આ અવાજ હવે ક્યારેય સાંભળવા નહિ મળે... મુસેવાલાનો છેલ્લો વીડિયો રિલીઝ થયો

Last Song Of Sidhu Moose Wala : ગુરુવારે સાંજે 6 વાગ્યે આ ગીત રિલીઝ કરાયુ છે. 4 મિનિટ 9 સેકન્ડના આ ગીત ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. અત્યાર સુધી આ ગીતને 17,970,265 વ્યૂ મળી ચૂક્યા છે. તો અત્યાર સુધી 1,231,911 કોમેન્ટ્સ આવી ચૂકી છે

આ અવાજ હવે ક્યારેય સાંભળવા નહિ મળે... મુસેવાલાનો છેલ્લો વીડિયો રિલીઝ થયો

દિલ્હી :પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાીન હત્યાના 26 દિવસ બાદ તેમનુ નવુ ગીત રિલીઝ થયુ છે. પંજાબ-હરિયાણાની વચ્ચે વિવાદિત SYL નહેર પર મુસેવાલાએ ગીત ગાયુ હતું, જે તેમનો છેલ્લો વીડિયો બન્યો છે. તેમનુ અંતિમ ગીત અને અંતિમ શબ્દો પણ... ગુરુવારે સાંજે 6 વાગ્યે આ ગીત રિલીઝ કરાયુ છે. 4 મિનિટ 9 સેકન્ડના આ ગીત ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. અત્યાર સુધી આ ગીતને 17,970,265 વ્યૂ મળી ચૂક્યા છે. તો અત્યાર સુધી 1,231,911 કોમેન્ટ્સ આવી ચૂકી છે. 

સિદ્ધુ મુસેવાલાના નવા ગીતમાં પંજાબના પાણી અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. પંજાબ-હરિયાણાની વચ્ચે બહુચર્ચિત સતલજ-યમુના લિંક નહેર (SYL) ને લઈને દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. સિદ્ધુએ આ ગીતના વિવાદ પર ગીત બનાવ્યુ હતું. જે ગઈકાલે રિલીઝ કરવામા આવ્યુ હતું. પણ સિદ્ધુની પોપ્યુલારિટી એટલી છે કે તેમના મોત બાદ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. 
 

આ ગીતની શરૂઆતમાં આમ આદમી પાર્ટી (AAP) ના હરિયાણા પ્રભારી સુશીલ ગુપ્તાનુ નિવેદન ચાલે છે. જેમાં તેઓ 2024 માં પંજાબની જેમ હરિયાણામાં પોતાની પાર્ટીની સરકાર બનાવવા પર હરિયાણાને SYL પાણી અપાવવાની વાત કરી રહ્યાં છે. 

6 મિનિટમાં જ હીટ થયુ ગીત
સિદ્ધુ મુસેવાલાના નવા ગીતમાં પંજાબ અને પંજાબીઓના શાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં અનેક સામાજિક મુદ્દાનો ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, મુસેવાલાની ગત 29 મેના રોજ પંજાબના માનસામા ગોળી મારીને હત્યા કરવામા આવી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સે લીધી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news