5 દિવસ બાદ જોવા મળશે ચંદ્ર ગ્રહણ, જાણો શું છે સૂતક કાળ અને કઇ સાવધાની રાખશો

જૂન મહિનામાં બે ગ્રહણ જોવા મળશે. તેમાં પહેલું ગ્રહણ પાંચ દિવસ બાદ જોવા મળશે અને બીજું 21 જૂનના રોજ સૂર્ય ગ્રહણ જોવા મળશે. જૂનમાં સર્જાનાર આ બંને જ ગ્રહણ ભારતમાં જોવા મળશે.

5 દિવસ બાદ જોવા મળશે ચંદ્ર ગ્રહણ, જાણો શું છે સૂતક કાળ અને કઇ સાવધાની રાખશો

નવી દિલ્હી: જૂન મહિનામાં બે ગ્રહણ જોવા મળશે. તેમાં પહેલું ગ્રહણ પાંચ દિવસ બાદ જોવા મળશે અને બીજું 21 જૂનના રોજ સૂર્ય ગ્રહણ જોવા મળશે. જૂનમાં સર્જાનાર આ બંને જ ગ્રહણ ભારતમાં જોવા મળશે. પાંચ દિવસ બાદ સર્જાનાર ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત યૂરોપ, આફ્રીકા, એશિયા અને ઓસ્ત્રેલિયામાં પણ જોવા મળશે. તો બીજી તરફ 21 જૂનના રોજ સર્જાનાર સૂર્ય ગ્રહણ ભારત, દક્ષિણ પૂર્વ યૂરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે. 

આ છે ગ્રહણનો સૂતક કાળ
5 જૂનના રોજ સર્જાનાર ચંદ્ર ગ્રહણ 3 કલાક 18 મિનિટનો રહેશે. આ એક પેનુમબ્રલ ચંદ્ર ગ્રહણ રહેશે. જેમાં સામાન્ય રીતે પૂર્ણ ચંદ્રમાથી અંતર કરવું મુશ્કેલ હોય છે. આ ચંદ્ર ગ્રહણ 5 જૂનના રોજ રાત્રે 11:15 વાગ્યાથી શરૂ થશે. રાત્રે 12:45 વાગે તેની વધુ અસર જોવા મળશે અને 6 જૂન 02:34 વાગે સમાપ્ત થઇ જશે. જોકે ઉપછાયા ચંદ્ર ગ્રહન થવાના કારણે તેનો સૂતક કાળ માન્ય નહી હોય. તો બીજી તરફ 21 જૂનના રોજ સૂર્યગ્રહણનું આંશિક ગ્રહણ સવારે 9:15 વાગે શરૂ થશે. 12:10 વાગે અધિકત્તમ ગ્રહણ અને બપોરે 3:04 વાગે આંશિક ગ્રહણ સમાપ્ત થશે. આ ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલાં જ લાગી જશે. 

જ્યોતિષિઓના અનુસાર આ વર્ષે સર્જાનાર ગ્રહણ ખાસ મહત્વપૂર્ણ છે. ખાસકરીને સૂર્ય ગ્રહણ સૌથી વધુ જ્યોતિષિઓની નજર છે, કારણ કે આ ગ્રહણ મિથુન રાશિમાં જોવા મળશે. જ્યોતિષિઓના અનુસાર આ ગ્રહણથી મિથુન રાશિના જાતકો પર વિશેષ પ્રભાવ પડશે. 

ગ્રહણ દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન
ગ્રહણ કાળ દરમિયાન ખાવું-પીવું ન જોઇએ. આ સમયે કોઇ પણ શુભ કાર્ય, ભગવાનની સામાન્ય પૂજા-આરતી પન ન કરવી જોઇએ. મંદિર અથવા ઘરમાં બનેલા મંદિરમાં પણ ભગવાનના પટ બંધ કરવાની વાત શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. સૂતક લાગ્યા બાદથી જ ગર્ભવતી મહિલાઓને ઘરમાંથી બહાર નિકળવું ન જોઇએ, કારણ કે ગ્રહણકાળ દરમિયાન નકારાત્મક શક્તિઓ પ્રબળ થાય છે, જેની અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પડી શકે છે.  

ગ્રહણ ખતમ થયા બાદ સ્નાન કરવાની પણ માન્યતા છે. ગ્રહણ કાળથી સૂતકથી ખાવાથી તમામ વસ્તુઓમાં તુલસીના પત્તા મુકવા જોઇએ. તમને જૂન બાદ 5 જુલાઇના રોજ ચંદ્ર ગ્રહણ લાગશે. આ પહેલાં 10 જાન્યુઆરીએ વર્ષનું પહેલું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કુલ 5 ગ્રહણ લાગશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news