આ રાજ્યમાં કોરોનાએ બુલેટ ટ્રેનની માફક ગતિ પકડી, 2813 નવા કેસ, 1નું મોત

સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દરરોજ કોરોના વાયરસના સંક્રમણા કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 2710 કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં 103 કેસોમાં વધારો થયો છે.

આ રાજ્યમાં કોરોનાએ બુલેટ ટ્રેનની માફક ગતિ પકડી, 2813 નવા કેસ, 1નું મોત

Maharashtra Covid Case: મહારાષ્ટ્રમાં કોવિડ સંક્રમણના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે, સ્વાસ્થ્ય વિભાગના અનુસાર મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 2813 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના ગુરૂવારના રિપોર્ટના અનુસાર મહારાષ્ટ્રમાં 2813 નવા કેસ સામે આવ્યા છે અને 1047 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ ગત 24 કલાકમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોવિડ વાયરસ સંક્રમણના 2,710 નવા કેસ સામે આવ્યા જે લગભગ ચાર મહિનામાં સૌથી વધુ દૈનિક કેસ હતા. 

સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દરરોજ કોરોના વાયરસના સંક્રમણા કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 2710 કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં 103 કેસોમાં વધારો થયો છે. બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જાણકારી આપતાં કહ્યું કે સંક્રમણની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા હવે દસ હજારની આસપાસ પહોંચી ગઇ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોવિડ 19 ના 1,881 નવા સામે આવ્યા હતા જ્યારે સોમવારે 1,036 કેસ સામે આવ્યા હતા. 

પડોશી રાજ્ય ગુજરાતની સ્થિતિ
 રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. ઘણા લાંબા સમય બાદ બુધવારે કોરોના 100થી વધુ કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય લાગી રહ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા છે તો બીજી તરફ 29 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 46,347 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news