ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર અને કુલભુષણ જાધવ વચ્ચેની મુલાકાત અઢી કલાક ચાલી

પાકિસ્તાનમાં ભારતનાં ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલુવાલિયાએ આજે કુલભુષણ જાધવ સાથે મુલાકાત કરી

ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર અને કુલભુષણ જાધવ વચ્ચેની મુલાકાત અઢી કલાક ચાલી

નવી દિલ્હી : પાકિસ્તાન એકવાર ફરીથી ભારતની આગળ નમ્યું છે. પાકિસ્તાન સરકારે આજે ત્યાની જેલમાં રહેલ કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) ને કાઉન્સેલર એક્સેસ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનનાં આ પ્રસ્તાવને સોમવારે સ્વીકાર્યા બાદ ભારતીય ડેપ્યુટી હાઇ કમિશ્નર ગૌરવ અહલુવાલિયાને જાધવને મળવા માટે મોકલ્યા. ગોરવ અહલુવાલિયા અને કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav)ની વચ્ચે અઢી કલાક મુલાકાત યોજાઇ હતી.

અયોધ્યા કેસ : 'પૂજા માટે થતી ભગવાનની પરિક્રમા પુરાવો હોઈ શકે નહીં'
સમાચાર એજન્સી એએનઆઇના સુત્રો અનુસાર માહિતી આપી છે કે બંન્ને વચ્ચે મુલાકાત ખતમ થઇ ચુકી છે. પાકિસ્તાને બંન્નેની મુલાકાત અજાણ્યા સ્થળે કાર્યવાહી કરી. આ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓ પણ હાજર રહ્યા. પાકિસ્તાન તરફતી આ વખતે બિનશરતે કોન્સુલર એક્સેસ આપવાની વાત કહેવામાં આવી હતી.

'હું કારગિલમાં લડ્યો, અભિનંદન બાલાકોટમાં લડ્યાં, તેમની સાથે ઉડાણ ભરવી એ સુખદ અનુભવ'
અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે 3 વર્ષથી કુલભુષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવા જઇ રહ્યા હતા. સુત્રોએ કહ્યું કે, અમે આશા કરીએ છીએ કે પાકિસ્તાન કાઉન્સેલર એક્સેસ દરમિયાન યોગ્ય વાતાવરણ આપે જેથી આ મુલાકાત સારી રીતે પ્રભાવી હોય, જેવું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના આદેશ હતો.

મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, લેન્ડર વિક્રમ ઓર્બિટરથી અલગ થયું, 7 સપ્ટેમ્બરે ચંદ્ર પર લેન્ડિંગ કરશે
પાકિસ્તાને આ અગાઉ કાઉન્સેલર એક્સેસ આપવાના મુદ્દે કેટલીક શરતો મુકી હતી, જેને ભારતની તરફથી અસ્વિકાર કરી દેવામાં આવ્યો હતો. આ વખતે પણ પાકિસ્તાન સરકારે બે કલાકનો સમય આપવાની વાત કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે પોતાનાં એક ટ્વીટમાં કહ્યું કે, કુલભૂષણ જાધવને કોન્સેલર એક્સેસ સોમવારે આપવામાં આવશે. બીજી તરફ ભારત સરકારનાં સુત્રોનું કહેવું હતું કે પાકિસ્તાનનાં પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવી રહ્યો હતો. ભારત કાઉન્સેલર એક્સેસ અંગે કોઇ પ્રતિબંધ નહોતો ઇચ્છતું.

એરફોર્સ ચીફ સાથે વિંગ કમાન્ડર અભિનંદને ઉડાવ્યું MIG 21, જુઓ VIDEO 
ભારતના રિટાયર્ડ નેવી ઓફીસર જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રીલ 2017માં જાસુસી અને આતંકવાદનાં આરોપ અંગે મોતની સજા ફટકારી હતી. ત્યાર બાદ ભારતે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ ગયું. કોર્ટે જાધવની ફાંસી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ વર્ષે જુલાઇમાં આઇસીજેએ પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે તેઓ જરા પણ મોડુ કર્યા વગર જાધવને કાઉન્સેલર એક્સેસ પુરુ પાડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news