શ્રીલંકન સેના પ્રમુખનો દાવો, ટ્રેનિંગ માટે આતંકવાદીઓ કેરળ અને કાશ્મીર ગયા હતા

શ્રીલંકન સેનાના પ્રમુખનું કહેવું છે કે ઇસ્ટર સંડે પર પોતાની જાતને બોમ્બથી ઉડાવનારા કેટલાક આત્મઘાતી હુમલાખોર કેટલીક ખાસ પ્રકારની ટ્રેનિંગ અથવા વિદેશી સંગઠનો સાથે સંબંધ મજબુત કરવા માટે કાશ્મીર અને કેરળ ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે કોઇ ટોપ શ્રીલંકન સુરક્ષા અધિકારીએ પૃષ્ટી કરી છે કે આતંકવાદીઓએ ભારતની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત હુમલા પહેલા કોલંબો સાથે ગુપ્ત માહિતી શેર કરી હતી. 
શ્રીલંકન સેના પ્રમુખનો દાવો, ટ્રેનિંગ માટે આતંકવાદીઓ કેરળ અને કાશ્મીર ગયા હતા

કોલંબો : શ્રીલંકન સેનાના પ્રમુખનું કહેવું છે કે ઇસ્ટર સંડે પર પોતાની જાતને બોમ્બથી ઉડાવનારા કેટલાક આત્મઘાતી હુમલાખોર કેટલીક ખાસ પ્રકારની ટ્રેનિંગ અથવા વિદેશી સંગઠનો સાથે સંબંધ મજબુત કરવા માટે કાશ્મીર અને કેરળ ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે કોઇ ટોપ શ્રીલંકન સુરક્ષા અધિકારીએ પૃષ્ટી કરી છે કે આતંકવાદીઓએ ભારતની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત હુમલા પહેલા કોલંબો સાથે ગુપ્ત માહિતી શેર કરી હતી. 

એક મહિલા સહિત 9 આત્મઘાતી હુમલાખોરોએ 21 એપ્રીલે 3 ચર્ચ અને ત્રણ આલીશાન હોટલોમાં આત્મઘાતી વિસ્ફોટ કર્યા હતા. જેમાં 253 લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા હતા. બીબીસી સાથેનાં એક ઇન્ટરવ્યુમાં સેનાના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ મહેશ સેનાનાયકેએ વિસ્તાર અને વિદેશમાં શંકાસ્પદનાં આવન જાવન અંગે કેટલીક માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ ભારત ગયા હતા, તેઓ કાશ્મીર બેંગ્લુરૂ ગયા હતા, તેઓ કેરળ ગયા હતા. અમારી પાસે આ માહિતી આવી છે. પુછવામાં આવતા કે તેઓ કાશ્મીર અને કેરળમાં કઇ ગતિવિધિઓ કરી રહ્યા હતા, સેના પ્રમુખે કહ્યું કે, કોઇ ખાસ પ્રકારની ટ્રેનિંગ ઉપરાંત બહારનાં સંગઠનો સાથે પોતાના સંબંધો મજબુત કરી રહ્યા હતા. 

હું ભારત માટે જીવ્યો, મારી 50 વર્ષની તપસ્યા કોઈ ધૂળમાં મેળવી શકે નહીં: પીએમ મોદી
ઇસ્લામીક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વિકારી
આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. જો કે સરકાર સ્થાનીક ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન નેશનલ તૌહિદ જમાતને જવાબદાર ઠેરવી રહ્યા છે. શ્રીલંકાએ આ સંગઠનને પ્રતિબંધ  લગાવી દીધો છે અને વિસ્ફોટ અંગે 100થી વધારે લોકોની ધરપકડ કરી છે. 

સેનાનાયકે બીજુ શું જણાવ્યું ? 
કોઇ વિદેશી સંગઠનની સંડોવણીની સંભાવનાઅંગે પુછવામાં આવતા, કમાન્ડરે કહ્યું કે, ઘટનાને અંજામ આપવાની પદ્ધતી અને શંકાસ્પદો દ્વારા યાત્રાનાં સ્થાનોને જોઇને લાગે છે કે કોઇ બાહ્ય નેતૃત્વ અથવા નિર્દેશોની સંડોવણી કરી રહ્યા છે. 
ભારતની માહિતી મળ્યા બાદ ખતરાને વધારે ગંભીરતાથી નહી લેવા અંગે પુછવામાં આવતા સેનાનાયકેએ કહ્યું કે, અમારી પાસે બીજા પ્રકારની ઘણી માહિતીઓ, ગુપ્ત સુચનાઓ અને સૈન્ય માહિતી હતી અને અ્ય માહિતી અલગ હતી અને તેમાં કેટલુંક અંતર હતું જે આજે જોઇ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news