Surya Gochar: નીચભંગ રાજયોગ સર્જાવવાથી આ 3 રાશિના જાતકો પર સૂર્યની અપાર કૃપા વરસશે, કરિયર-વેપારમાં ખુબ ફાયદો

સૂર્યને ગ્રહોના સ્વામી ગણવામાં આવે છે. વૈદિક જ્યોતિષ મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ બદલે છે કે વક્રી  થાય છે ત્યારે તેની સીધી અસર દેશ અને દુનિયા પર પડે છે. સૂર્ય દેવે તુલા રાશિમાં ગોચર  કર્યું છે. જેના કારણે નીચભંગ રાજયોગ બની રહ્યો છે. તેની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ પર ભગવાન સૂર્યની અસીમ કૃપા વરસશે.

Surya Gochar: નીચભંગ રાજયોગ સર્જાવવાથી આ 3 રાશિના જાતકો પર સૂર્યની અપાર કૃપા વરસશે, કરિયર-વેપારમાં ખુબ ફાયદો

સૂર્યને ગ્રહોના સ્વામી ગણવામાં આવે છે. વૈદિક જ્યોતિષ મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ બદલે છે કે વક્રી  થાય છે ત્યારે તેની સીધી અસર દેશ અને દુનિયા પર પડે છે. સૂર્ય દેવે તુલા રાશિમાં ગોચર  કર્યું છે. જેના કારણે નીચભંગ રાજયોગ બની રહ્યો છે. તેની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ પર ભગવાન સૂર્યની અસીમ કૃપા વરસશે. આ રાશિના જાતકોને ફક્ત કરિયર જ નહીં પરંતુ વેપારમાં પણ સારી એવી સફળતા મળશે. આવો તમને જણાવીએ આ રાશિઓ વિશે...

તુલા રાશિ
આ રાશિના જાતકોને નીચભંગ રાજયોગ વેપાર અને કરિયરના મામલે ખુબ ફાયદો કરાવી શકે છે. પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓને હાલ ભાગ્યનો સારો સાથ મળશે. એટલે કે એવી કોઈ પણ પરીક્ષામાં તેઓ સફળતા મેળવી શકે છે. આ ઉપરાંત લગ્ન જીવન પણ સારૂ રહેશે. રાજયોગ ગોચર કુંડળીના લગ્નભાવમાં બની રહ્યો હોવાથી કાર્યક્ષેત્રે પણ સફળતા મળી શકે છે. આવક વધશે અને જે લાંબા સમયથી કામ અટકી પડેલા હતા તે પણ પૂરા થઈ શકે છે. 

મકર રાશિ
નીચભંગ રાજયોગ મકર રાશિના જાતકોના દશમ સ્થાનમાં  બની રહ્યો છે. જે નોકરી અને વેપારનો ભાવ છે. આ રાશિના જાતકોને નવી નોકરીના પ્રસ્તાવ મળી શકે છે. જો કોઈ પણ પૈસા ઉધાર આપ્યા હોય તો તે પાછા મળવાની શક્યતા છે. વેપારમાં વૃદ્ધિ થવાની સાથે સાથે જે પ્રોજેક્ટ્સ અનેક દિવસોથી અટકેલા છે તેના ઉપર પણ તમે અમલ કરી શકો છો. કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. 

કર્ક રાશિ
નીચભંગ રાજયોગ કર્ક રાશિના જાતકોના ચતુર્થ ભાવમાં બની રહ્યો છે. આવામાં તે ખુબ જ લાભકારી સિદ્ધ થઈ શકે છે. ચતુર્થ ભાવ માતાનો ભાવ ગણાય છે. હાલ તમે વેપારમાં રોકાણ કરી શકો છો. ધન કમાવવાની પણ સારી એવી તકો મળશે. પ્રોપર્ટી અને વાહન પણ ખરીદવાનું વિચારી શકો છો. બધુ મળીને આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

આ વીડિયો પણ જુઓ...

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news