દિલ્હીમાં ફરી સસ્તી થઈ દારૂની સ્કીમ, હવે જાણો MRP પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે
દિલ્હીના આબકારી કમિશનરે ડિસ્કાઉન્ટ સાથે દારૂના વેચાણ માટે પોતાની મંજૂરી આપી હતી. આ આદેશ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનો MRP પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દારૂના વેચાણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં દારૂનું વેચાણ કરતા ખાનગી દુકાનદારો હવે સસ્તામાં દારૂ વેચી શકશે. આબકારી વિભાગે દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનોને મહત્તમ છૂટક કિંમત (MRP) પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની મંજૂરી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે દારૂની બોટલો પર ડિસ્કાઉન્ટ અને વેચાણ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય કોવિડ-19ના પ્રતિબંધોનું યોગ્ય રીતે પાલન ન થતા અને બજારમાં અયોગ્ય વ્યવહારના કારણે લેવામાં આવ્યો હતો.
આદેશમાં કહેવામાં આવી છે આ વાત
દિલ્હીના આબકારી કમિશનરે ડિસ્કાઉન્ટ સાથે દારૂના વેચાણ માટે પોતાની મંજૂરી આપી હતી. આ આદેશ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનો MRP પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. તે દરમિયાન દિલ્હી એક્સાઈઝ રૂલ્સ, 2010ની કલમ 20નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
દિલ્હીમાં દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ મેળવનાર દુકાનોને હવે નિર્ધારિત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને કોઈપણ ઉલ્લંઘનના કિસ્સામાં તેમની વિરુદ્ધ દિલ્હી એક્સાઈઝ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આબકારી કમિશનરના આદેશમાં જણાવ્યું હતું કે, "જાહેર હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ સમયે ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાનો સરકારનો અધિકાર અનામત છે. ડિસ્કાઉન્ટ આપવાના નિર્ણયને ચાલુ રાખવા માટે સરકાર પર કોઈ દબાણ રહેશે નહીં."
આ કારણે લાગ્યો હતો પ્રતિબંધ
ફેબ્રુઆરી મહિનામાં કોવિડ મહામારીના પ્રકોપ ચાલું રહેવાના કારણે દિલ્હીમાં ખાનગી દુકાનો પર દારૂના વેચાણ પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને 'એક ખરીદો, એક મફત મેળવો' જેવી યોજનાઓને કારણે ઘણા વિસ્તારોમાં દુકાનોની બહાર ભારે ભીડ થવાના કેસ સામે આવવા લાગ્યા હતા. ત્યારબાદ સરકારે દારૂના વેચાણ પર છૂટ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
દિલ્હી સરકારે નવેમ્બર 2021માં જ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત 849 રિટેલ આઉટલેટ્સને લાઇસન્સ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત લાયસન્સવાળી દુકાનો દારૂની MRP પર ડિસ્કાઉન્ટ અને છૂટ આપી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે