ભગવાન શિવે ગણેશજી સિવાય આ લોકોના પણ કાપ્યાં હતા માથા, ભોગવવું પડ્યું આ પરિણામ

ત્રણેય લોકમાં ભગવાન શિવ સૌથી મોટા છે. સૃષ્ટિનું સમતોલન જાળવી રાખવામાં ભગવાન શિવની મહત્વની ભૂમિકા છે.ભગવાન શિવ પોતાના ભોળાપાના કારણે ઓળખાય છે તેવી જ રીતે તે પોતાના ગુસ્સા માટે પણ જાણીતા છે.શિવજી ક્રોધે ભરાય તો દેવતાઓ પર પ્રહાર કરવાનું પણ નથી ભૂલતા.

ભગવાન શિવે ગણેશજી સિવાય આ લોકોના પણ કાપ્યાં હતા માથા, ભોગવવું પડ્યું આ પરિણામ

ઝી બ્યૂરો, અમદાવાદઃ "જટાટવીગલજ્જલ પ્રવાહતાવિતસ્થલે, ગલેવ્યલમ્બ્ય લમ્બિતાં, ભ્રુજંગતુંગમાલિકામ્, ડમડ્ડમડ્ડમડ્ડમનિનાદવડ્ડમર્વયં, ચકાર ચંડતાંડવં તોનતુ ન: શિવ: શિવમ" આ શિવ ત્રાડવની એક પક્તિવાંચીને તમે સમજી ગયા હશો કે આપણે શીવજીના ગુસ્સાની વાત કરવાના છે જી હા,શીવને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે દુનિયાનો સર્વનાશ થાય છે.શિવજીના ગુસ્સાને કાબૂમાં રાખવા રાવણે આ શિવ ત્રાડવ ગાયું હતું.શિવજીએ ગુસ્સામાં પોતાના પુત્ર ગણેશનું માથું કાપી નાખ્યું હતું પરંતુ આ શિવાય પણ શિવજીએ કેટલાના માથા કાપ્યા છે તેના વિશે અમે તમને ઝણાવીશું.

બ્રમ્હાજી પર ગુસ્સે થયા હતા શિવજી
બ્રમ્હાજીએ ભગવાન શિવને ખોટું કહ્યું કે મેં શિવલિંગની ઉત્તપતિ અને અંત જાણી લીધો છે.બ્રમ્હાજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તેને લઈને સપર્ધા જામી હતી ત્યારે જ આકાશવાણી થઈ કે જે પણ આ શિવલિંગનો અંત શોધી કાઢશે તે શક્તિશાળી હશે.હજારો વર્ષો પછી પણ બન્નેમાંથી કોઈ પણ શિવલિંગની ઉત્તપતિ કે અંત વિશે જાણી શક્યા નહીં.ત્યારે બ્રમ્હાજી ખોટુ બોલ્યા અને કહ્યું કે તેમને શિવલિંગનો અંત મળી ગયો આટલું બોલતાની સાથે શિવ પ્રગટ થયા અને તેમનું એક માથું કાપી નાખ્યું ત્યાર બાદ બ્રમ્હાજી પંચ મુખીમાંથી ચાર મુખી થઈ ગયા.બ્રમ્હાજીનું માથુ કાપ્યા બાદ શિવજીના હાથમાં બ્રમ્હાજીનું માથું ચોટી ગયું હતું.શિવજીને લાગ્યું હતું બ્રમ્હ હત્યાનું પાપ.જ્યારે શિવજી બદ્રીનાથની પાસે આવેલા બ્રમ્હકપાલ સ્થાનની પાસે પહોંચ્યા ત્યારે બ્રમ્હાજીનું માથું છૂટુ પડી ગયું.આ સ્થાને પહોંચીને શિવજી બ્રમ્હ હત્યાના પાપથી પણ મુક્ત થઈ ગયા એટલે જ આજે પણ લોકો બ્રહ્મકપાલમાં શ્રદ્ધ કરવા લોકો જાય છે.માન્યતા છે કે અહીં શ્રદ્ધ કરવાથી આત્માને મુક્તિ મળે છે.
Image preview
શિવજીએ તેમના સસરાનું પણ કાપ્યું હતું ગળું
બ્રમ્હાજીના પુત્ર પ્રજાપતિ દક્ષનું પણ ગળું શિવે કાપી નાખ્યું હતું. દેવી સતિ તેમના પિયર લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા
ત્યારે પ્રજાપતિએ ભગવાન શિવ અંગે અપશબ્દોનો પ્રયોગ કર્યો જેથી નારાજ થઈને દેવી શતિ હવન કૂંડમાં પડ્યા અને આત્મદાહ કરી લીધો.આ ઘટનાથી ગુસ્સે થઈ થઈ ભગવાન શિવે પ્રજાપતિ દક્ષનું માથુ કાપી નાખ્યું.બ્રમ્હાજીના આગ્રહથી ભગવાન શંકરે પ્રજાપતિને તેના માથાની જગ્યાએ બકરાનું માથુ લગાવી દીધું અને યજ્ઞ પૂર્ણ કરાવ્યો.

શિવજીએ કાપ્યું જલંધરનું ગળું
ગુસ્સામાં શિવજીએ ત્રીજી આંખ ખોલી હતી જેનાથી અગ્નિ પ્રગટ થઈ અને આજ ગુસ્સાની અગ્નિથી એક બાળકનો જન્મ થયો હતો.બાળકને દરિયાનો સહારો મળ્યો અને દરિયાની લહેરોથી બાળક મોટું થયું.આ બાળક મોટું થઈને દંભી અસુર જલંધર થયો.જલંધર સાગરનો જાતક પુત્ર હતો.તેના અત્યાચારથી બધા જ હેરના હતા.દેવી લક્ષ્મી સાગરની પુત્રી છે તે મટા જલંધરને લક્ષ્મીજીનો ભાઈ પણ માનવામાં આવે છે.લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈધું હતું કે તે જલંધરની હત્યા નહીં કરે.જલંધરની પત્ની વૃંદા એક પતિવ્રતા નારી હતી જે ભગવાન વિષ્ણુની ભક્ત હતી.તેની પત્નીના તપોબલથી જલંધર વઘુ તાકાતવર થઈ ગયો હતો.જલંધરે દેવતાઓના નાકમાં દમ કરી મુક્યો હતો તેવામાં જલંધર પાર્વતીમાતા પર ખરાબ દ્રષ્ટીનાખીને ભૂલ કરી બેઠો.જલંધરની શક્તિઓને ઓછી કરવા માટે ભગવાન વિષ્ણુએ છલથી તેની પત્નીનું સતીત્વ ભંગ કરી દીધુ ત્યાર બાદ ભગવાન શિવે જલંધરનું માથુ ધડથી અલગ કરી નાખ્યું.

આમનું માથુ કાપવાથી મળ્યું ત્રિપુરારી નામ
તારાકાક્ષ,કમલાક્ષ અને વિધ્યુન્માલી આ ત્રોણ મળીને ત્રિપુરાસુર કહેવાતા હતા તેમના આતંકથી દેવી દેવતાઓ અને સાંધુ-સંતો હેરાના થઈ ગયા હતા.આ ત્રોણેયને બ્રમ્હાજીનું વરદાન હતું કે તેમનું મૃત્યું ત્યારે જ થઈ શકે છે જ્યારે અભિજીત નક્ષત્રમાં ત્રોણે ભાઈઓનો મહેલ એક સાથે એક સ્થાન પર આવી જાય અને પછી કોઈ શાંત પુરૂષ અસંભવ રથ અને અસંભવ શસ્ત્રથી તેમના પર હુમલો કરે ત્યારે જ તેમનું મૃત્યું થાય.આ વરદાનથી આ ત્રોણેય ભાઈઓ અજય થઈ ગયા હતા અને સ્વર્ગ લોકમાંથી દેવતાઓને ભગાવી દીધા હતા.ત્યારે મહાદેવે એક અદ્ભૂત રથ બનાવ્યો જેના પૈડા સૂર્ય અને ચંદ્ર બન્યા.ભગવાનશિવે કાર્તિક પૂર્ણિમાના અભિજીત નક્ષત્રમાં ત્રિપુરાસુરનું ગળું ધડથી અલગ કરી દીધું હતું.આ કાર્યથી દરેક દેવી-દેવતાઓ પ્રસન્ન થયા હતા અને મહાદેવને ત્રિપુરારી અને ત્રિપુરાંતક નામ મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news