રાજકીય સન્માન સાથે નિગમબોધ ઘાટ પર થયા શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યાં.

રાજકીય સન્માન સાથે નિગમબોધ ઘાટ પર થયા શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યાં. તેમના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અનેક મોટા નેતાઓ સામેલ થયા હતાં. ભીની આંખે લોકોએ શીલા દીક્ષિતને વિદાય આપી.  

સવારે શીલા દીક્ષિતનું પાર્થિવ શરીર નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસ સ્થાનથી કોંગ્રેસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યું. ત્યાં તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ કોંગ્રેસ હેડક્વાર્ટર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી. 

LIVE: અંતિમ દર્શન કર્યા બાદ બોલ્યા સોનિયા ગાંધી, 'અમારા બધાના હ્રદયમાં વસે છે શીલા દીક્ષિત'

શીલા દીક્ષિતના અંતિમ દર્શન કરવા અને તેમને શ્રદ્દાંજલિ આપવા માટે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતાં.  સોનિયા ગાંધીએ તેમના અંતિમ દર્શન કર્યા બાદ કહ્યું કે શીલા દીક્ષિત આપણા બધાના દિલમાં વસ્યા છે.  યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે શીલા દીક્ષિતે તેમને હંમેશા સપોર્ટ કર્યો. તેઓ મારી મોટી બહેન અને સહેલી હતાં. કોંગ્રેસ માટે તે મોટી ક્ષતિ છે. અમે તેમને હંમેશા યાદ રાખીશું. 

દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર માટે ગૃહમંત્રી અમિત શાહ અને સોનિયા ગાંધી પણ નિગમબોધ ઘાટ પહોંચવાના છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે. 

LIVE: શીલા દીક્ષિતના અંતિમ સંસ્કારમાં અમિત શાહ અને સોનિયા ગાંધી સામેલ થશે

દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર માટે ગૃહમંત્રી અમિત શાહ અને સોનિયા ગાંધી પણ નિગમબોધ ઘાટ પહોંચવાના છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે. 

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજે શીલા દીક્ષિતના નિવાસ્સ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શીલા દીક્ષિતને કોંગ્રેસના પુત્રી ગણાવ્યાં. દિલ્હીના પૂર્વ  સીએમ અને કેરળના રાજ્યપાલ રહી ચૂકેલા શીલા દીક્ષિતનું નિધન શનિવારે થયું હતું. સરકાર તરફથી દિલ્હીમાં 2 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે

LIVE: એલ કે અડવાણી અને સુષમા સ્વરાજે શીલા દીક્ષિતને આપી શ્રદ્ધાંજલિ 

શીલા દીક્ષિત બીમાર હતાં અને શનિવારે સવારે તેમને દિલ્હીના એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે શીલા દીક્ષિતને હાર્ટ એટેક આવ્યાં બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. હાલત સુધર્યા બાદ ફરીથી એટેક આવ્યો. સાંજે 3.55 કલાકે તેમનું નિધન થયું. શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને સોનિયા ગાંધી પણ શનિવારે નિઝામુદ્દીન સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. દિલ્હી કોંગ્રેસ અને ભાજપના તમામ મોટા નેતાઓ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. 

જુઓ LIVE TV

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમણે પોતાના કાર્યકાળમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની કાયાપલટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દિલ્હીના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાનનો શ્રેય પણ આપ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કરતા કહ્યું કે દીક્ષિતના શહેરના વિકાસમાં યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news