ભારે વરસાદથી ઉત્તરાખંડ-હિમાચલ બેહાલ, ઉત્તરકાશીમાં વાદળ ફાટતા 17ના મોત, દિલ્હીમાં પણ અલર્ટ
દેશના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદના કારણે ખુબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કેરળ અને કર્ણાટક બાદ હવે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદના કેરના કારણે ખુબ વિનાશ વેરાયો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદના કારણે ખુબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કેરળ અને કર્ણાટક બાદ હવે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદના કેરના કારણે ખુબ વિનાશ વેરાયો છે. અનેક લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે ઉત્તરાખંડમાં ભારે નુકસાન થયું છે. અહીંના આઠ જિલ્લાઓમાં તબાહી મચી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે વિનાશ જોવા મળી રહ્યો છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનના કારણે પહાડ તૂટીને રસ્તાઓ પર પડી રહ્યાં છે. ઉત્તરકાશી, લામબગડ, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં પરિસ્થિતિ ખુબ ખરાબ છે. શાળા કોલેજો બંધ છે. હવામાન ખાતાએ આજે એટલે કે સોમવારે પણ વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરી (ઈનચાર્જ)એ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યાં મુજબ ઉત્તરકાશીના મોરી તહસિલમાં વાદળ ફાટવાથી 17 લોકોના મોત થયા છે.
Secretary (Incharge) Disaster Management, S A Murugesan, to ANI: 17 people have died in the cloud burst in Mori tehsil of Uttarkashi. #Uttarakhand pic.twitter.com/ZkzlsM2YnZ
— ANI (@ANI) August 19, 2019
મોરી વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને વાદળ ફાટવાથી ગ્રામીણો કાટમાળમાં દબાયેલા હોવાની સૂચના મળી હતી. જેના પર એસડીઆરએફની એક ટીમ બડકોટથી રવાના થઈ. મોરીના ગામ માકુડી, ટિકોચી અને આરાકોટ ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. માકુડીમાં અનેક લોકો કાટમાળમાં દબાયેલા હોવાનું કહેવાય છે. એસડીઆરએફની ટીમ બડકોટથી પ્રભાવિત વિસ્તાર આરાકોટમાં પહોંચી ચૂકી છે. રેસ્ક્યુ ટીમ મોરી સુધી પહોંચી હોવાની સૂચના છે. રસ્તા તૂટ્યા હોવાના કારણે ટીમને પ્રભાવિત ગામોમાં પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોરીમાં રેસ્ક્યુ માટે બે હેલિકોપ્ટર પણ લગાવવામાં આવ્યાં છે.
Delhi: Water level of Yamuna River recorded at 204.70 meters today (the warning level is at 204.50 meters), after more than 8 lakh cusecs of water released from Hathni Kund barrage. Delhi Govt has issued orders for evacuation, Civil Defence volunteers have been deployed. pic.twitter.com/wLhJtdxQjy
— ANI (@ANI) August 19, 2019
હિમાચલ-દિલ્હીમાં પણ ભયંકર ખરાબ સ્થિતિ
હિમાચલ પ્રદેશમાં 70 વર્ષની સૌથી ભીષણ પૂર સ્થિતિ અને ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી નદીઓના ઘોડાપૂરે મોટી તબાહી મચાવી છે. બંને રાજ્યોમાં વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા છે. અનેક લોકો લાપત્તા છે. આ રાજ્યોની અસર હવે દિલ્હી ઉપર પણ પડવાની શક્યતા છે. યમુનામાં જળશ્તર વધ્યા બાદ હરિયાણાના હાથણીકૂંડ બેરાજમાથી રવિવારે 8.72 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. જે સોમવાર સાંજ સુધીમાં દિલ્હી પહોંચશે. યમુનામાં આટલું પાણી ક્યારય છોડાયું નથી. 1978માં યમુનામાં સૌથી મોટું પૂર આવ્યું હતું. તે વખતે હરિયાણાથી 7 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. પાણી છોડાયા બાદ યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. દિલ્હી સરકારે સ્થિતિની ગંભીરતાને જોતા ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને હટાવવામાં આવી રહ્યાં છે.
જુઓ LIVE TV
હિમાચલમાં ભારે વરસાદ બાદ મનાલી અને કુલ્લુ વચ્ચેનો રાષ્ટ્રીય રાજમાર્ગ3 (એનએચ-3) આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયો. રાજમાર્ગની બંને બાજુ ગાડીઓ ફસાયેલી છે. લોકોની અવરજવર પણ આંશિક રીતે બંધ છે. ભારે વાહનો પર રોક લગાવવામાં આવેલી છે. જ્યારે હળવા વાહનો અહીંથી નીકળી શકે છે.
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે 800થી વધુ રસ્તાઓ અને 13થી વધુ હાઈવે બંધ છે. કુલ્લામાં બે પુલ પણ તૂટી ગયા છે. જેની બંને બાજુ યાત્રીઓ ફસાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે