સવર્ણ અનામત LIVE: બિલ અંગે ડેરેક ઓ બ્રાયને કહ્યું આ પબ્લિક છે બધુ જ જાણે છે...

સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે કહ્યું કે, અનેક મહત્વનાં બિલ સદનમાં પાસ થવાનાં બાકી છે, માટે સદનની કાર્યવાહી એક દિવસ લંબાઇ શકે છે

સવર્ણ અનામત LIVE: બિલ અંગે ડેરેક ઓ બ્રાયને કહ્યું આ પબ્લિક છે બધુ જ જાણે છે...

નવી દિલ્હી : સંસદના શીતકાલીન સત્રનો આજે 18મો દિવસ છે. આજે માત્ર રાજ્યસભાની જ બેઠક થશે. ઉચ્ચ સદનમાં આજે સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવા સાથે જોડાયેલો 124મો સંવિધાન સંશોધન બિલ રજુ કરવામાં આવશે. ગત્ત દિવસોમાં લાંબી ચર્ચા બાદ થયેલા વોટિંગમાં આ બિલને લોકસભામાંથી મંજુરી મળી ચુકી છે. બિલના સમર્થનમાં 323 મત પડ્યા જ્યારે 3 સભ્યોએ આ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બિલ પસાર થયા બાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે અટકાવી દેવામાં આવી હતી. હાલ આ બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું. જો કે હાલ રાજ્યસભામાં કોંગ્રેસી સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. 
 હોબાળાનાં કારણે રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગીત કરવામાં આવી હતી. ત્યાર બાદ હાલ ચર્ચા ચાલી રહી છે. 

અમે બિલના સમર્થનમાં બીજદ
બીજદ સાંસદ પ્રસન્ન આચાર્યએ કહ્યું કે, સરકારને અંતિમ દિવસમાં આઇસીયુની જરૂર પડી છે અને હવે તેને ઓક્સિજનની જરૂર છે. હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું કામ કરનારા છે. તેમણે કહ્યું કે, ત્રિપલ તલાક બિલ લાવવા અંગે સરકારને કોર્ટનાં નિર્ણયની યાદ આવી પરંતુ સબરીમાલામાં શું થઇ ગયું. આચાર્યએ કહ્યું કે, બિલ લાવવામાં ઉતાવળ નહોતી કરવામાં આવી. કોઇ તેનો વિરોધ કરી રહ્યા છે. અમારી પાર્ટી આ બિલનું પુરજોર સમર્થન કરે છે. તેમણે કહ્યું કે, બિલ મોડુ લાવ્યા પરંતુ યોગ્ય લાવ્યા. બિલમાં કેટલીક ખામીઓ છે. તેને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે તેમ છતા પણ આ બિલ યોગ્ય છે. 
- અન્નાદ્રમુક દ્વારા બિલનો પુરજોરમાં વિરોધ કરવામાં આવ્યો અને સદનમાંથી કર્યું વોકઆઉટ

- સમાજવાદી પાર્ટીનાં રામ ગોપાલ યાદવે કહ્યું કે, તેમની પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. તેમમે કહ્યું કે, સરકાર આ બીલ ગમે ત્યારે લાવી શકતી હતી પરંતુસરકારનું લક્ષ્યાંક આર્થિક રીતે ગરીબ સવર્ણ નતી પરંતુ 2019ની ચૂંટણી છે. જો તેમનાં દિલમાં ઇમાનદારી હોત તો 3-4 વર્ષ પહેલા બિલ આવી ગયું હોત. યાદવે કહ્યું કે, બિલ સુપ્રીમ કોર્ટમાં મોટી પીઠની વિરુદ્ધ છે અને કોર્ટ તેને અપહોલ્ડ પણ કરી શકે છે. તેમણે કહ્યું કે, નોકરીઓ જ ની એવામાં અનામતની વાત કરવી બેઇમાની કહેવાશે. યાદવેક હ્યું કે, સરકારે ખાનગી ક્ષેત્રમાં પણ અનામતની વ્યવસ્થા કરવી જોઇએ કારણ કે સરકારી ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ પર કામ થઇ રહ્યું છે, નોકરીઓ સતત ઘટી રહી છે.

- આનંદ શર્માએ કહ્યું કે, નોકરીઓ સતત ઘટી રહી છે. તેમણે કહ્યું કે, પીએસયુમાં ત્રણ વર્ષ દરમિયાન 97 હજાર નોકરીઓ જતી રહી છે. રાજ્યોના આંકડા જો સરકાર આપશે તો વધારે સારૂ રહેશે. તેમણે કહ્યું કે, લોકોના અનુસાર નોકરીઓ આપવામાં કદાચ 800 વર્ષ લાગી જશે. દેશનાં લોકોને તમે એટલું મોટુ સપનું દેખાઇ રહ્યું છે, જો કે હકીકત પણ કંઇક જ અલગ છે. વિકાસની પરિધિથી બહાર રહેલા લોકોને જોડવાનો સરકારનો ધર્મ છે, પરંતુ આ વિષય પર વિસ્તારથી ચર્ચા થાય તે જરૂરી હતી. તેના માટે સમાજનાં લોકો સાથે પણ વાત કરવામાં આવવી જોઇતી હતી. તેમણે કહ્યું કે, સરકારની હાલ આ બિલમાં અનેક બાધાઓનો સામાન કરવો છે, કારણ કે આ સંવિધાનનું અપમાન કરવા માટેનું એક કાવત્રું છે. 

- સીપીએમ સાંસદે નિયમ 117 હેઠળ અનામત બિલ પર ચર્ચાને સ્થગિત કરવાની માંગ કરી હતી. ઉપસભાપતિએ જણાવ્યું કે, સભાપતિએ સાંસદની આ માંગને રદ્દ કરી દીધી છે અને ચર્ચા ખતમ કરવામાં આવી શકે તેમ નથી. 
- કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે, પહેલા કાંઇ જ નથી થયુ, બધુ જ હવે થઇ રહ્યું છે, તે કહેવું ખોટુ છે. તેમણે કહ્યું કે, પહેલા કંઇ જ નથી થયું તો તમે શું લઇને આવ્યા. દેશનાં લોકોને 2014માં અનેક વચનો આપવામાં આવ્યા હતા. દરેક ચડાઇ બાદ એક ઉંડી ખાઇ પણ હોય છે. શર્માએ કહ્યું કે, દેશી તમામ પોશાકોનું પ્રદર્શન મોદી ફરી ફરીને કરી રહ્યા છે પરંદુ સદનમાં એવા દર્શન નથી થતા. આનંદ શર્માએ કહ્યું કે, સંવિધાનની અંદર પછાતોને અનામતનું પ્રાવધાન પહેલાથી જ રાખવામાં આવ્યું હતું. તેના હેઠળ જ અત્યાર સુધી અનામત મળી રહી હતી. 
આનંદ શર્માએ કહ્યું કે, આર્થિક અનામત યુપીએ દરમિયાન પણ ચાલી હતી. તેમણે કહ્યું કે, તમને આ બિલ લાવવામાં 4 વર્ષ 7 મહિનાલાગ્યા હવે આખરે તમે આ બિલ લાવી રહ્યા છો. શર્માએ કહ્યું કે, સત્ય એ છે કે ભાજપને ત્રણ રાજ્યોએ આશિર્વાદ આપીને મોકલ્યું છે, ક્રિકેટ સીરિઝ ઇન્ડિયાએ ભલે જીતી પરંતુ ચૂંટણી 5-0થી હારી ગયા. શર્માએ કહ્યું કે, રાજ્યોએ નાનો નાનો સંદેશ આપ્યો છે પરંતુ મોટો સંદેશ થોડા મહિનાઓ બાદ મળશે. તેમણે કહ્યું કે, અમે સામાન્ય વર્ગનાં અનામતનું સમર્થન કરતા આવ્યા છીએ અને આગળ પણ કરીશું.

રાહુલનું નામ લેવા અંગે હોબાળો
રાજ્યસભામાં અનામત બિલ અંગે બોલતા ભાજપ સાંસદ પ્રભાત ઝાએ કહ્યું કે, રાહુલજી સવાર સાંજ રાફેલ રાફેલ કરે છે. જો હિમ્મત હોય તો આ વિધેયક અંગે બોલે. આનંદ શર્માએ પ્રભાત ઝાનાં નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી આ સદનનાં સભ્ય નથી અને તેમના અંગે અપાયેલ નિવેદનને સદનની કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવે. આ અંગે ઉપસભાપતિએ કહ્યું કે, કાર્યવાહીને જોતા નિવેદન અંગે વિચાર કરવામાં આવશે. કોંગ્રેસનાં સાંસદ પ્રભાત ઝાનાં નિવેદન પર હોબાળો કરી રહ્યા છે. 

દેશની 95 ટકા વસ્તીનો અવાજ સાંભળે કોંગ્રેસ
પ્રભાત ઝાએ કહ્યું કે, આ બિલ કરોડો યુવાનોનો અવાજ છે. જેનું માધ્યમ બનવાનો મોકો વડાપ્રધાન મોદી સરકારને મળ્યો છે. તેમણે કહ્યું કે, 95 ટકા વસ્તી આ બિલનાં વર્તુળમાં આવી જશે અને તમામ લોકોને તેનો લાભ મળશે. ઝાએ કહ્યું કે, શું સદનને દેશની એટલી મોટી વસ્તીનો અવાજ ન સાંભળવો જોઇએ. તેમણે કહ્યું કે, બિલ લાગુ થયા બાદ માત્ર 5 ટકા લોકો જ આ વર્તુળની બહાર હશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં મિત્રો આજે હૃદય ખોલીને સમર્થન કરે. આ બિલનો લાભ નરેન્દ્ર મોદીને નથી મળવાનો આપણને બધાને મળવાનો છે.

- સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે કહ્યું કે, કેટલાક સભ્યો દ્વારા ગૃહમંત્રીના જવાબની માંગ કરવામાં આવી હતી. જેને પુર્ણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મંત્રી જ્યારે કોઇની માંગ પર નિવેદન આપે છે તો સવાલોનાં જવાબ આપવાનું ચલણ નથી. ત્યાર બાદ ઉપસભાપતિએ ભાજપ સાંસદ પ્રભાત ઝાને 124માં સંવિધાન સંશોધન બિલ પર બોલવાની પરવાનગી આપી છે.

- ભાજપના સાંસદ પ્રબાત ઝાએ બિલ અંગે બોલવાનું ચાલુ કરી દીધું છે. તેમણે કહ્યું કે, લોકસભામાં આ આ બિલને એક સુરમાં પાસ કરવામાં આવ્યું છે અને આશા છે કે રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઇ જશે. તેમણે કહ્યું કે, હવે સામાન્ય વર્ગનાં લોકોને અનામત મળવા જઇ રહ્યું છે જેની માંગ અનેક વર્ષોથઇ રહી હતી. ઝાએ કહ્યું કે, દેશની ભાવનાને સમજતા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં દમ હોય તો તે આ બિલનો વિરોધ કરી રહી છે તેમ કહી બતાવે, કોંગ્રેસ લોકસભામાં બિલનું સમર્થન કરે છે અને અહીં આવીને હોબાળો કરી રહી છે. ઉપસભાપતિએ હોબાળાને જોતા કાર્યવાહી 2 વાગ્યા સુધી અટકાવી દીધી છે. 

- રાજ્યસભામાં બુધવારે સૌથી પહેલા આર્થિક અનામત બિલ રજુ કરવામાં આવશે, પરંતુ બીજ તરફ હોબાળાના કારણે સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. આ સાથે જ સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે કહ્યું કે, અનેક મહત્વનાં બિલ સદનમાં પાસ થવા માટે અટકેલું છે. એટલા માટે સદનની કાર્યવાહી એક દિવસ માટે વધારવામાં આવી શકે છે. બીજી તરફ અન્નાદ્રમુકે કહ્યું કે, તેઓ અનામતના બિલ પર વોકાઉટ કરશે. અન્નાદ્રમુકનાં રાજ્યસભામાં 13 સાંસદો છે.

- રાજ્યસભામાં વિપક્ષી તરફથી કોંગ્રેસ, સપા અને બસપાનાં આ બિલને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસનાં કોર ગ્રુપની બેઠકમાં આ બિલનું સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં કોંગ્રેસનાં 50 સાંસદ છે. આ દ્રષ્ટીએ જોઇએ તો ભાજપની નેતૃત્વવાળી NDA અને કોંગ્રેસના સાંસદો મળીને સમર્થન કરે તો આ બિલ સરળતાથી 2/3 બહુમતી સાથે પાસ થઇ શકે છે. અગાઉ મંગળવારે લોકસભામાં રહેલા 325 પૈકી 323 સાંસદોએ સવર્ણ અનામતના પક્ષે મતદાન કર્યું હતું. જ્યારે 3 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news