BJPના ખિચડી સરકારના કટાક્ષ અંગે થરૂરે કહ્યું બિમાર માટે ખિચડી અમૃત

થરૂરે કહ્યું કે, 23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસનાં નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનશે

BJPના ખિચડી સરકારના કટાક્ષ અંગે થરૂરે કહ્યું બિમાર માટે ખિચડી અમૃત

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે વિપક્ષ પર વડાપ્રધાન મોદી અને અન્ય  ભાજપ નેતાઓની ખિચડી સરકારની ટીપ્પણી અંગે કહ્યું કે, જ્યારે તમે બિમાર હો છો તમને ખિચડીની જરૂર હોય છે. થરૂરે ખીચડી સંદર્ભે કહ્યું કે, દેશ ભાજપને સત્તાથી બહારનો રસ્તો દેખાડીને દેશની રાજનીતિક બિમારીની યોગ્ય રીતે સારવાર કરશે. પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યું અનુસાર થરૂરે કહ્યું કે, 23 મેનાં રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસના નેતૃત્વમાં નવી ગઠભંધન સરકાર બનશે. 

વડાપ્રધાન મોદીની મહામિલાવટ ટીપ્પણી અંગે કોંગ્રેસે કહ્યું કે, ભાજપ જ્યારે પણ બેકફુટ પર જતુ રહે તેવી સ્થિતી સર્જાય ત્યારે તે આવી વાતો પર ઉતરી આવે છે પછી તે લોકો પર રાષ્ટ્રવિરોધી લેબલ ચીપકાવવાની વાત હોય, ટુકડે ટુકડે ગેંગ  જેવા જુમલાઓ હોય  કે પછી તેમના દ્રષ્ટીકોણ સાથે સંમત ન હોય તેવા લોકોને પાકિસ્તાન મોકલવાની વાત હોય. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીને ગુમરાહ કરવાની રાજનીતિ કરવા તથા વિભાજનકારી અંધરાષ્ટ્રવાદી વાતો કરવામાં મહારથ પ્રાપ્ત છે અને તેમને સત્તાનાં પોતાના વિનાશકારી રેકોર્ડને જોતા આ બધુ કરવું પડી રહ્યું છે. 

છઠ્ઠો તબક્કો: જ્યોતિરાદિત્ય અમીર ઉમેદવાર, ગંભીર પાસે 147 કરોડ સંપત્તી
રાષ્ટ્રવાદ મુદ્દે ભાજપના વિમર્શ અંગે તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદી પોતે સેનાનું રાજનીતિકરણ કરવા અથવા દેશની રાષ્ટ્રીય સુરક્ષાના એકમાત્ર સક્ષમ સંરક્ષક તરીકે રજુ કરતા રહે છે. તેમણે કહ્યું કે, ભાજપ આ ધારણા તરફ છે કે ભારતીય મતદાતા અચ્છે દિનનું વચન ભુલી જશે કે દિવસ ક્યારે પણ નહી આવે. થરૂરે કહ્યું કે, જ્યારે પણ ભાજપ સમર્થક મહામિલાવટની વાત કરે છે  અથવા વાત કહે છે અથવા કહે છે કે બીજી ગઠબંધન સરકાર ખિચડી હોય તો હું જવાબ આપવા માંગીશ કે જ્યારે તમે બિમાર હો છો ત્યારે ખિચડીની જ જરૂર પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news