Lok Sabha Election 2024: આગામી યાદી ચોંકાવનારી હશે, જાણો સંભવિત ઉમેદવારોમાં કયા કયા નામો પર ચર્ચા 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષોએ ધૂંઆધાર પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ઉમેદવારોની યાદી જાહેર થવા લાગી છે. આ જ કડીમાં હવે નવી યાદી પર બધાની નજર છે. બીજી બાજુ સંભવિત ઉમેદવારોના નામો ઉપર પણ ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. સોશયિલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ છે.

Lok Sabha Election 2024: આગામી યાદી ચોંકાવનારી હશે, જાણો સંભવિત ઉમેદવારોમાં કયા કયા નામો પર ચર્ચા 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષોએ ધૂંઆધાર પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ઉમેદવારોની યાદી જાહેર થવા લાગી છે. આ જ કડીમાં હવે નવી યાદી પર બધાની નજર છે. બીજી બાજુ સંભવિત ઉમેદવારોના નામો ઉપર પણ ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. સોશયિલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ છે. એવું કહેવાય છે કે ભાજપ ચર્ચિત નુપુર શર્માને રાયબરેલીની બેઠકથી મેદાનમાં ઉતારી શરે છે જ્યારે સિંગર નેહા સિંહ રાઠોડને કોંગ્રેસ કે સપા નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારીની સામે મેદાનમાં ઉતારી શકે છે. 

વાત જાણે એમ છે કે સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપની આગામી યાદી જલદી આવી શકે છે. આ યાદીમાં અનેક ચોંકાવનારા નામ સામેલ છે. આ સાથે જ અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ શકે છે. 

નુપુર શર્માને તક?
ભાજપની યાદીમાં જે નામોની ચર્ચા છે તેમાં રાયબરેલીની સીટ પણ છે જ્યાં લાંબા સમયથી નહેરુ ગાંધી પરિવારનો જબરદસ્ત દબદબો રહ્યો છે. ભાજપની નજર આ બેઠક પર છે. અમેઠી બાદ ભાજપ આ સીટ પણ કોંગ્રેસ પાસેથી પડાવવાની કોશિશમાં છે. આ સીટ વિશે એવી ચર્ચા છે કે ભાજપ વિવાદિત નુપુર શર્માને તક આપી શકે છે. જો કે આ સીટથી દિનેશ પ્રતાપ સિંહના નામની પણ ચર્ચા છે. નુપુર શર્માને ભાજપે પયગંબર વિવાદ બાદ પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યા હતા. તેમને મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. લાંબા સમય સુધી તેઓ મોટાભાગના જાહેર કાર્યક્રમોમાં જોવા મળતા નહતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાર્યક્રમોમાં દેખાવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર નુપુરનું નામ ખુબ ચર્ચામાં છે. આવામાં ભાજપ તેમને રાયબરેલી સીટથી મેદાનમાં ઉતારી શકે છે. 

નેહા શર્મા
બીજી બાજુ નોર્થ ઈસ્ટ દિલ્હી બેઠકથી મનોજ તિવારીનો મુકાબલો કરવા માટે સપા કે કોંગ્રેસ નેહા સિંહ રાઠોડને ટિકિટ આપી શકે છે. જો આમ થયું તો મુકાબલો રસપ્રદ બનશે. નેહા સિંહ રાઠોડ એ જ ગાયક છે જેણે લાંબા સમયથી મનોજ તિવારીને ટાર્ગેટ કર્યા છે અને તેમના જૂના ગીતો પર અનેક કમેન્ટ કરી છે. 

અન્ય સીટો માટે ચર્ચા
આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે ભાજપ અરુણ ગોવિલને પણ કોઈ સીટથી મેદાનમાં ઉતારી શકે છે. અરુણ ગોવિલે રામાયણ સિરિયલમાં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. આ સિવાય હાલમાં જ આવેલી મૂવી આર્ટિકલ 370માં પીએમ મોદીની ભૂમિકા ભજવી હતી. ચર્ચા એવી પણ છે કે ભાજપ પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપીને જિતિન પ્રસાદને મેદાનમાં ઉતારી શકે છે. 

બૃજભૂષણ પર સંશય યથાવત
એક ચર્ચા એવી પણ સામે આવી છે કે કૈસરગંજ સીટથી બૃજભૂષણ સિંહની જગ્યાએ તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ મળી શકે છે. જો કે સાચુ તો સમય જ જણાવશે. પરંતુ રાજકીય ચર્ચાઓએ ચૂંટણીને લઈને જબરદસ્ત માહોલ બનાવી દીધો છે. જોવાનું એ રહેશે કે પાર્ટીઓના નિર્ણય આ ચર્ચા સાથે કેટલો મેળ ખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news