લાલ હશે ચંદ્રમાનો રંગ... 2022નું છેલ્લું ચંદ્ર ગ્રહણ, આ દેશોમાં જોવા મળશે અદ્ભુત ખગોળીય ઘટના
Know All About Lunar Eclipse : આવતીકાલ એટલે કે મંગળવાર, 8 નવેમ્બરે વર્ષ 2022નું છેલ્લું ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ દરમિયાન પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવી જશે. સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણથી થઈને ચંદ્રમા સુધી પહોંચશે. જેના કારણે ચંદ્ર લાલ રંગમાં જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ ખગોળીય ઘટનાઓ પર નજર રાખનારને મંગળવાર 8 નવેમ્બરે એક અદ્ભુત નજારો જોવા મળશે. વર્ષના અંતિમ પૂર્ણ ચંદ્રગ્રહણમાં ચંદ્રનો રંગ લાલ થઈ જશે. આ નજારો એટલા માટે પણ ખાસ છે કારણ કે આગામી ત્રણ વર્ષ સુધી આકાશમાં આવો નજારો જોવા મળશે નહીં. દુનિયાના ઘણા ભાગમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે. ઉત્તરી અને મધ્ય અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ચંદ્રગ્રહણ જોવા મળશે. ભારતમાં આ ચંદ્ર ગ્રહણ આંશિક રૂપથી જોવા મળશે.
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અનુસાર, ભારતમાં ચંદ્રગ્રહણનો શરૂઆતી નજારો, જ્યાં ચંદ્રમા સંપૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં હશે, ક્યાંય જોવા મળશે નહીં. પરંતુ પૂર્વી રાજ્યોમાં ચંદ્રગ્રહણના અંતિમ તબક્કામાં લાલ ચંદ્રમાની એક ઝલક જોવા મળશે. આ તબક્કામાં ચંદ્ર પૃથ્વીની છાયામાંથી બહાર નિકળે છે અને આછા લાલ રંગમાં જોવા મળે છે. ચંદ્ર ગ્રહણની શરૂઆત મંગળવારે સાંજે 5.12 કલાકે થશે.
કોઈ ઉપકરણ વગર જોઈ શકશો નજારો
ભારતમાં આ નજારો ત્રિપુરા, મિઝોરમ, બિહાર, ઓડિશા, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળના કેટલાક શહેરમાં જોવા મળશે. સૂર્ય ગ્રહણથી વિતરીત ચંદ્ર ગ્રહણ જોવા માટે કોઈ વિશેષ સાધનની જરૂર પડશે નહીં. પરંતુ ટેલિસ્કોરથી જોવા પર ખગોળીય ઘટના વધુ સારી જોવા મળશે. ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણથી થઈને ચંદ્રમા સુધી પહોંચે છે.
ધૂળ અને વાદળોથી લાલ રંગ વધશે
અમેરિકાના સ્પેસ એજન્સી નાસા પ્રમાણે, ગ્રહણ દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં જેટલી વધુ ધૂળ અને વરસાદ હશે, ચંદ્ર એટલો લાલ જોવા મળશે. આ પહેલા 25 ઓક્ટોબરે સૂર્ય પર ચંદ્રમાની કાળી છાયા પડી હતી અને આંશિક સૂર્ય ગ્રહણ યૂરોપ, ઉત્તરી અમેરિકા, મિડલ ઈસ્ટ અને એશિયાના પશ્ચિમી ભાગોમાં જોવા મળ્યું હતું. સૂર્ય ગ્રહણ દરમિયાન દુનિયાના ઘણા ભાગમાં અંધારૂ છવાયું હતું, જ્યાં ચંદ્રમાએ 80 ટકા સૂર્યને ઢાંકી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે