મોબાઈલ ફોનની ઘંટડી વાગી તો સ્કૂલમાં છોકરીઓના કપડાં ઉતારાયા, શિક્ષિકાએ કહ્યું કે વીડિયો બનાવી વાયરલ કરીશ

Indore School News: ઈન્દોરની એક સરકારી સ્કૂલ વિરુદ્ધ વાલીઓએ પોલીસમાં ફરિયાદ કરી છે. આરોપ છે કે ક્લાસમાં મોબાઈલ ફોનની ઘંટડી વાગતાં એક ટીચર છોકરીઓને બાથરૂમમાં લઈ જઈ તેમનાં કપડાં ઉતાર્યા હતા. એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે શિક્ષિકાએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માર પણ માર્યો હતો.

મોબાઈલ ફોનની ઘંટડી વાગી તો સ્કૂલમાં છોકરીઓના કપડાં ઉતારાયા, શિક્ષિકાએ કહ્યું કે વીડિયો બનાવી વાયરલ કરીશ

એમપીના ઈન્દોરમાં એક સરકારી શાળા વિરુદ્ધ વાલીઓએ પોલીસમાં ફરિયાદ કરી છે. માતા-પિતાનો આરોપ છે કે છોકરીઓના કપડાં કઢાવી મોબાઈલ ફોનની શોધખોળ કરાઈ હતી. પોલીસે ફરિયાદની પુષ્ટિ કરી છે. આ સમગ્ર મામલો શુક્રવારે બન્યો હતો. છોકરીનાં માતા-પિતાએ મલ્હારગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું હતું કે મોટા ગણપતિ વિસ્તારની સરકારી શારદા કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાના એક વર્ગમાં મોબાઈલ ફોન રણક્યો હતો. જેને શોધવા માટે એક શિક્ષિકા કથિત રીતે વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ ગઈ હતી. જ્યાં તમામનાં કપડાં ઉતારવાયા હતા. 

યુવતીઓને માર પણ મારવામાં આવ્યો 
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીનીઓને માર પણ મારવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે ફરિયાદમાં સંબંધિત શિક્ષિક વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. મલ્હારગંજ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એમ ધુર્વેએ જણાવ્યું કે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે તથ્યો મળે છે તેના આધારે યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે.

બાથરૂમમાં કપડાં કાઢી નાખો
સરકારી શારદા ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની પીડિત વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, જ્યારે ક્લાસમાં મોબાઈલ ફોન વાગવા લાગ્યો ત્યારે સ્કૂલની એક શિક્ષિકાને મારા પર શંકા ગઈ. જ્યારે મેં મારી પાસે કોઈ મોબાઈલ ફોન ન હોવાનો ઈન્કાર કર્યો ત્યારે તે મને ટોયલેટમાં લઈ ગઈ અને મારા કપડાં ઉતારવા કહ્યું.

વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે
વિદ્યાર્થિનીનો આરોપ છે કે ટીચરે તેને ટોયલેટમાં કપડાં ઉતાર્યા બાદ ધમકી પણ આપી હતી. તેણીએ એમ પણ કહ્યું હતું કે જો તેણીની મોબાઇલ ફોન વિશે સત્ય નહી કહે તો તે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરશે.

વાલીઓમાં રોષ
આ ઘટના અંગે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યા બાદ સરકારી શારદા ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ સીમા જૈને જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે વર્ગમાં એક વિદ્યાર્થી પાસે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અમે તેના માતા-પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news