લોકસભા ચૂંટણીઃ અહીં રાષ્ટ્રીય પાર્ટીઓને પણ પાણી ભરાવી રહી છે લોકલ પાર્ટીઓ

ભારતીય સંઘમાં રાજ્યોનો ઘણો મહત્વનો ફાળો છે, ભારત દેશ જે રીતે વિવિધતાથી ભરપૂર છે એવી જ રીતે અહીં રાજકીય પાર્ટીઓ પણ એટલી જ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે, હાલ દેશમાં કુલ ચૂંટણી પંચની માન્યતા પ્રાપ્ત રાજ્યકક્ષાની 53 પાર્ટીઓ છે, કેટલાક રાજ્યોમાં સ્થાનિક પક્ષો એટલા મજબૂત છે કે તેઓ કેન્દ્રીય સ્તરે ગઠબંધનમાં ભાગીદાર બને છે અથવા તો કેન્દ્રમાં સરકાર બનાવવામાં કિંગ મેકરની ભૂમિકામાં છે.
 

લોકસભા ચૂંટણીઃ અહીં રાષ્ટ્રીય પાર્ટીઓને પણ પાણી ભરાવી રહી છે લોકલ પાર્ટીઓ

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતીય રાજકારણમાં એક કરતાં વધુ પક્ષોની વ્યવસ્થા છે, જેમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરના પક્ષો હોય છે. ભારતીય ચૂંટણી પંચ નિયત સમયાંતરે પક્ષના દરજ્જાની સમીક્ષા કરે છે. ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ વર્તમાનમાં દેશમાં કુલ 1841 પક્ષો ચૂંટણી પંચમાં નોધાયેલા છે, જેમાંથી 7 રાષ્ટ્રીય પક્ષ છે, 51 રાજ્ય સ્તરના પક્ષ છે અને 1785 માન્યતા વગરના પક્ષ છે. જો કોઈ દેશમાં રાષ્ટ્રીય કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડવા માગતું હોય તેણે સૌ પ્રથમ ચૂંટણી પંચમાં પોતાના પક્ષની નોંધણી કરાવાની રહે છે. 

ચૂંટણી પંચ દ્વારા જે પક્ષને માન્યતા મળી હોય તેને કેટલાક ફાયદા પણ પ્રાપ્ત થાય છે. જેમ કે, તેની મરજી પ્રમાણેનું ચિન્હ પસંદ કરવાની અને આ ચિન્હ કાયમી ધોરણે રાખવાની, રાજ્ય સંચાલીત ટીવી અને રેડિયોમાં બ્રોડકાસ્ટ માટેનો ફ્રી સમય, ચૂંટણીની તારીખો નક્કી કરતા સમયે તેની સલાહ લેવાય અને સાથે જ મતદારો માટેના નિયમો અને ધારાધોરણ નક્કી કરવા માટે પણ તેમની સલાહ-સુચન લેવામાં આવતું હોય છે. 

ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ થયેલા પક્ષોને ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચ પાસે રહેલા ચિન્હોમાંથી ચૂંટણી ચિન્હ પસંદ કરવાની છૂટ હોય છે. દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટાયેલી સરકાર કાર્યરત હોય છે. જો સરકાર કાર્યરત ન હોય તો અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું રહેતું હોય છે. 

ભારતીય સંઘમાં રાજ્યોનો ઘણો મહત્વનો ફાળો છે, ભારત દેશ જે રીતે વિવિધતાથી ભરપૂર છે એવી જ રીતે અહીં રાજકીય પાર્ટીઓ પણ એટલી જ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે, હાલ દેશમાં કુલ 51 રાજ્યકક્ષાની પાર્ટીઓ છે, કેટલાક રાજ્યોમાં સ્થાનિક પક્ષો એટલા મજબૂત છે કે તેઓ કેન્દ્રીય સ્તરે ગઠબંધનમાં ભાગીદાર બને છે અથવા તો કેન્દ્રમાં સરકાર બનાવવામાં કિંગ મેકરની ભૂમિકામાં છે.

રાજ્ય કક્ષાની પાર્ટી બનવાનું ધારાધોરણ

  • રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ઓછામાં ઓછી 3 સીટ અથવા તો 3 ટકા સીટ જીતેલી હોવી જોઈએ. 
  • લોકસભાની કુલ 25 સીટમાંથી એક સીટ જીતવી અનિવાર્ય છે અથવા તો આ જ સરેરાશમાં તેણે બેઠકો જીતવાની રહેશે. 
  • કોઈ એક ચૂંટણીમાં પાર્ટીએ કુલ વોટના ઓછામાં ઓછા 6 ટકા વોટ હાંસલ કરવાના રહેશે અને સાથે જ એક લોકસભાની સીટ અને બે વિધાનસભાની સીટ જીતેલી હોવી જોઈએ. 
  • રાજ્ય કક્ષાની પાર્ટીનો દરજ્જો તે કોઈ લોકભાની સીટ કે વિધાનસભાની સીટ તો પણ ટકેલું રહી શકે છે જો જે-તે પાર્ટીએ રાજ્યમાં જે કુલ વોટ પડ્યા હોય તેમાંથી 8 ટકા વોટ મેળવ્યા હોય. 

લોકસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, સોનિયા-રાહુલ આ સીટ પરથી લડશે ચૂંટણી

રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ ધરાવતી રાજ્યની પાર્ટીઓ

  • દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)
  • તમિલનાડુ, પોડુચેરીઃ ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેદ્ર કઝગમ(AIADMK), દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
  • તેલંગાણાઃ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS), તેલુગુ દેશમ પાર્ટી (TDP), ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લેમિન (AIMIM)
  • અસમઃ અસમ ગણ પરિષદ (AGP), બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF)
  • ઓડિશાઃ બીજુ જનતા દલ (BJD) 
  • જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ એન્ડ કાશ્મિર નેશનલ કોન્ફરન્સ (JKNC), જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટી (JKNPP), જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (JKPDP)
  • કર્ણાટક, કેરળઃ જનતા દળ(સેક્યુલર) (JD-S)
  • બિહારઃ જનતા દલ(યુનાઈટેડ) (JD-U), લોક જનશક્તી પાર્ટી (LJP), રાષ્ટ્રીય જનતા દલ (RJD), રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (RLP)
  • ઝારખંડઃ ઝારખંડ મુક્તી મોર્ચા (JMM), ઝારખંડ વિકાસ મોર્ચા(પ્રજાતાંત્રિક) (JVM-P), રાષ્ટ્રીય જનતા દલ(RJD)
  • મહારાષ્ટ્રઃ શિવસેના (SS), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)
  • મિઝોરમઃ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), મિઝોરમ પિપલ્સ કોન્ફરન્સ (MPC), ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી (ZNP)
  • હરિયાણાઃ ઈન્ડિયન નેશનલ લોક દલ (INL)
  • મણીપુર, નાગાલેન્ડઃ નાગા પિપલ્સ ફ્રન્ટ (NPF) 
  • ઉત્તરપ્રદેશઃ સમાજવાદી પાર્ટી (SP)
  • પંજાબઃ શિરોમણી અકાલી દલ(SAD), 
  • સિક્કિમઃ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF), સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા(SKM)
  • આંધ્રપ્રદેશઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP), વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)

રાષ્ટ્રીય કક્ષાએ ચમકતા રાજ્યોની પાર્ટીના નેતાઓ 
અરવિંદ કેજરીવાલ(AAP), અસદુદ્દીન ઓવૈસી (AIMIM), નવીન પટનાયક (BJD), એમ.કે. સ્ટાલિન (DMK), ઓમ પ્રકાશ ચૌટાલા (INL), ઓમર અબ્દુલ્લા(JKNC), મહેબુબા મુફ્તી (JKPDP),  એચ.ડી. દેવેગૌડા (JD-S), નીતીશ કુમાર (JD-U), શીબુ સોરેન (JMM), રામ વિલાસ પાસવાન (LJP), ઉદ્ધવ ઠાકરે (SS), રાજ ઠાકરે (MNS), ઝોરામથંગા (MNF), લાલહમીનથંગા (MPC),  લાલુ પ્રસાદ યાદવ (RJD), ઉપેન્દ્ર કુશવાહા (RLSP), અખિલેશ યાદવ (SP), સુખબીર સિંહ બાદલ (SAD), પવનકુમાર ચામલિંગ (SDF), એન. ચંદ્રાબાબુ નાયડુ (TDP), કવલકુન્તલા ચંદ્રશેકર રાવ-કેસીઆર (TRS), વાય.એસ. જગમોહન રેડ્ડી (YSRCP). 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news