મહારાષ્ટ્રમાં કોકડું વધુ ગૂંચવાયું, સોનિયા ગાંધીને મળ્યા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન 

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચર્ચા કરવા માટે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.

મહારાષ્ટ્રમાં કોકડું વધુ ગૂંચવાયું, સોનિયા ગાંધીને મળ્યા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી:  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના ભલે એનસીપી અને કોંગ્રેસના ભરોસે આગળ વધવાની વાત કરી રહી છે પરંતુ શરદ  પવારે આ અંગે હજુ પણ સ્પષ્ટ રીતે કઈ પણ કહેવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આજે મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે અમારી રાજ્યમાં સરકાર બનાવવા અંગે કોઈ પણ ચર્ચા થઈ નથી. એટલું જ નહીં તેમણે શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવાને લઈને પણ ના પાડી દીધી. તેમણે શિવસેનાને સરકાર બનાવવાને લઈને કોઈ ભરોસો જતાવવા ઉપર કઈ જ કહેવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે મેં સોનિયા ગાંધીને રાજ્યના હાલાતથી માહિતગાર કર્યાં. પરંતુ સરકાર બનાવવાને લઈને કોઈ વાતચીત થઈ નથી. તેમનું આ નિવેદન શિવસેના માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે શિવસેના સતત એમ નિવેદનો આપે છે કે બહુ જલદી તેના નેતૃત્વમાં સરકાર બની શકે છે. 

— ANI (@ANI) November 18, 2019

આ ઉપરાંત શરદ પવારે એમ કહીને પણ સરકાર બનાવવાની કવાયતનું સસ્પેન્સ વધાર્યું કે અમે આ મુદ્દે અન્ય સહયોગી પક્ષો સાથે પણ વાત કરીશું. પવારે કહ્યું કે એવા અહેવાલો હતાં કે કોંગ્રેસ અને એનસીપી જ મળીને વાત કરે છે. આવામાં અમે સ્વાભિમાન પક્ષના રાજૂ શેટ્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષોને પણ વિશ્વાસમાં લઈશું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીને પ્રદેશનું બ્રિફિંગ આપવાનું કામ કર્યું. આ ઉપરાંત કોઈ અન્ય મુદ્દા પર વાત થઈ નથી. જો કે અમે પરિસ્થિતિઓનું ધ્યાન રાખીશું અને બંને પક્ષોના કેટલાક વરિષ્ઠ નેતાઓના મત લેવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આગળ વધીશું.

પીએમ મોદીના વખાણ પર બોલ્યા, કોઈ સંકેત નથી
પીએમ મોદી તરફથી સંસદમાં એનસીપીના વખાણ કરાયા તે મુદ્દે પવારે કોઈ પણ સમીકરણ રચાતા હોવાની શક્યતાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ફક્ત રાજ્યસભાના ઈતિહાસની વાત કરી અને તેમના કામકાજને લઈને ચર્ચા હતી. તેમણે કહ્યું કે અમે ક્યારેય સંસદમાં ચર્ચા દરમિયાન વેલમાં જતા નથી, ફક્ત તેને લઈને તેમણે વખાણ કર્યા હતાં. 

— ANI (@ANI) November 18, 2019

બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં શરદ પવારે સરકાર બનાવવા અંગેના શિવસેનાના નેતા સંજય રાઉતના દાવાઓ પર કહ્યું કે તે તો તમે તેમને જઈને પૂછો, અમારી તેમની સાથે આ મુદ્દે કોઈ વાત થઈ નથી. તેમણે તો એમ પણ કહ્યું કે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર પણ કોઈ વાત થઈ નથી. કોંગ્રેસ, એનસીપી, અને શિવસેનાના નેતાઓ વચ્ચે સામાન્ય મુલાકાત થઈ હતી. 

જુઓ LIVE TV

મીટિંગ પહેલા જ વધાર્યું હતું સસ્પેન્સ
નોંધનીય છે કે સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા જ શરદ પવારના એક નિવેદને સસ્પેન્સ વધારી દીધુ હતું. મણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે. સંસદમાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે "ભાજપ-શિવસેના સાથે ચૂંટણી લડ્યાં, અમે અને કોંગ્રેસ સાથે મળીને લડ્યાં. તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે અને અમે અમારી રાજનીતિ કરીશું."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news