PHOTOS: દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, બુરખાની આડમાં આ કઈ મહિલાઓ કરી રહી છે પથ્થરમારો

દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ભડકેલી હિંસાએ ફરીથી દિલ્હીને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. ધાર્મિક કટ્ટરવાદી તોફાની તત્વોએ દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે હિંસાની આગ ભડકાવી તેને જોઈને દિલ્હી થરથર કાંપી ઉઠ્યું. શાંતિ જાળવવા માટે જે પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી તેને જ નિશાન બનાવવામાં આવી. આ પથ્થમારા અને ફાયરિંગમાં દિલ્હી પોલીસનો એક જવાન શહીદ થયો. 

PHOTOS: દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, બુરખાની આડમાં આ કઈ મહિલાઓ કરી રહી છે પથ્થરમારો

નવી દિલ્હી: દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ભડકેલી હિંસાએ ફરીથી દિલ્હીને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. ધાર્મિક કટ્ટરવાદી તોફાની તત્વોએ દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે હિંસાની આગ ભડકાવી તેને જોઈને દિલ્હી થરથર કાંપી ઉઠ્યું. શાંતિ જાળવવા માટે જે પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી તેને જ નિશાન બનાવવામાં આવી. આ પથ્થમારા અને ફાયરિંગમાં દિલ્હી પોલીસનો એક જવાન શહીદ થયો. 

બુરખાધારી મહિલાઓએ પથ્થરમારાને બનાવ્યો ધર્મ
તમને અહીં કેટલીક તસવીરો બતાવીએ છીએ જે દેશની રાજધાની દિલ્હીમાં તોફાનો ફેલાવવાનો સોથી મોટો પુરાવો છે. આ પ્રકારના પથ્થરમારાઓ ગોકુલપુરીના એસીપીની ઓફિસમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ રતનલાલને શહીદ કર્યો. આવા જ તોફાનીઓના પથ્થમારા અને ફાયરિંગનો ભોગ રતનલાલ બન્યાં. 

પહેલી તસવીર

આ બે બુરખાવાળી મહિલાઓને જુઓ જેમના હાથોમાં પથ્થર, ચહેરા પર આતંક અને દબંગ આક્રોશ.

બીજી તસવીર


આ બીજી તસવીરને જુઓ જ્યાં હાથમાં પથ્થર લઈને આ મહિલા તોફાનીઓની ભીડની મેજબાની કરી રહી છે. બધાથી અલગ પોલીસકર્મીઓ તેમના ટારગેટ છે. બધા પોતાના ટારગેટ પર વાર કરવા માટે ઉતાવળા બન્યાં છે. 

ત્રીજી તસવીર

એવું લાગી રહ્યું છે કે આ  બુરખાવાળી મહિલાએ હાથમાં પહેલીવાર પથ્થર ઉઠાવ્યાં છે. બાજુની મહિલા તે પથ્થર ફેંકવા માટે ટારગેટ બતાવી રહી છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કોઈએ તેમને ભડકાવ્યાં છે. 

ચોથી તસવીર


ચોથી તસવીરમાં આ મહિલાને ધ્યાનથી જુઓ. બુરખો સરકી ગયો છે. ચહેરો સામે આવી ગયો છે. પરંતુ આટલો મોટો પથ્થર ફેંકતી વખતે આ મહિલાનો ગુસ્સો જુઓ. કારણ કે સામાન્ય રીતે આટલો મોટો પથ્થર હાથમાં ઉઠાવવા માટે માણસ 10 વાર વિચારે. 

દિલ્હી પોલીસના 42 વર્ષના હેડ કોન્સ્ટેબલ રતન લાલ રાજસ્થાનના સીકરના મૂળ રહીશ હતાં. જેઓ આવા જ તોફાનીઓનો ભોગ બન્યાં. દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તેમની ભરતી 1998માં થઈ હતી. હાલ તેમનું પોસ્ટિંગ એસીપી ગોકલપુરીની ઓફિસમાં હતું. રતનલાલ બુરાડીમાં અમૃત વિહારમાં ગલી નંબર 8માં પરિવાર સાથે રહેતા હતાં. તેમને પત્ની અને ત્રણ બાળકો છે. પત્નીનું નામ  પૂનમ અને 13 તથા 10 વર્ષની બે પુત્રીઓ સિદ્ધિ અને કનક તથા 5 વર્ષનો પુત્ર રામ છે. 

તાવ હોવા છતાં ડ્યૂટી પર તૈનાત હતાં
સોમવારે જ્યારે રતનલાલ ગોકુલપુરીમાં ડ્યૂટી પર હતાં ત્યારે પત્નીનો ફોન આવ્યો હતો. હાલચાલ જાણવા માટે  કારણ કે તાવ હોવા છતાં રતનલાલ ડ્યૂટી પર આવ્યાં હતાં. પત્ની પૂનમને ટીવી પર ન્યૂઝ જોતા જાણવા મળ્યું હતું કે પતિ સાથે કઈ અજૂગતુ બન્યું છે. અનેકવાર ફોન કરવા છતાં તેમણે ફોન ન ઉઠાવ્યો કારણ કે ફોન ઉઠાવનારો પતિ તો આ દુનિયા છોડીને જતો રહ્યો હતો. 

અત્યાર સુધી 20ના મોત
ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના જીવ ગયા છે. જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હિંસાવાળા વિસ્તારોની સમીક્ષા માટે ડીસીપી નોર્થ ઈસ્ટની ઓફિસ પહોંચ્યા હતાં. તેમની સાથે મીટિંગમાં સ્પેશિયલ કમિશનર, સતીષ ગોલચા, જોઈન્ટ કમિશનર આલોક કુમાર અને અને ડીસીપી વેદ પ્રકાશ સૂર્યા હાજર હતાં. 

આ VIDEO પણ ખાસ જુઓ...

મંગળવારે રાતે સાડા અગિયાર વાગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હિંસા પ્રભાવિત વિસ્તારો સીલમપુર, મૌજપુર, બાબરપુર, ભજનપુરા, વૃજપુરી, વગેરેની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની મુલાકાત દરમિયાન ભજનપુરાના કેટલાક લોકોએ લાઠીઓ લહેરાવી અને જય શ્રીરામના નારા પણ લગાવ્યાં. આ સાથે જ બાઈક પર બેઠેલા કેટલાક તોફાની તત્વોએ નારેબાજી પણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news