Maharashtra Live News: મહારાષ્ટ્રમાં સરકારની આગ સળગાવશે NCP? આંખમાં કણાની જેમ ખટકતી બહેન બની કારણ?

Maharashtra Live News : શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut)ના આક્ષેપ પ્રમાણે ભાજપે અજિત પવારને ઇડી મામલે કોર્ટ કેસનો ડર બતાવીને પોતાની તરફ કરી લીધા છે

Maharashtra Live News: મહારાષ્ટ્રમાં સરકારની આગ સળગાવશે NCP? આંખમાં કણાની જેમ ખટકતી બહેન બની કારણ?

મુંબઈ : રાતોરાત મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તાની બાજી પલટાઈ છે. કોઈને કાનોકાન ખબર ન પડે એ રીતે શિવસેનાને લોલીપોપ બતાવીને બીજેપી (BJP) અને એનસીપી (NCP)એ સત્તા બનાવી લીધી છે. આજે સવારે અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સાથે મહારાષ્ટ્રમાં સત્તા બનાવી લીધા છે. (શરદ પવારની પીઠમાં ખંજર માર્યુ ભત્રીજા અજિત પવારે? ટ્વિટ કરીને કર્યો મોટો ધડાકો) આ મામલામાં શરદ પવારે (Sharad Pawar) ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભાજપને ટેકો આપવાનો નિર્ણય અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપીનો નહીં. શરદ પવારની આ ટ્વિટ પરથી એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે ભત્રીજા શરદ પવારે કાકા શરદ પવારને વિશ્વાસમાં લીધા વગર ભાજપને ટેકો આપવાનો નિર્ણય લઈને તેમની પીઠમાં ખંજર માર્યુ છે.

અજીત પવારના આ નિર્ણય પછી મહારાષ્ટ્રમાં અનેક રાજકીય ભૂકંપ આવી ગયા છે. એક ચર્ચા પ્રમાણે અજીત પવારના આ નિર્ણયને કારણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (NCP) તુટી પડશે અને એના બે ફાંટા પડી જશે. એક જૂથ શરદ પવારનું હશે અને બીજું ભત્રીજા અજિત પવારનું. શિવસેનાના નેતા સંજય રાઉતના આક્ષેપ પ્રમાણે ભાજપે અજિત પવારને ઇડી મામલે કોર્ટ કેસનો ડર બતાવીને પોતાની તરફ કરી લીધા છે પણ હકીકત જોઈએ તો અજિત પવાર અને શરદ પવાર વચ્ચે વિખવાદના મૂળ તો બહુ સમય પહેલાં નખાઈ ગયા છે અને એનું કારણ છે શરદ પવાર દ્વારા પક્ષમાં દીકરી સુપ્રિયા સુળેને આપવામાં આવી રહેલું વધારે મહત્વ.

મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં એનસીપીની હાર પછી શરદ પવારની રાજકીય કારકિર્દી પૂર્ણ થવા તરફ છે તેમાં કોઈ શંકા નથી. મુલાયમસિંહની જેમ તેમણે કોરાણે જ બેસી જવાનું છે, પણ તેમનું સ્થાન કોણ લેશે તે હજી નક્કી થયું નથી. મુલાયમસિંહના ભાઈ અને પુત્ર વચ્ચે સ્પર્ધામાં, કાકા અને ભત્રીજાની સ્પર્ધામાં, પુત્ર અને ભત્રીજો ફાવ્યો હતો. અખિલેષે પક્ષ પર કબજો કરી લીધો હતો. એનસીપીમાં લડાઈ પુત્રી અને ભત્રીજા વચ્ચે છે. સુપ્રીયા સુલે રાજકારણમાં સક્રીય થયા છે ત્યારે અજિત પવાર માટે મુશ્કેલી શરૂ થઈ છે. જોકે અત્યાર સુધી શરદ પવાર બંનેને સંભાળીને ચાલતા હતા, પણ છેલ્લા છ મહિનાથી અને લોકસભાની ચૂંટણીની હાર પછી અજિત પવાર અને શરદ પવાર વચ્ચે બોલવાના પણ સંબંધો રહ્યા નહોતા એમ જાણકારો કહે છે.

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news