CBI વિવાદ LIVE : સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા વિરૂદ્ધ CVCના તપાસ રિપોર્ટ પર સુનાવણી
ગત સુનાવતીમાં 26 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે સીવીસીને આલોક વર્માની વિરૂદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ બે અઠવાડિયામાં પુરી કરી રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપવાનો આદેશ આપ્યો હતો. આ તપાસની નજર સુપ્રીમ કોર્ટના રિટાયર જજ એકે પટનાયક કરશે.
Trending Photos
નવી દિલ્હી: CBI vs CBI મામલે ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનવાણી શરૂ થઇ ગઇ છે. તેમની અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની બેંચ સુનાવણી કરી રહી છે. આ પહેલાં સોમવારે સીવીસીએ સીલકવરમાં પોતાનો તપાસ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો.
સુનાવણી દરમિયાન સીજેઆઇ રંજન ગોગાઇની પીઠે કહ્યું 'જો સરકારને આપત્તિ ન હોય તો સીવીસીના રિપોર્ટ અરજીકર્તાને સોંપવામાં આવી શકે છે. અરજીકર્તાને રિપોર્ટની ગોપનીયતા જાળવવી પડશે. સીવીસીએ કેટલાક મામલાઓની તપાસ માટે વધુ સમય માંગ્યો છે. સીવીસીના તપાસ રિપોર્ટમાં મિશ્ર વાતો છે. સાથે જ સીબીઆઇના અંતરિમ નિર્દેશક એમ નાગેશ્વર રાવ દ્વારા 23 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી તપાસ ઓફિસરોની ટ્રાંસફરો સહિત તમામ નિર્ણયો સીલ કવરમાં યાદી આપવામાં આવી છે.
ગત સુનાવતીમાં 26 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે સીવીસીને આલોક વર્માની વિરૂદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ બે અઠવાડિયામાં પુરી કરી રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપવાનો આદેશ આપ્યો હતો. આ તપાસની નજર સુપ્રીમ કોર્ટના રિટાયર જજ એકે પટનાયક કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇના અંતરિમ નિર્દેશક એમ નાગેશ્વર રાવ કોઇપણ નીતિગત નિર્ણય લેશે નહી.
આલોક વર્માએ પોતાની અરજીમાં કેંદ્ર સરકાર દ્વારા તેમને અનિશ્વિતકાલીન રજા પર મોકલવા અને સીબીઆઇ નિર્દેશક પદનો વચગાળાનો ચાર્જ 1986ની બેંચના ભારતીય પોલીસ સેવાના ઓડિશા કેડરના અધિકારી તથા એજન્સીના સંયુક્ત નિર્દેશક એમ નાગેશ્વર રાવને સોંપવાના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
સીબીઆઇ નિર્દેશક આલોક વર્માએ અરજીમાં કહ્યું કે સીબીઆઇ સીબીઆઇ પાસે આશા રાખવામાં આવે છે કે તે એક સ્વતંત્ર અને સ્વાયત એજન્સી તરીકે કામ કરશે. આવી પરિસ્થિતિને ટાળી ન શકાય. જ્યારે ઉચ્ચ પદો પર બેસેલા લોકો પાસે સંબંધિત તપાસની દિશા સરકારની મરજી અનુસાર ન થાય. તાજેતરમાં એવા કેસ આવ્યા છે જેમાં તપાસ અધિકારીથી માંડીને જોઇન્ટ ડાયરેક્ટર/ ડાયરેક્ટર સુધી કોઇ ખાસ સુધી સહમત હતા, પરંતુ ફક્ત સ્પેશિય ડાયરેક્ટરની સલાહ અલગ હતી.
આ અરજી ઉપરાંત આલોક વર્માને રજા પર મોકલવા અને એમ નાગેશ્વર રાવને અંતરિમ નિર્દેશક તથા રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાગેલા આરોપોની તપાસ કોર્ટની નજરમાં કરાવવાની માંગને લઇને NGO કોમન કોઝે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં રાકેશ અસ્થાના તથા અન્ય ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ SIT તપાસની માંગ કરી છે. સોમવારે આલોક વર્મા અને કોમન કોઝ, બંનેની અરજીઓ પર એકસાથે સુનાવણી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે