દેશના આ જગપ્રસિદ્ધ મંદિરમાં 'ગાંધી પરિવાર'ના પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો તેની પાછળની કહાની

આ મંદિરમાં પ્રવેશ માટે કોઈ પણ વ્યક્તિ હિન્દુ હોય તે જરૂરી છે. વર્ષ 1984માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ આ મંદિરમાં પ્રવેશ મળી શક્યો નહતો. જગન્નાથ મંદિરના સેવાકર્તા અને ઈતિહાસકારોનું કહેવું છે કે આ મંદિરમાં ફક્ત સનાતન હિન્દુ જ પ્રવેશ કરી શકે છે. બિન હિન્દુ માટે આ મંદિરમાં પ્રવેશ નિષેધ છે. 

દેશના આ જગપ્રસિદ્ધ મંદિરમાં 'ગાંધી પરિવાર'ના પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો તેની પાછળની કહાની

વિશાલ પાંડે, પુરી: ભારતના ચાર ધામોમાંથી એક છે ઓડિશાના પુરીનું જગન્નાથ મંદિર. દરેક હિન્દુ જીવનમાં એકવાર જગન્નાથ મંદિરના દર્શન કરવા જરૂર ઈચ્છે છે. આ મંદિરના દર્શન કરવા માટે લોકો દુનિયાના ખુણે ખુણેથી આવે છે. આ મંદિર સમુદ્ર તટ પર છે. એવું કહે છે કે સમુદ્રની લહેરોના અવાજ આ મંદિરની અંદર એકદમ શાંત થઈ જાય છે. 

આ મંદિરની વાસ્તુકલા અને એન્જિનિયરિંગની દુનિયામાં પ્રશંસા થાય છે. આ મંદિર ભારતની ધરોહર છે. પરંતુ આ મંદિરમાં પ્રવેશ માટે કોઈ પણ વ્યક્તિ હિન્દુ હોય તે જરૂરી છે. વર્ષ 1984માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ આ મંદિરમાં પ્રવેશ મળી શક્યો નહતો. જગન્નાથ મંદિરના સેવાકર્તા અને ઈતિહાસકારોનું કહેવું છે કે આ મંદિરમાં ફક્ત સનાતન હિન્દુ જ પ્રવેશ કરી શકે છે. બિન હિન્દુ માટે આ મંદિરમાં પ્રવેશ નિષેધ છે. 

મંદિરમાં બિન હિન્દુના પ્રવેશ પર ક્યારે લાગ્યો પ્રતિબંધ
ઈતિહાસકાર પંડિત સૂર્યનારાયણ રથશર્માએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે ઈન્દિરા ગાંધીને 1984માં જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે જવા નહતા દેવાયા કારણ કે ઈન્દિરાએ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતાં. ફિરોઝ ગાંધી પારસી હતાં. રથશર્માએ જણાવ્યું કે લગ્ન બાદ યુવતીનું ગોત્ર પતિના ગોત્રમાં ફેરવાઈ જાય છે. પારસી લોકોનું કોઈ ગોત્ર હોતુ નથી. આથી ઈન્દિરા ગાંધી હિન્દુ રહ્યાં નહતાં. પંડિત સૂર્યનારાયણે એમ પણ જણાવ્યું કે હજારો વર્ષ પહેલા જગન્નાથ મંદિર પર અનેકવાર આક્રમણ થયું હતું અને આ તમામ હુમલા એક ધર્મ વિશેષના શાસકોએ કર્યાં હતાં, જેના કારણે પોતાના ધર્મને સુરક્ષિત રાખવા માટે જગનનાથ મંદિરમાં બિન હિન્દુના પ્રવેશ પર રોક લગાવવામાં આવી. 

Image result for rahul gandhi and priyanka gandhi zee news

રાહુલ અને પ્રિયંકાને પણ નહીં મળે પ્રવેશ
જગન્નાથ મંદિરના વરિષ્ઠ સેવાકર્તા રજત પ્રતિહારીનું  કહેવું છે કે તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ મંદિરમાં પ્રવેશવા દેશે નહીં. કારણ કે તેઓ તેમને હિન્દુ માનતા નથી. જગન્નાથ મંદિરમાં સેવાકર્તાઓ અને જગન્નાથ ચૈતન્ય સંસદ સંલગ્ન લોકોએ જણાવ્યું કે રાહુલ ગાંધીનું ગોત્ર ફિરોઝ ગાંધી તરફથી ગણાશે, નહેરું તરફથી નહીં. રજત પ્રતિહારીએ કહ્યું કે રાહુલ ગાંધી ભલે પોતાને જનોઈધારી દત્તાત્રેય ગોત્રના કૌલ બ્રાહ્મણ ગણાવે પરંતુ સત્ય એ છે કે ફિરોઝ જહાંગીર ગાંધીના તેઓ પૌત્ર છે અને ફિરોઝ ગાંધી હિન્દુ નહતાં. 

એક અન્ય વરિષ્ઠ સેવાકર્તા મુક્તિનાથ પ્રતિહારીએ કહ્યું કે જો રાહુલ ગાંધી પ્રિયંકાને દર્શન કરવા જ હોય તો તેઓ વર્ષમાં એકવાર નીકળનારી જગન્નાથ યાત્રામાં મંદિરની બહાર સામેલ થઈ શકે છે. પરંતુ તેમને મંદિરમાં પ્રવેશ મળશે નહીં. 

ફક્ત આ ધર્મના લોકોને જ મંદિરમાં પ્રવેશની મંજૂરી
ઓડિશાના જગન્નાથ પુરીના મંદિર માટે પુરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને ભારતનો દરેક હિન્દુ ઈચ્છે છે કે જીવનમાં ઓછામાં ઓછી એકવાર પુરીના જગન્નાથ મંદિરની યાત્રા કરવાનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થાય. પરંતુ આ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી ફક્ત સનાતન હિન્દુને જ છે. મંદિર પ્રશાસન  ફક્ત હિન્દુ, સિખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકોને જ ભગવાન જગન્નાથ મંદિરમાં પ્રવેશની મંજૂરી આપે છે. આ ઉપરાંત બીજા ધર્મના લોકો પર મંદિરમાં પ્રવેશ પર દાયકાઓથી પ્રતિબંધ લાગેલો છે. 

ભારતની સૌથી શક્તિશાળી વ્યક્તિ, ભારતના વડાપ્રધાન પણ જો હિન્દુ ન હોય તો આ મંદિરમાં પ્રવેશ મળી શકતો નથી. વર્ષ 1984માં ઈન્દિરા ગાંધી જગન્નાથ મંદિરમાં જવા માંગતા હતાં પરંતુ તેમને મંજૂરી મળી નહીં. જગન્નાથ મંદિરના પૂજારીઓ અને સેવાકર્તાઓના જણાવ્યાં મુજબ ઈન્દિરા ગાંધી હિન્દુ નહીં પરંતુ પારસી છે અને આથીતેમને મંદિરમાં પ્રવેશ માટે મંજૂરી અપાઈ નહતી. 

ઈન્દિરાને ગાંધી સરનેમ કેવી રીતે મળી
તમને જો યાદ હોય તો આ વર્ષ જાન્યુઆરીમાં ઝી ન્યૂઝે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક ઐતિહાસિક ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. ઝી ન્યૂઝે પહેલીવાર આખા દેશને પ્રયાગરાજના એક પારસી કબ્રસ્તાનમાં હાજર ફિરોઝ ગાંધીની કબરની તસવીરો બતાવી હતી. આ રિપોર્ટ એટલા માટે કારણ કે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, અને પ્રિયંકા ગાંધી, ને ગાંધી સરનેમ પંડિત જવાહરલાલ નહેરું તરફથી નહીં પરંતુ ફિરોઝ ગાંધી તરફથી મળી હતી. પરંતુ આમ છતાં ફિરોઝ ગાંધીને કોંગ્રેસ પાર્ટી તરફથી એ સન્માન ન મળ્યું જે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને મળ્યું હતું તથા આજે રાહુલ અને પ્રિયંકાને મળે છે. 

પ્રયાગરાજમાં ગાંધી પરિવારના  પારસી કનેક્શનની બીજી કડી પ્રયાગરાજથી એક હજાર કિલોમીટર દૂર જગન્નાથ પુરી સાથે જોડાયેલી છે. હવે ગાંધી પરિવારના કોઈ પણ સભ્ય, જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવાની હિંમત કરી શકતા નથી. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના નરમ હિન્દુત્વના રાજકારણને ઉર્જા આપવા માટે કેદારનાથના દર્શન કર્યાં, અને કૈલાશ માનસરોવરની યાત્રા પણ કરી. દરેક ચૂંટણીમાં તેઓ મંદિરોમાં જાય છે પરંતુ તેમણે ક્યારેય જગન્નાથ મંદિરમાં દર્શન કરવાની યોજના ન બનાવી. જગન્નાથ મંદિરના સેવાકર્તાઓનું કહેવું છે કે તેઓ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની જેમ જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પારસી માને છે. આથી  તેમને મંદિરમાં પ્રવેશ આપી શકાય નહીં. 

મંદિર સેવાકર્તાઓનું એમ પણ માનવું છે કે જગન્નાથ મંદિરને લૂટવામાં આને મૂર્તિઓને અપવિત્ર કરવા માટે થયેલા હુમલાના કારણે મંદિરમાં બિન હિન્દુઓને પ્રવેશ આપવાની મંજૂરી નથી. મંદિર સાથે જોડાયેલા અને ઈતિહાસનો અભ્યાસ કરનારાઓનો દાવો છે કે હુમલાના કારણે 144 વર્ષો સુધી ભગવાન  જગન્નાથે મંદિરથી દૂર રહેવું પડ્યું હતું. આ મંદિરના સંઘર્ષની કહાની ભારતના મહાન પૂર્વજોના ત્યાગ તપસ્યા અને બલિદાનની કહાની પણ છે. 

જગન્નાથ મંદિરને 20 વાર વિદેશીઓએ લૂંટ્યું
જગન્નાથ મંદિરના ગેટ ઉપર જ એક શિલાલેખમાં 5 ભાષાઓમાં લખ્યું છે કે અહીં ફક્ત હિન્દુઓને જ પ્રવેશની મંજૂરી છે. આ કારણ સમજવા માટે ઝી ન્યૂઝે મંદિર પ્રશાસન સાથે વાત કરી. મંદિરના સેવાકર્તાઓ તરફથી કહેવાયું કે જગન્નાથ મંદિરને 20 વાર વિદેશી હુમલાખોરો દ્વારા લૂંટાયું. ખાસ કરીને મુસલમાન સુલ્તાનો અને બાદશાહોએ જગન્નાથ મંદિરની મૂર્તિઓને નષ્ટ કરવા માટે ઓડિશા પર વારંવાર આક્રમણ કર્યું. પરંતુ આ હુમલાખોરો  જગન્નાથ મંદિરની ત્રણ પ્રમુખ મૂર્તિઓ, ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રની મૂર્તિઓને નષ્ટ કરી શક્યા નહીં. કારણ કે મંદિરના પૂજારીઓએ વારંવાર મૂર્તિઓને છૂપાવી દીધી હતી. એકવાર મૂર્તિઓને ગુપ્ત રીતે ઓડિશા રાજ્યની બહાર હૈદરાબાદમાં પણ છૂપાવવામાં આવી હતી. 

સોમનાથ મંદિરને પણ હુમલો કરીને 17થી વધુ વાર નષ્ટ કરવાની કોશિશ કરાઈ
હુમલાખોરોના કારણએ ભગવાને મંદિર છોડવું પડે તે વાત પર આજે ભારતમાં કોઈ વિશ્વાસ કરશે નહીં. આજે ભારતમાં એક બંધારણ છે અને બધાને પોત પોતાની પૂજા અને ઉપાસના કરવાનો અધિકાર છે. પરંતુ છેલ્લા એક હજાર વર્ષોમાં મુસ્લિમ બાદશાહો અને સુલ્તાનોના રાજમાં હિન્દુઓના હજારો મંદિરો તોડવામાં આવ્યાં હતાં. અયોધ્યામાં રામ જન્મભૂમિ, કાશી વિશ્વનાથ, મથુરામાં કૃષ્ણ જન્મ ભૂમિ વિવાદ  પણ આ ઈતિહાસ સાથે જોડાયેલા છે. આ હુમલાખોરોએ ભારતના પશ્ચિમી સમુદ્ર તટ પર આવેલા સોમનાથ મંદિરને પણ પણ 17 વાર તોડ્યું હતું. સોમનાથના સંઘર્ષનો ઈતિહાસ મોટાભાગના લોકોને ખબર છે પરંતુ જગન્નાથ મંદિર પર હુમલો કરીને 17થી વધુવાર નષ્ટ કરવાની કોશિશ કરાઈ તે ઈતિહાસની જાણકારી ખુબ ઓછા લોકોને છે. 

આ વિષય પર ઝી ન્યૂઝ દ્વારા ખુબ રિસર્ચ કરાયું. ઓડિશા સરકારની અધિકૃત વેબસાઈટ પર મંદિર પર થયેલા હુમલાઓ અને મૂર્તિઓ નષ્ટ કરવાની કોશિશનો આખો ઈતિહાસ આપેલો છે. વેબસાઈટના એક લેખમાં કહેવાયું છે કે મંદિર અને મૂર્તિઓને નષ્ટ કરવા માટે 17 વાર હુમલા થયાં. 

પહેલો હુમલો વર્ષ 1340માં બંગાળના સુલ્તાન ઈલિયાસ શાહે કર્યો હતો. 

બીજો હુમલો વર્ષ 1360માં દિલ્હીના સુલ્તાન ફિરોઝ શાહ તુઘલકે કર્યો હતો. 

જુઓ LIVE TV

ત્રીજો હુમલો વર્ષ 1509માં બંગાળના સુલ્તાન અલાઉદ્દીન હુસૈન શાહના કમાન્ડર ઈસ્માઈલ ગાઝીએ કર્યો હતો. 

ચોથો હુમલો વર્ષ 1568માં કાલા પહાડ નામના એક અફઘાને કર્યો હતો જે સૌથી મોટો હુમલો  હતો. જેનાથી મંદિરની વાસ્તુકલાને ખુબ નુકસાન પણ થયું હતું. કેટલીક મૂર્તિઓ પણ બાળી નાખવામાં આવી હતી. 

પાંચમો હુમલો વર્ષ 1592માં ઓડિશાના સુલ્તાન ઈશાના પુત્ર ઉસ્માન અને કુથુ ખાનના પુત્ર સુલેમાને કર્યો હતો. 

છઠ્ઠો હુમલો વર્ષ 1601માં બંગાળના નવાબ ઈસ્લામ ખાનના કમાન્ડર મિર્ઝા ખુર્રમને કર્યો હતો. 

સાતમો હુમલો ઓડિશાના સુબેદાર હાશિમ ખાને કર્યો હતો. 

આઠમો હુમલો હાશિમ ખાનની સેનામાં કામ કરતા એક હિન્દુ જાગીરદારે કર્યો. 

નવમો હુમલો વર્ષ 1611માં મુઘલ બાદશાહ અકબરના નવરત્નોમાં સામેલ રાજા ટોડરમલના પુત્ર રાજા કલ્યાણ મલે કર્યો હતો. 

દસમો હુમલો પણ કલ્યાણ મલે કર્યો હતો. 

11મો હુમલો વર્ષ 1617માં દિલ્હીના બાદશાહ જહાંગીરના સેનાપતિ મુકર્રમ ખાને કર્યો હતો. 

12મો હુમલો 1621માં ઓડિશાના મુઘલ ગવર્નર મિર્ઝા અહેમદ બેગે  કર્યો હતો. 

13મો હુમલો વર્ષ 1641માં ઓડિશાના મુઘલ ગવર્નર મિર્ઝા મક્કીએ કર્યો હતો. 

14મો હુમલો પણ મિર્ઝા મક્કીએ જ કર્યો હતો. 

15મો હુમલો અમીર ફતેહ ખાને કર્યો હતો. 

16મો હુમલો 1692માં મુઘલ બાદશાહ ઔરંગઝેબના આદેશ પર થયો હતો. 

મંદિર પર છેલ્લો હુમલો 17મો હુમલ વર્ષ 1699માં મોહમ્મદ તકી ખાને કર્યો હતો. તકી ખાન વર્ષ 1727થી 1734 વચ્ચે ઓડિશાનો નાયબ સુબેદાર હતો. તે સમયે પણ મૂર્તિઓ છૂપાવવામાં આવી હતી અને બીજી જગ્યાએ હૈદરાબાદમાં શિફ્ટ કરાઈ હતી. 

દિલ્હીમાં મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યા બાદ મરાઠાઓની તાકાત વધ્યા પછી જગન્નાથ મંદિર પર આવેલું સંકટ ટળ્યું અને ધીરે ધીરે જગન્નાથ મંદિરનો વૈભવ પાછો ફર્યો. જગન્નાથ મંદિરની મૂર્તિઓ વારંવાર બચી જવાના કારણે હુમલાખોર ક્યારેય પોતાના મનસૂબામાં સફળ થયા નહીં. પુરીના સ્થાનિક લોકો સતત આ મંદિરને બચાવવા માટે સંઘર્ષ કરતા રહ્યાં. ઓડિશાના લોકો મંદિરનું સુરક્ષિત રહેવું એ ભગવાન જગન્નાથનો એક ચમત્કાર જ ગણે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news