Maharashtra: 'લેટર બોમ્બ'ની દહેશત, કંઈક તો રંધાઈ રહ્યું છે!, અનિલ દેશમુખ ગૃહ વિભાગના અધિકારીઓને મળ્યા

શહેરના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh) ના 'લેટર બોમ્બ' અને 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)  સોમવારે સરકારી નિવાસ સ્થાનેથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા.

Maharashtra: 'લેટર બોમ્બ'ની દહેશત, કંઈક તો રંધાઈ રહ્યું છે!, અનિલ દેશમુખ ગૃહ વિભાગના અધિકારીઓને મળ્યા

મુંબઈ: શહેરના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh) ના 'લેટર બોમ્બ' અને 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)  સોમવારે સરકારી નિવાસ સ્થાનેથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગૃહ વિભાગના કેટલાક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અનિલ દેશમુખ રાતે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં હાજર રહ્યા હતા અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે તાબડતોબ બેઠક કરી. 

મીડિયાના સવાલોથી બચતા જોવા મળ્યા દેશમુખ
સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ત્રણ કલાક રહ્યા તે દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh)  ગૃહ વિભાગના અધિકારીઓ સાથે કઈ વાતે  ચર્ચા કરી, એ જાણકારી સામે આવી નથી. ગેસ્ટ હાઉસની બહાર નીકળ્યા ત્યારે અનિલ દેશમુખ મીડિયાના સવાલોથી બચતા જોવા મળ્યા. ત્યારબાદ 11 વાગે તેઓ જ્ઞાનેશ્વરી સ્થિત પોતાના સરકારી નિવાસ સ્થાને પહોંચ્યા હતા. 

અનિલ દેશમુખને મળ્યો શરદ પવારનો સાથ
શરદ પવારે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને અનિલ દેશમુખને સાથ આપ્યો હતો. શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ અને સચિન વાઝે વચ્ચે વાતચીતના આરોપ ખોટા છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. આવામાં ફેબ્રુઆરીમાં દેશમુખ અને સચિન વચ્ચે વાતચીતનો આરોપ ખોટો છે. પવારે આ દરમિયાન દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેની પરચી પણ બતાવી. 

શરદ પવાર (Sharad Pawar) બચાવ કરતા કહ્યું કે કોરોનાના કારણે 5થી 15 ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઈસોલેટ હતા. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે. આવામાં અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાનો સવાલ ઉઠતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ આઘાડી સરકાર પર કોઈ અસર પડશે નહીં. 

પૂર્વ પોલીસ કમિશનરે લગાવ્યા છે  ગંભીર આરોપ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે આરોપ લગાવ્યા છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરે. આરોપો બાદ દિલ્હીમાં શરદ પવારના ઘર પર એનસીપીની બેઠક થઈ. જેમાં એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, અજિત પવાર, સુપ્રીયા સુલે અને જયંત પાટીલ સામેલ થયા. બેઠક બાદ શરદ પવારે કહ્યું કે પરમબીર સિંહના પત્રમાં લગાવેલા આરોપ ગંભીર જરૂર છે પરંતુ તેમા કોઈ પૂરાવા આપવામાં આવ્યા નથી. આ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે અને ઉદ્ધવ ઠાકરે તે અંગે અંતિમ નિર્ણય લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news