Survey: આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં AAP ભાજપને આપશે મોટો ઝટકો! કેજરીવાલની પાર્ટીને મળી શકે આટલી સીટ

Lok Sabha Election: દેશની રાજધાની દિલ્હીમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક લેટેસ્ટ સર્વે કરવામાં આવ્યો છે. આ લોકસભા ચૂંટણીના જે તારણો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. જાણો સીએમ કેજરીવાલની પાર્ટીને કેટલી સીટો મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 

Survey: આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં AAP ભાજપને આપશે મોટો ઝટકો! કેજરીવાલની પાર્ટીને મળી શકે આટલી સીટ

Lok Sabha Election 2024 Opinion Poll: લોકસભા ચૂંટણી 2024માં હવે બહું ઝાઝો સમય નથી. ત્યારે આ મહાસંગ્રામમાં કોની સરકાર બનશે તે તો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે. તે પહેલા વિપક્ષનું ગઠબંધન INDIA બન્યા બાદ એક સર્વે કરવામાં આવ્યો. જેમાં દેશની રાજધાની દિલ્હીની લોકસભા બેઠકો અંગે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. 

ઈન્ડિયા ટીવી સીએનએક્સે 2024 લોકસભા ચૂંટણી માટે આ સર્વે કર્યો છે. તેના માધ્યમથી લોકોના મન ટટોળવાની કોશિશ કરાઈ છે કે જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોને કેટલી સીટો મળી શકે. તાજા ઓપિનિયન પોલમાં આમ તો ત્રીજી વખત પણ ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનતી જોવા મળી રહી છે. 

NDA-INDIA અંગે શું કહે છે સર્વેના આંકડા?
સર્વે મુજબ દેશમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 318 બેઠકો મળવાનું અનુમાન છે. ભાજપને એકલા હાથે 290 સીટો મળી શકે છે. જ્યારે તેનાથી ઉલટું ઈન્ડિયા ગઠબંધનને 175 સીટો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને 66 બેઠકો પોતાના દમ પર મળી શકે છે. જો 2024માં ચૂંટણીના પરિણામ પણ આ રીતે જોવા મળે તો કોંગ્રેસ જે 10 વર્ષથી સત્તાથી બહાર છે તેણે હજુ 5 વર્ષ રાહ જોવી પડી શકે છે. 

દિલ્હીમાં ભાજપને મળી શકે છે ઝટકો?
દિલ્હીની લોકસભા સીટ વિશે વાત કરીએ તો રાજધાનીની તમામ 7 લોકસભા બેઠક પર છેલ્લી બે વખતથી ભાજપનો એકતરફી કબજો રહ્યો છે. દિલ્હીવાળા પાસેથી ભાજપને મળેલા આ અપાર મતોમાં શું કેજરીવાલ આ વખતે ગાબડું પાડી શકે છે? સર્વે મુજબ ભાજપને દિલ્હીમાં બે સીટોનું નુકસાન થઈ શકે છે. જેનો સીધો ફાયદો AAP ને મળતો જોવા મળે છે. 

દિલ્હીમાં જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો ભાજપને 5 બેઠક મળે તેવી શક્યતા છે. જ્યારે બે સીટ વિપક્ષના ગઠબંધનને જઈ શકે છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP INDIA ગઠબંધનનો ભાગ છે. જો આમ થાય તો લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પહેલીવાર દિલ્હીમાં ખાતું ખુલી શકે છે. બે સીટ ત્યારે મળી શકે જ્યારે AAP અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે. 

કેજરીવાલની પાર્ટીને કેટલી મળી શકે બેઠકો
આમ આદમી પાર્ટીની કુલ બેઠકોની વાત કરીએ તો દિલ્હીમાં બે સીટ સાથે કુલ 10 સીટ મળે તેવો અંદાજ છે. કેજરીવાલની પાર્ટીને પંજાબમાં પણ લોકસભા સીટોમાં વધારો થાય તેવો અંદાજો છે. પંજાબમાં હાલ લોકસભાની કુલ 13 બેઠકો છે. સર્વે મુજબ રાજ્યની તમામ સીટો ઈન્ડિયા ગઠબંધનને જાય તેવું અનુમાન છે. જેમાંથી આમ આદમી પાર્ટીને 8 બેઠકો અને કોંગ્રેસને અન્ય 5 બેઠકો મળે તેવી ધારણા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news