મહારાષ્ટ્રમાં કેટલીક બેઠકો પર પેંચ ફસાયો, VIP નોમિનેશન થયું, બાકી સીટ પર ટેન્શન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે ઉમેદવારી નોંધાવવાની ગણતરીની કલાકો બાકી છે. ચૂંટણી લડી રહેલા બંને ગઠબંધનો વચ્ચે કેટલીક સીટો પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. તેવામાં જાણો શું છે મહારાષ્ટ્રના રાજકારણનું ગણિત?
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં VIP નોમિનેશનની લાઈન લાગી ગઈ છે... પરંતુ લગભગ 23થી 28 બેઠક એવી છે જ્યાં મતદારો અને કાર્યકરોને એ નથી ખબર કે તેમને કોના માટે પ્રચાર કરવાનો છે... કોને મત આપવાનો છે... કોંગ્રેસની મહાવિકાસ અઘાડી હોય કે ભાજપની મહાયુતિ, બંને ગઠબંધનની અંદર કોણ જાણે કેવી ડીલ ચાલી રહી છે?... શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તો પોતાનો કોટા પણ પૂરો કરી શક્યા નથી... ત્યારે શું છે મહારાષ્ટ્રના રાજકારણનું ગણિત?... જોઈશું આ રિપોર્ટમાં...
મહારાષ્ટ્રના ચૂંટણી રણમાં એકબાજુ VIP ઉમેદવારોનું નોમિનેશન ભરવાનો સિલસિલો ચાલુ રહ્યો... તો બીજીબાજુ અનેક 4 ડઝન જેટલી બેઠકો એવી છે જેના પર હજુ પણ પેંચ ફસાયેલો છે... 24 કલાક કરતાં પણ ઓછો સમય રહ્યો છે તેમ છતાં સીટોની માથાપચ્ચી ઓછી થવાનું નામ લઈ રહી નથી...
સીટોની કેવી માથાકૂટ કેવી છે તે પણ બતાવીશું... પરંતુ તે પહેલાં સોમવારે કયા વીઆઈપી ઉમેદવારોએ દાવેદારી નોંધાવી તે જુઓ... રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જંગી રોડ શો કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ... આ સમયે તેમની સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ રહ્યા... તેમણે એકનાથ શિંદેનો જંગી મતથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો...
આ તરફ NCPના નેતા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે બારામતી બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ... આ પહેલાં તેમણે ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું...
ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેના પુત્ર અને ધારાસભ્ય નીતેશ રાણેએ મહારાષ્ટ્રની કંકાવલી બેઠક પરથી દાવેદારી નોંધાવી... ઉમેદવારી ફોર્મ ભર્યા પછી તેમણે સતત ત્રીજીવખત પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો....
આ તરફ બારામતી બેઠક પરથી શરદ પવારની પાર્ટીએ યુગેન્દ્ર પવારને મેદાનમાં ઉતાર્યા છે... શરદ પવારની હાજરીમાં તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ... એટલે બારામતી બેઠક પર કાકા અને ભત્રીજા વચ્ચે ટક્કર થશે તે નક્કી છે....
NCP નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકે અણુશક્તિનગર બેઠક પરથી દાવેદારી નોંધાવી... જ્યાં નવાબ મલિકે પોતે કઈ બેઠક પરથી ફોર્મ ભરશે તેનો ખુલાસો પણ કરી દીધો....
VIP ઉમેદવારોના નામાંકનની વચ્ચે મહારાષ્ટ્રમાં કેટલીક એવી બેઠકો છે જેના પર બંને ગઠબંધન હજુ સુધી ઉમેદવાર જાહેર કરી શક્યું નથી...
મહાયુતિમાં ભાજપે 146 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે...
તો શિંદે જૂથની શિવસેનાએ 65 ઉમેદવારો જાહેર કર્યા છે...
અજીત પવારની એનસીપીએ 49 ઉમેદવારો જાહેર કર્યા છે...
એટલે 288માંથી 260 બેઠક પર મહાયુતિએ ઉમેદવાર જાહેર કર્યા છે...
બીજીબાજુ મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસે 99 ઉમેદવાર જાહેર કર્યા છે...
ઉદ્ધવ જૂથની શિવસેનાએ 84 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે...
શરદ પવારની એનસીપીએ 82 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે...
એટલે 288માંથી મહાવિકાસ અઘાડીએ 265 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે...
ચૂંટણી રણનીતિની દ્રષ્ટિએ મહાવિકાસ અઘાડીનું પાસું રાજકીય નકશા પર મજબૂત જોવા મળી રહ્યું છે... ત્યારે એ જોવાનું રહેશે કે લોકસભાની ચૂંટણી જેવા પરિણામ મહારાષ્ટ્રમાં આવશે કે પછી મહાયુતિની સરકાર બનશે?...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે