મહારાષ્ટ્ર ચૂંટણીઃ સંજય દત્ત પછી હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ

સંજય દત્ત પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરેના સમર્થનમાં આગળ આવ્યા છે. મિથુને એક વીડિયો રીલીઝ કરીને પોતાના ચાહકોને આદિત્યને વોટ આપવા અપીલ કરી છે.
 

મહારાષ્ટ્ર ચૂંટણીઃ સંજય દત્ત પછી હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 દ્વારા ઠાકરે પરિવારનો પુત્ર આદિત્ય ઠાકરે સૌ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છે. આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા સીટ પર ચૂંટણી લડી રહ્યો છે અને તેને ટેકો આપવા માટે કેટલાક બોલિવૂડ સ્ટાર પણ સાથે આવ્યા છે. 

સંજય દત્ત પછી હવે મિથુનનો સાથ
સંજય દત્ત પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરેના સમર્થનમાં આગળ આવ્યા છે. મિથુને એક વીડિયો રીલીઝ કરીને પોતાના ચાહકોને આદિત્યને વોટ આપવા અપીલ કરી છે. મિથુને વીડિયોમાં કહ્યું છે કે, તેમણે જ્યારે પણ માતોશ્રીની મુલાકાત લીધી છે ત્યારે જમીને જ પાછા આવ્યા છે. બાલા સાહેબ તેમના માટે પિતા સમાન હતા. 

आदित्य ठाकरे ने नामांकन से पहले लिया दादा बाल ठाकरे का लिया आशीर्वाद, तस्वीर के सामने ऐसे झुकाया सिर

આ અગાઉ સંજય દત્તે પણ એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે, આદિત્ય ઠાકરે રાજનીતિનો ઉભરતો સિતારો છે. સંજય દત્તે કહ્યું કે, "આદિત્ય ઠાકરે મારા નાના ભાઈ જેવો છે. તે બાલા સાહેબ ઠાકરે પરિવારમાંથી આવે છે, જેમણે મને ભરપૂર ટેકો આપ્યો હતો, મારા પરિવારને ટેકો આપ્યો હતો, જેને હું ક્યારેય ભુલી શકું એમ નથી. તેઓ મારા પિતા સમાન હતા. ઉદ્ધવ ભાઈ પણ મારા માટે એવા જ છે. મારી દિલથી ઈચ્છા છે કે આદિત્ય ચૂંટણી જીતે, કેમ કે દેશને ડાયનેમિક યંગ લીડર્સની જરૂર છે."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news