VIDEO: PM મોદીએ કહ્યું જો હું પણ ભુલ કરું તો મારા ઘરે પણ દરોડા પડવા જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે ચોરી કરે છે તે જ પકડાશે જો મોદી ભુલ કરે છે તો આવકવેરા વિભાગ મોદીના ઘરે પણ દરોડા પાડી શકે છે

VIDEO: PM મોદીએ કહ્યું જો હું પણ ભુલ કરું તો મારા ઘરે પણ દરોડા પડવા જોઇએ

સીધી: મધ્યપ્રદેશમાં ગત્ત દિવસોમાં આવકવેરા વિભાગ દ્વારા મુખ્યમંત્રી કમલનાથ સાથે જોડાયેલા લોકોએ અહીં આવકવેરા વિભાગનાં દરોડામાં મળેલી રકમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું કે, ચોરી કરે છે તે જ પકડાય છે. જો મોદી ભુલ કરે તો આવકવેરા વિભાગ મોદીનાં ઘરે પણ દરોડા પાડી શકે છે. વડાપ્રધાન મોદીએ અહીં જુના વોર્ડમાં આયોજીત એક સભામાં રાજ્યમાં પોષણ આહારમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, મધ્યપ્રદેશમાં આવકવેરા વિભાગનાં દરોડાઓમાં બોરામાંથી નોટો મળી આવી. આ રકમ પોષણ આહાર ગોટાળાની છે. 

આ દરોડા મુદ્દે કહેવામાં આવ્યું કે, તે કોંગ્રેસ નેતાઓનાં ઘરે જ કેમ પડી, એક તો આ રેડ મોદી કરે છે, આ ડિપાર્ટમેન્ટનું કામ છે પરંતુ મુદ્દો એ નથી કે રેડ ભાજપને ત્યાં થઇ કે કોંગ્રેસને ત્યાં. મુદ્દો એ છે કે આટલો બધો માલ ક્યાંથી લાવ્યા અને શા માટે કાઢ્યો.

यही वो नोटतंत्र है जिसका मोह कांग्रेस और कांग्रेस के नेताओं को है। यही नोटतंत्र छिन्न-भिन्न करने का काम इस चौकीदार ने किया है: पीएम मोदी #DeshModiKeSaath pic.twitter.com/9MQsy554Fl

— BJP (@BJP4India) April 26, 2019

વડાપ્રધાને પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે, કોંગ્રેસના લોકો આ દરોડામાં આટલી રકમ મળવાની ચર્ચા નથી કરતા, ચર્ચા કરે છે તો અહીની કોંગ્રેસ વાળાએ અહીં દરોડા કેમ પડ્યાં. હવે રેલમાં જે યાત્રી ટિકિટ લઇને યાત્રા કરે છે, તેને કોઇ પકડતું નથી શું ? જે વગર ટિકિટે જશે, તે પકડાઇ જશે. 

જે ચોરી નહી કરે તો તેને કોણ પકડશે. મોદીએ કોંગ્રેસ પર ચોરી અને સીનાજોરીનો આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસનાં લોકો પોતાને મુખ્યમંત્રીના સંબંધીઓ ગણાવે છે અને કહે છે કે અમને જ શા માટે પકડ્યાં, યાદ રાખવું જોઇએ કે દેશનો કાયદો દરેક માટે સમાન હોય છે. જો મોદી પણ ભુલ કરે છે તો આવકવેરા વિભાગને તેના ઘરે પણ રેડ કરવી જોઇએ. 

તમામ લોકો માટે કાયદો સમાન હોવો જોઇએ. મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસ સરકાર ગરીબો, ખેડૂતોનાં નામ પર યોજનાઓ બને છે અને તેમાં જ ગોટાળો કરી દે છે. દિલ્હીથી ભોપાલ સુધી કોંગ્રેસ માટે ભ્રષ્ટાચાર શિષ્ટાચારમાં પરિવર્તન થઇ ચુક્યું છે. એટલે જ નામદાર હોય કે રાજદાર (રહસ્યો જાણનાર વ્યક્તિ) કોઇ પણ બચી નહી શકે. 

વડાપ્રધાને કહ્યું કે, મધ્યપ્રદેશમાં ગરીબ આદિવાસી બાળકો અને પ્રસુતા માતાઓનાં પોષણ આહાર માટે ચોકીદારની સરકાર રાજ્યસરકારને દિલ્હીથી પૈસા મોકલે છે, જેથી પ્રસુતાને સારુ પોષણ મળે, જેના કારણે તેનાં ગર્ભમાં ઉછરી રહેલ બાળક અને પ્રસુતા બંન્નેનું સ્વાસ્થ સારુ રહે. પરંતુ ચોકીદારનાં રહેવા દરમિયાન ચોરી કરવાની હિમ્મત કરી ગયા અને આવા પૈસા ચુંટણી ગોટાળો કરી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news