Maharashtra Lockdown News: રાજ્યમાં લાગી શકે છે 8થી 14 દિવસનું લૉકડાઉન, ટાસ્ક ફોર્સની ભલામણ, ઠાકરે કરશે જાહેરાત

Maharashtra Lockdown Latest News: ટાસ્ક ફોર્સની સાથે વિશેષ બેઠક યોજી છે. તેમાં ટાસ્ટ ફોર્સે રાજ્યમાં કોરોનાની ચેન તોડવા માટે 15 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની ભલામણ કરી છે, જ્યાસે સીએમ ઠાકરે 8 દિવસના લૉકડાઉનના સમર્થનમાં છે. 

 Maharashtra Lockdown News: રાજ્યમાં લાગી શકે છે 8થી 14 દિવસનું લૉકડાઉન, ટાસ્ક ફોર્સની ભલામણ, ઠાકરે કરશે જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ (Corona virus) ને કારણે સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. તેવામાં રાજ્યમાં લૉકડાઉન લગાવવાની સંભાવના વધી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કોરોના ટાસ્ક ફોર્સની સાથે વિશેષ બેઠક યોજી છે. તેમાં ટાસ્ટ ફોર્સે રાજ્યમાં કોરોનાની ચેન તોડવા માટે 15 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની ભલામણ કરી છે, જ્યાસે સીએમ ઠાકરે 8 દિવસના લૉકડાઉનના સમર્થનમાં છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવા અને નિયમો કડક કરવા પર ચર્ચા થઈ છે. બેઠકની શરૂઆતમાં ટાસ્ક ફોર્સે 14 દિવસના લૉકડાઉન વિશે પોતાની ભૂમિકા રાખી છે. બેઠક બાદ કોઈપણ સમયે મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. 

8 કે 15 દિવસનું લૉકડાઉન લગાવવાની ભલામણ
ટાસ્ક ફોર્સે કહ્યુ કે આ લૉકડાઉન ખુબ કડક હશે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુદર ઘટાડવા માટે લૉકડાઉન જરૂરી છે. ટાસ્ક ફોર્સની બેઠકમાં 3 સભ્યોએ 8 દિવસના લૉકડાઉનની વકાલત કરી તો ત્રણ સભ્યોએ 14 દિવસની વાત કહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે લૉકડાઉન વગર કોરોના સંક્રમણની ચેન તૂટશે નહીં.

લૉકડાઉન પહેલા જનતાને મળી શકે છે એક-બે દિવસનો સમય
આ સિવાય બેઠકમાં ટાસ્ટ ફોર્સે રાજ્યમાં બેડની કમી, ઓક્સીજનની કમીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં લૉકડાઉન કે કોઈ મોટો નિર્ણય જાહેર કરતા પહેલા મુખ્યમંત્રી જનતાને એક-બે દિવસનો સમય આપી શકે છે. બેઠકમાં હેલ્થ સેક્રેટરી પ્રદીપ વ્યાસ, ડો. તાત્યારાવ લહાને, સંજય ઓક, ડો અવિનાશ સુપે, ડો શશાંક જોશી, ડો રાહુલ પંડિત હાજર હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news