દેશ માટે ખુબ જ ફાયદાકારક રહ્યુ LOCKDOWN નહી તો આજે 70 લાખ કેસ હોત, જાણો શું કહ્યું સરકારે

સ્વાસ્થય મંત્રાલય અને વિવિધ કેન્દ્રીય વિભાગોની સંયુક્ત પત્રકાર પરિષદમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે, લોકડાઉનનું ખુબ જ સારૂ પરિણામ મળ્યું છે. જો લોકડાઉન યોગ્ય સમયે ન કરવામાં આવ્યું હોત તો તેના અનેક ગંભીર પરિણામો આવ્યા હોત. સંખ્યાકીય અને કાર્યક્રમ ક્રિયાન્વયન મંત્રાલય તરફથી પ્રવીણ શ્રીવાસ્તવે જણાવ્યું કે, લોકડાઉનનાં અસરનું અનુમાન અલગ અલગ સંસ્થાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. સાંખ્યીક વિભાગ અનુસાર લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો આજે 36થી 70 લાખ લોકો કોરોના પોઝિટિવ હોત.
દેશ માટે ખુબ જ ફાયદાકારક રહ્યુ LOCKDOWN નહી તો આજે 70 લાખ કેસ હોત, જાણો શું કહ્યું સરકારે

નવી દિલ્હી : સ્વાસ્થય મંત્રાલય અને વિવિધ કેન્દ્રીય વિભાગોની સંયુક્ત પત્રકાર પરિષદમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે, લોકડાઉનનું ખુબ જ સારૂ પરિણામ મળ્યું છે. જો લોકડાઉન યોગ્ય સમયે ન કરવામાં આવ્યું હોત તો તેના અનેક ગંભીર પરિણામો આવ્યા હોત. સંખ્યાકીય અને કાર્યક્રમ ક્રિયાન્વયન મંત્રાલય તરફથી પ્રવીણ શ્રીવાસ્તવે જણાવ્યું કે, લોકડાઉનનાં અસરનું અનુમાન અલગ અલગ સંસ્થાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. સાંખ્યીક વિભાગ અનુસાર લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો આજે 36થી 70 લાખ લોકો કોરોના પોઝિટિવ હોત.

સ્વાસ્થય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલનાં અનુસાર દેશમાં રિકવરી રેટ વધી રહ્યો છે. લગભગ 41 % થઇ ચુક્યો છે. મોર્ટેલિટી રેટ પણ વધી રહ્યો છે. જ્યાં કેસ વધારે છે, ત્યાં સરકારનું ફોકસ છે. અત્યાર સુધી જે દેશમાં 48534 દર્દીઓ કોવિડને હરાવી ચુક્યા છ. 66033 દર્દીઓ હાલ સક્રિય છે. ગત્ત 24 કલાકમાં 3334 દર્દીઓ સ્વસ્થય થયા છે. મૃત્યુ દર પણ 3.02% છે. ICMR તરફથી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે, અત્યાર સુધી 27 લાખ 55 હજાર 714 ટેસ્ટ થયા છે. આજે ચોથો દિવસ રહ્યો જ્યારે 1 લાખથી પણ વધારે ટેસ્ટ કરવામાં આવ્યા.

નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે દેશમાં મેડિકલ ફેસિલીટીની માહિતી આપતા જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે પુરતી વ્યવસ્થા છે. પોલના અનુસાર 30 લાખ પીપીઇ રાજ્યોને આપવામાં આવી ચુકી છે. કોવિડનાં કેસમાં વેન્ટિલેટર્સની જરૂર નથી પડી. આપણે પહેલા વિચારતા હતા કે, વેન્ટિલેટર્સની વધારે જરૂર પડે છે. દેશમાં 80 ટકા કોરોનાં કેસ 5 રાજ્યોમાં છે. 90 ટકા કેસ 10 રાજ્યોમાં. 60 ટકા કેસ 5 શહેરમાં 70 ટકા કેસ 10 શહેરમાં અને 80 ટકા મોત 5 રાજ્યમાં છે. 

પોલના અનુસાર આપણે ખુબ જ સતર્ક રહેવું પડશે. હાલ સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઢીલ વર્તી શકાય નહીય. આપણે ચોક્કસ રહીને કામ કરવું પડશે. માસ્ક, હેન્ડ  હાઇઝીન, વૃદ્ધોને બીજી બિમારી હોય તેવા લોકોની વિશેષ કાળજી, દેશમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યાં સ્પેશ્યલ પ્રયાસ. જેમને લોકડાઉન નથી કરવામાં આવ્યા તે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. લોકડાઉન ઘણા દિવસો સુધી ચાલી પણ શકે નહી, જીવન પણ ચલાવવાનું છે.

પોલના અનુસાર અત્યાર સુધી વડાપ્રધઆન જન આરોગ્ય યોજના હેઠલ 1 કરોડ લોકોની સારવાર થઇ ચુકી છે. ભારતમાં સમજી વિચારીને લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. અનેક દેશોએ નિર્ણય લીધા, પરંતુ ઘણાએ મોડુ કરી દીધું. આપણા દેશમાં યોગ્ય સમયે નિર્ણય લેવાયો. 3 એપ્રીલ સુધી કેસ આવવાની સ્પીડ વધારે હતી. 4 એપ્રીલની આસપાસ લોકડાઉનનાં કારણે સ્પીડ ઘટી. કેસ વધી રહ્યા છે, હાલ પણ સ્પીડ તે જ રહી હોત તો અત્યારે કોરોનાના લાખો કેસ એક્ટિવ હોત. આજે 13.3 ડબલીંગ રેટ છે. 12થી 14 દિવસ આવે છે અશર આવવામાં પોલનાં અનુસાર તે જવાસ સરળ નથી કે દેશમાં કેસ કેટલા થશે. ડેથ કેટલા થશે. પરંતુ હાલ સરકારનું ફોકસ ગ્રામીણ વિસ્તારો પર છે. જ્યાં વાયરસ ફેલાતો અટકાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news