડ જવાબ મળશે. આ બાજુ દંપત્તિની જીદ જોતા ખાર પોલીસે બડનેરાથી અપક્ષ સાંસદ રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રાણાને નોટિસ પાઠવી છે. 

— ANI (@ANI) April 23, 2022

પોલીસની નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા અને રવિ રાણાએ કહ્યું કે તેઓ વિરોધ ઝેલવા માટે તૈયાર છે પરંતુ નિર્ણય બદલશે નહીં. તેમણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે સુરક્ષા વ્યવસ્થા બગડે એટલે અમે લોકોને ત્યાં આવવાની ના પાડી છે. નવનીતે કહ્યું કે હિન્દુત્વના કારણએ જ ઉદ્ધવ ઠાકરે સીએમ પદ પર છે પરંતુ હવે તેઓ પોતાની વિચારધારા ભૂલી ગયા છે. રવિ રાણાએ કહ્યું કે મે હનુમાન જયંતી પર સીએમને હનુમાન ચાલીસાના પાઠમાં આમંત્રિત કર્યા હતા પરંતુ તેઓ વિદર્ભ આવ્યા નહીં. 

Breaking News Updates: सांसद नवनीत राणा के घर के बाहर शिवसेना का प्रदर्शन, पुलिस के साथ झड़प

આ બાજુ મહા વિકાસ આઘાડી સરકારના સાથી એનસીપીએ પણ વિધાયક રાણાના એલાન પર નિવેદન આપ્યું.  તેમણે આરોપ લગાવતા કહ્યું કે સરકારને અસ્થિર કરવા અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે તેઓ આમ કરી રહ્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે મીડિયાને કહ્યું કે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને રામનવમી મનાવવી એ આસ્થાનો વિષય છે દેખાડાનો નહીં. 

તેમણે કહ્યું કે રાણા જેવા લોકો ભાજપ માટે નૌટંકી અને સ્ટંટ કરનારા પાત્ર છે. લોકો આ પ્રકારના સ્ટંટને ગંભીરતાથી લેતા નથી. તેમણે તો રાણા દંપત્તિને 'બંટી અને બબલી' ગણાવી દીધા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news