આકાશમાં કેમ થાય છે વીજળીના ચમકારા? ઈન્દ્રદેવનો પ્રકોપ કે પછી વૈજ્ઞાનિક કારણ? જાણો રોચક કહાની

આકાશમાંથી પડતી વીજળી એટલે ખતરનાક છે કેમ કે તે વીજળીનું તાપમાન સૂર્યની ઉપરની સપાટીથી પણ વધારે હોય છે.. તેની ક્ષમતા 300 કિલો વોટ એટલે કે 12.5 કરોડ વોટથી વધુ ચાર્જની હોય છે. આ વિજળી સેકન્ડના 100માં ભાગ માટે જ પડતી હોય છે. 

આકાશમાં કેમ થાય છે વીજળીના ચમકારા? ઈન્દ્રદેવનો પ્રકોપ કે પછી વૈજ્ઞાનિક કારણ? જાણો રોચક કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમને ખબર છે કે, એક વર્ષમાં દેશમાં વીજળી પડવાના કારણે 1 હજાર 771 લોકોના મૃત્યુ થયા છે. થોડા સમય પહેલા રાજસ્થાનના જાણીતા આમેર ફોર્ટ પર વીજળી પડતા સમયે સેલ્ફી લઈ રહેલા લોકો મોતને ભેટ્યા છે. દર વર્ષે ભારતમાં સેંકડો લોકો વીજળી પડવાના કારણે જીવ ગુમાવે છે. ત્યારે સવાલ એ થાય કે આખરે વીજળી કેવી રીતે બને છે? તો ચાલો આજે એ પણ જાણી લઈએ. આકાશમાંથી પડતી વીજળી એટલે ખતરનાક છે કેમ કે તે વીજળીનું તાપમાન સૂર્યની ઉપરની સપાટીથી પણ વધારે હોય છે.. તેની ક્ષમતા 300 કિલો વોટ એટલે કે 12.5 કરોડ વોટથી વધુ ચાર્જની હોય છે. આ વિજળી સેકન્ડના 100માં ભાગ માટે જ પડતી હોય છે. 

No description available.

ઈન્દ્ર કહેવાય છે વીજળીને દેવતા:
પુરાણો અનુસાર ઈન્દ્રને વીજળીના દેવતા કહેવામાં આવે છે. વીજળી ઈન્દ્રનું હથિયાર છે અને તેનાથી તે દુશ્મનો પર પ્રહાર કરી શકે છે. કહેવાય તો એવું પણ છે કે, જ્યારે ઈન્દ્ર દેવતા ગુસ્સે થાય છે ત્યારે ખૂબ જ વરસાદ અને વીજળી પડે છે. કથાઓ અનુસાર મથુરામાં ઈન્દ્ર દેવના પ્રકોપના કારણે જ ભારે વરસાદ થયો હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો.

PRIVATE PART પાસે દાદર થાય છો તો ફીકર નોટ, આ ઉપાયથી મળશે રાહત

કેટલી ખતરનાક વીજળી:
હવે વાત કરીએ વિજ્ઞાનની તો, વીજળીનું ચમકવું એક પ્રાકૃતિક ક્રિયા છે. વાદળો વચ્ચે જ્યારે વીજળી ચમકે છે ત્યારે એટલું નુકસાન નથી થતું પરંતુ જ્યારે તે વાદળોથી જમીન પર ઉતરે છે ત્યારે નુકસાન થાય છે.આકાશમાંથી પડતી વીજળી એટલે ખતરનાક છે, કારણકે તે વીજળીનું તાપમાન સૂર્યની ઉપરની સપાટીથી પણ વધારે હોય છે.. તેની ક્ષમતા લગભગ 250 KWh હોય છે. આ વિજળી સેકન્ડના 100માં ભાગ માટે જ પડતી હોય છે. 

આ રીતે બને છે વીજળી:
વીજળી અનેક રીતે પડી શકે છે. જો વીજળી સીધી માણસ કે કોઈ વસ્તુ પર પડે તો તે સૌથી વધુ જીવલેણ માનવામાં આવે છે. જ્યારે વધુ ગરમી અને ભેજ ભેગા થાય છે ત્યારે વીજળી વાળા ખાસ પ્રકારના ઠંડર ક્લાઉડ બને છે. આ વાદળના નીચેના ભાગમાં નેગેટિવ અને ઉપરના ભાગમાં પોઝિટિવ ચાર્જ વધારે હોય છે. બંને વચ્ચેનું અંતર ઓછું થતા ઝડપથી થતો ડિસ્ચાર્જ વીજળી કડકવાના રૂપે સામે આવે છે.

આવી રીતે થાય છે સૌથી વધુ મોત:
સામાન્ય રીતે વરસાદ આવે ત્યારે લોકો વૃક્ષ નીચે આશ્રય લે છે,,પરંતુ વરસાદ સમયે જે લોકો વૃક્ષ નીચે શરણ લે છે, તેમના પર વીજળી પડવાનો ખતરો સૌથી વધારે રહે છે. દેશમાં દર ચારમાંથી એક મોત આવી જ રીતે થાય છે.પણ જો કોઇ માણસ પર પડે છે તો મનુષ્યના માથુ ગળુ અને ખભો સૌથી વધારે પ્રભાવિત થાય છે..કેટલાક કિસ્સોઆમાં માણસ મૃત્યુને ભેટે છે... એન્યુઅલ લાઈટનિંગ રિપોર્ટ 2019-20 અનુસાર 25 થી 31 જુલાઈ વચ્ચે વીજળી પડવાથી સૌથી વધુ મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news