Covid- 19 lateset updates :દેશમાં માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે 86% કોરોના કેસ, નવા કેસ-મૃત્યુ અને રિકવરી રેટને લઈને ખુશખબર


સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 14 જુલાઈએ દેશભરમાં 3 લાખ, 11 હજાર, 565 કોવિડ 19 દર્દીઓ છે. બીજા શબ્દોમાં કરીએ તો આ એક્ટિવ કેસની સંક્યા છે જ્યારે અત્યાર સુધી 5 લાખ, 71 હજાર 459 લોકો સાજા થયા છે. જે સ્પષ્ટ છે કે કોવિડ-19ના જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે, તેનાથી મોટી સંખ્યામં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે.

Covid- 19 lateset updates :દેશમાં માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે 86% કોરોના કેસ, નવા કેસ-મૃત્યુ અને રિકવરી રેટને લઈને ખુશખબર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે?  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તો તે માનતુ નથી. મંત્રાલયનું કહેવું છે કે ભારત અત્યાર સુધી વિશ્વના તે ગણતગીના દેશોમાં સામેલ છે, જ્યાં પ્રતિ 10 લાખ કોરોનાના ઓછા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડીએ કોરોના પર પ્રેસ બ્રિફિંગ દરમિયાન અલગ-અલગ ગ્રાફ દ્વારા તેની વિસ્તૃત જાણકારી આપી છે. તેમણે મોટી વાત કહી કે ભારતમાં કોરોનાના 86 ટકા કેસ માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે. તેવું નથી કે દરેક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એક ગતિએ વધી રહ્યું છે. 

મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં દેશના અડધા કોરોના કેસ
મંત્રાલયે જણાવ્યું, હજુ પણ દેશના 86%  કોરોના કેસ માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુ સૌથી પ્રભાવિત રાજ્ય છે. આ રાજ્યોમાં દેશના અડધા એટલે કે 50 ટકા  (1,54,134) છે. તો બાકી 36 ટકા  (1,11,068) કેસ કર્ણાટક, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં છે. 

— पीआईबी हिंदी (@PIBHindi) July 14, 2020

આ મોટા રાજ્યોમાં કોરોનાની સ્થિતિ સારી
મંત્રાલયના ઓએસડીએ કહ્યું કે, દેશના ઘણા મોટા રાજ્યો આ 10 રાજ્યોની યાદીમાં નથી, જેમ કે- બિહાર, એમપી, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરલ વગેરે. એટલે કે દેશમાં એક ગતિથી કોરોનાનો ફેલાવો થઈ રહ્યો નથી. માત્ર 10 રાજ્યો છે જ્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. 

એક્ટિવ કેસના મુકાબલે રિકવર કેસમાં વૃદ્ધિ
તેમણે જણાવ્યું કે, દેશમાં એક્ટિવ કોવિડ-19 દર્દીઓ અને સારવાર બાદ ઘરે પરત ફરતા દર્દીઓની સંખ્યામાં ધીમે-ધીમે મોટુ અંતર આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, મેના અંતમાં રિકવર કેસોની સંખ્યા એક્ટિવ કેસોના મુકાબલે ધીમે-ધીમે વધવા લાગી અને આ ટ્રેન્ડ હવે જોર પકડી રહ્યો છે. તેમણે જણાવ્યું, મેના અંતિમ સપ્તાહ સુધી કોવિડ-19 દર્દીઓ (એક્ટિવ કેસ)ની સંખ્યા સાજા થયેલા દર્દીઓ (રિકવર કેસ)થી વધુ હતી, પરંતુ ત્યારબાદ સ્થિતિ બદલવા લાગી અને હવે રિકવર કેસની સંખ્યા દર્દીઓની સંખ્યાથી વધુ થવા લાગી છે અને તેનું અંતર સતત વધી રહ્યું છે. 

— पीआईबी हिंदी (@PIBHindi) July 14, 2020

દેશનો સરેરાશ રિકવરી રેટ 63 ટકાને પાર
મંત્રાલયે જણાવ્યું કે, 14 જુલાઈએ દેશભરમાં 3 લાખ, 11 હજાર, 565 કોવિડ 19 દર્દીઓ છે. બીજા શબ્દોમાં કરીએ તો આ એક્ટિવ કેસની સંક્યા છે જ્યારે અત્યાર સુધી 5 લાખ, 71 હજાર 459 લોકો સાજા થયા છે. જે સ્પષ્ટ છે કે કોવિડ-19ના જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે, તેનાથી મોટી સંખ્યામં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે. દેશમાં હાલ રિકવર કેસોની સંખ્યા એક્ટિવ કેસોની સંખ્યાથી 1.8 ગણા સુધી પહોંચી ચુકી છે. 3 મેએ રિકવરી રેટ 26.50% હતો જે 31 મે સુધી  47.76% સુધી પહોંચી ગયો અને 12 જુલાઈ સુધી 63.02% પર પહોંચી ગયો છે. ખુશીના વાત છે કે 20 રાજ્યોનો રિકવરી રેટ  63.02%ના નેશનલ રિકવરી રેટથી વધુ છે. તેમાં 87% ટકા રિકવરી રેટની સાથે લદ્દાખ ટોપ પર છે.

— पीआईबी हिंदी (@PIBHindi) July 14, 2020

વસ્તી પ્રમાણે કોરોનાને કેસને લઈને વિશ્વમાં ભારતની સ્થિતિ સારી
સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડીએ કહ્યું કે, ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 657 કોરોના કેસ છે, જે તે પ્રમાણે વિશ્વના તે ટોપ દેશોમાં સામેલ છે જ્યાંવસ્તી પ્રમાણે સરેરાશ કોરોનાના ઓછા કેસ છે. તેમણે ગ્રાફ દ્વારા જણાવ્યું કે, ઘણા એવા દેશ છે, જ્યાં ભારતના મુકાબલે એવરેજ 7થી 14 ગણા વધુ કેસ છે. આ રીતે પ્રતિ 10 લાખ જનસંખ્યામાં કોવિડ-19 મહામારીને કારણે મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો ભારતમાં તે 17.2 છે જ્યારે વિશ્વના અલગ-અલગ દેશોમાં ભારતના મુકાબલે એવરેજ 35 ગણા વધુ દર્દીઓના મોત થયા છે. 

તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના કેસના ગ્રોથ રેટમાં પણ ઘટાડો થયો છે. માત્ર સંખ્યા પર ધ્યાન ન આપવું જોઈએ. માર્ચમાં ડેલી ગ્રોથ રેટ 31 ટકા હતા જે મેમાં 9 ટકા થયો અને મે સમાપ્ત થતા-થતા 4.82 ટકા સુધી પહોંચ્યો હતો. 12 જુલાઈ સુધી તે 3.24 ટકા સુધી પહોંચી ગયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news