રિસાયેલી પ્રેમિકાને મનાવવા યુવકે કર્યું એવું કામ, હવે મુકાયો મોટી મુશ્કેલીમાં

પ્રેમમાં રીસાઈ ગયેલાને મનાવવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને મનાવવા માટે એક એવી તરકીબ અજમાવી કે તેના મહારાષ્ટ્રમાં ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે.

રિસાયેલી પ્રેમિકાને મનાવવા યુવકે કર્યું એવું કામ, હવે મુકાયો મોટી મુશ્કેલીમાં

કૈલાશ પુરી, પુણે: પ્રેમમાં રીસાઈ ગયેલાને મનાવવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને મનાવવા માટે એક એવી તરકીબ અજમાવી કે તેના મહારાષ્ટ્રમાં ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. એક પ્રેમીએ તેની રિસાયેલી પ્રેમિકાને મનાવવા માટે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડને બેનરથી લાદી નાખ્યું. તેણે આ માટે 10-20 નહીં પરંતુ 300 બેનર લગાવ્યાં. વીજળીના થાંભલાથી લઈને દરેક નાની મોટી જગ્યા પર તેણે આ બેનરો લગાવ્યાં. કહેવાય છે કે પ્રેમ કરવો સરળ છે, પ્રેમનો એકરાર કરવો મુશ્કેલ છે. પ્રેમી પ્રેમમાં તમામ હદો પાર કરી નાખે છે. આવી જ એક હદ પ્રેમી નિલેશ ખેડકરે પાર કરી છે. તેને જ્યારે માલુમ પડ્યું કે તેની રિસાયેલી પ્રેમિકા મુંબઈથી પુણે આવી રહી છે ત્યારે પ્રેમિક વાકડ રસ્ત આવશે તો તેણે વાકડથી લઈને પિંપલે સૌદાગર સુધી 300 બેનર લગાવ્યાં. જેમાં સોરી લખીને પ્રેમનો એકરાર કરવામાં આવ્યો છે. 

પ્રેમીએ આ બેનર લગાવવા માટે પોલીસ પ્રશાસનને ખોટુ બોલીને ગુમરાહ કર્યાં. તેમણે કહ્યું હતું કે તે જે બેનર લગાવી રહ્યો છે તે શોર્ટ ફિલ્મના છે. આવામાં પ્રશાસન આ પ્રેમી યુવક પર કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે. આ બેનરના મહારાષ્ટ્રમાં ચારેબાજુ ચર્ચા છે. આ અનોખી તરકીબથી તેની રિસાયેલી પ્રેમિકા માને કે ન માને પરંતુ તેણે પ્રેમના ચક્કરમાં પોતાની જાતને કાનૂનના ચક્કરમાં જરૂર નાખી દીધી છે. 

આ સમગ્ર મામલે નિલેશનું કહેવું છે કે તેણે તેની પ્રેમિકા માટે આ બધુ કર્યુ હતું. તેણે વિનંતી કરી છે કે પોલીસ તેની સામે કોઈ કાર્યવાહી કરે નહીં. જો કે તે એમ પણ કહી રહ્યો છે કે જો પ્રેમિકા માટે તેણે જેલની હવા ખાવી પડે તો તેના માટે પણ માનસિક રીતે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news